Gujarat

રાજસ્થાનથી આવતા પીકઅપને પોલીસે અટકાવ્યું તો આંખો પહોળી થઇ ગઇ, 4.75 લાખના દારૂ સાથે કુલ 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા LCBએ ટામેટાની આડમાં દારૂભરેલું પીકઅપ ડાલુ ઝડપી પાડ્યું છે, જેમાં LCB પોલીસ ને મળેલી બાતમી આધારે એક પીકઅપ ડાલુ રાજસ્થાન દારૂભરી ગુજરાતના કપાસિયા બોર્ડરથી પાર કરી અલગ અલગ રસ્તે પસાર થઈ પાલનપુર તરફ જનાર છે.

જે સમયે LCBએ બાતમી હકીકત આધારે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેને રોકાવી તપાસ કરતા ટામેટાની આડમાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસ કુલ મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના અન્વયે એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પુર્વ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “માલણ તરફથી એક પીકપ ડાલુ GJ-06-BV-0966 માં પાછળના ભાગે ટામેટાના કેરેટની આડમાં વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી કપાસીયા થઇ પાલનપુર તરફ જનાર છે. જે આધારે રામપુરા ચોકડી lcb પોલીસે નાકાબંધી કરી હતી.

આ સમય દરમિયાન એક પીકઅપ આવતા તેને રોકાવી તપાસ કરતા ટામેટા આડમાં દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં ચાલક પીરાભાઇ રાવતાજી રબારી રહે.ઢોલીયા અમીરગઢ તેમજ દારૂની પેટી 88 દારૂની બોટલ 2340 જેની 4 લાખ 75 હજાર 536 તેમને કુલ 7 લાખ 80 હજાર 536 નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તાપસ હાથ ધરી છે, દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર શ્રવણસિંહ કરણસિંહ પરમાર(રાજપુત) રહે.ચનાર આબુરોડ તેમજ દારૂનો જથ્થો લેવા આવનાર હિમંતસિંહ વિક્રમસિંહ ચાવડા રહે.

વસઇ તેમને સિધ્ધરાજસિંહ ઉર્ફ કાળુભા બહાદુરસિંહ ચાવડા રહે.પઢારીયા વાળાઓ હાજર નહી મળી આવી એકબીજાઓએ ષડયંત્રરચી વિદેશી બનાવટના દારૂનો જથ્થો અન અધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ધુસાડવાનુ ગુનાહીત કાવતરુ રચી તમામ ઇસમોએ સંગઠીત થઇ સિન્ડીકેટ બનાવી આર્થીક લાભ સારૂ ગુનાહીત કૃત્ય કરેલ જે તમામની વિરૂધ્ધમાં પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.