સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં આજરોજ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામનાં આગેવાનો તથા વાલીજનો હાજર રહ્યાં હતાં. પ્રારંભે સરસ ગામનાં આગેવાન હિતેશભાઈનાં હસ્તે આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સૌએ સરસ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓની હોંશભેર લિજ્જત માણી હતી. […]
Author: JKJGS
નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુરનો 11મો વાર્ષિક ઉત્સવ યોજાયો.
નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુરનો 11મો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. નારાયણ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને […]
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મીઠીબોર ગામના જંગલમાં કાછલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટર સાયકલો ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર તથા મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મીઠીબોર ગામના જંગલમાં કાછલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટર સાયકલો ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ટીન નંગ-૨૩૭૬ ની કુલ કિ.રૂ.૩,૧૭,૦૪૦/- તથા મોટર સાયકલ નંગ-૦૫ કીંમત રૂપીયા.૧,૬૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ. ૧૮,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ગણના પાત્ર પ્રોહીબિશનનો કેશ તથા દાદોદ જીલ્લાના તથા […]
તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ વાળી મો.સા માલીકને પરત અપાવી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી સંખેડા પોલીસ
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ ” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે સુચનાઓ અનુસંધાને જે.ડી.પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા […]
છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી
છોટાઉદેપુર જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા રોજના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ એસ.એન.કોલેજ ખાતે યોજાય હતી. આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા વીસી અને 350 જેટલા મધ્યાન ભોજન સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય નિવાસી અધિક […]
તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મોટર સાયકલો તથા મોબાઇલ મુળ માલીકોને પરત આપતી “પોલીસ
પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઈ જે સુચનાઓ અનુસંધાને કે.કે. સોલંકી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.આર.શારદીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના […]
જેતપુર તાલુકાના પેઢલા ગામે ભૂમાફિયા પર ટી.ડી.ઓ.ની તવાઈ
રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી ભુ માફિયા નામનું દુષણ ડામી દેવા કરેલા આદેશ અનુસાર અનેક તાલુકા વિકાસ અધિકારી એક્શન મોડમાં આવ્યા હોઈ ત્યારે જેતપુરના પેઢલા ગામે પણ ગૌચરની જમીન પર કરેલા દબાણની અરજીના અનુંસંધાને તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે ગ્રામ સભા યોજાય ત્યારે તેમાં તેનો ઠરાવ પાસ કરી કાયદેસર માપણી કર્યા બાદ દબાવેલ ગૌચરની […]
મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા : ઉનાળાના ધોમ ધખતા તાપમાં પાણીની તરસ સંતોષતા યાત્રિકો
જૂનાગઢના ભવનાથના મેળામાં તંત્ર દ્વારા લાખો ભાવિકો માટે પીવાના પાણીની પાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રિ મેળામાં ભાવિક ભકતો દૂર દૂરના સ્થળેથી આસ્થા સાથે ભવેશ્વર ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ભકતજનો, દિગંબર સાધુ, સંતોને પીવાના શુદ્ધ પાણીની સગવડતા મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા […]
પ્રથમ દિવસે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૦૪ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦૦ થી વધુ ભાવિક ભકતોએ એસ.ટી.તંત્રની સ્થાનિક વિશેષ સેવાનો લાભ લીધો
ભાવિક ભક્તો બસ સ્ટેશન થી ભવનાથ તળેટી,જૂનાગઢ સુધી સામાન્ય ભાડું ચૂકવીને કરે છે મુસાફરી સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે તા.૨૨ થી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-૨૦૨૫નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે પ્રથમ દિવસે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૦૪ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦૦ થી […]
મૂળ ગુજરાતી, જેમનો જન્મ અને ઉછેર લંડન-યુ.કેમાં થયો એ નવયુવા અર્પણભાઈ ફટાણીયાએ ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિને ભજનના માધ્યમથી વિદેશમાં પ્રસરાવી
ગિરનાર પ્રત્યે અનોખો લગાવ-પ્રેમ ધરાવતા અર્પણભાઈ ખૂબ સારા ભજનિક, વર્ષ ૨૦૦૮થી દર વર્ષે આસ્થાભેર છે‘ક દૂર લંડનથી ભાવિક ભકતજન બનીને મહા શિવરાત્રીના મેળામાં આવે છે તપોભૂમિ ભવનાથ પ્રત્યે મને પ્રેમ છે, દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર વધુને વધુ સારું આયોજન કરતું આવ્યું છે. ગિરનારમાં આવું એટલે મારી વાણી પવિત્ર બને છે : ભજનિક અર્પણભાઈ અર્પણભાઈ પ્રસિદ્ધ ભજનિક […]










