સાવરકુંડલા શહેરમાં ગતરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાત્રિની શિવમંદિરોમાં આરતીના અનોખા દર્શન જોવા મળેલ. શિવમંદિરોમાં શિવભકતોની ભારે ભીડ જોવા મળી. લોકો પણ આરતીના દર્શન કરવા ઉમટી પડેલ. સાવરકુંડલાના શિવમંદિરોમાં ભક્તિભાવ સાથે લોકો આરતીના દર્શન કરી ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતા. આમ તો સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવમંદિરોમાં વિવિધ શણગાર સાથે આરતી થાય છે. બિપીન પાંધી […]
Author: JKJGS
ડિપ્રેશનને દૂર કરવા રેસલિંગમાં આવ્યો, કહ્યું- પિતાનું સપનું સાકાર કરીશ
રૂમમાં પોસ્ટરો લગાવ્યાં, જેથી લક્ષ્ય ભટકી ન જાય અમને ઓલિમ્પિક મેડલ અને પોતે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયાનાં પોસ્ટરો તેના રૂમમાં રાખ્યાં છે, જેથી તે તેના ધ્યેયથી ભટકી ન જાય અને ઓલિમ્પિક ગોલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારી કરે. જ્યારે પણ ગામમાં જાય, ત્યારે પિતાએ બનાવેલા મંદિરે દર્શન કરે છે અમન જ્યારે પણ ગામડે જાય. પિતાએ બનાવેલા મંદિરમાં […]
રેસલર નિશા ઈજાને કારણે ક્વાર્ટર ફાઈનલમાં હારી, 8-1થી આગળ હતી, 10-8થી હારી ગઈ; શટલર લક્ષ્ય બ્રોન્ઝ મેડલ મેચ હાર્યો
ભારતીય કુસ્તીબાજ નિશા દહિયા પેરિસ ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચવામાંથી રહી ગઈ હતી. કુશ્તીની મહિલાઓની 68 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં તે 10-8થી હારી ગઈ હતી. એક સમયે નિશા 8-1થી આગળ હતી, પરંતુ તેના હાથમાં ઈજા થઈ અને નિશા છેલ્લી થોડી સેકન્ડમાં 10-8થી હારી ગઈ. સોમવારે ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પણ મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચ હારી […]
પીઢ અભિનેત્રી મુમતાઝે કહ્યું, ‘કરિયરના કારણે કપૂર પરિવારની વહુ બનવાનું સપનું અધૂરું રહ્યું’
પીઢ અભિનેત્રી મુમતાઝે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શમ્મી કપૂર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મુમતાઝે જણાવ્યું કે શા માટે તેણે 17 વર્ષની ઉંમરે શમ્મી કપૂરના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. રેડિફ સાથેની વાતચીતમાં, મુમતાઝે ખુલાસો કર્યો કે જ્યારે તે માત્ર 17 વર્ષની હતી ત્યારે શમ્મી કપૂરે તેને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. મુમતાઝે કહ્યું- […]
અમદાવાદની ૧૫ વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગાંધીનગરમાં દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકની ધરપકડ કરતી પોલીસ
અમદાવાદમાંથી એક આઘાતજનક અને હચમચાવીનાખનાર કિસ્સો સામે આવ્યો હતો જેમાં, એક ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને મળવા બોલાવી હતી. જે બાદ ગાંધીનગર પાસે લઈ જઈ એક મકાનમાં તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેને રિવરફ્રન્ટ પાસે મૂકીને ફરાર […]
ગાંધીનગરના ડભોડા ગામ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ યોજાયો
રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે, તેવું આજરોજ ડભોડા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા આયોજિત રાજયના મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. અભિવાદન સમારોહમાં ઉપસ્થિત સર્વે રાજ્યભરના આચાર્યશ્રીઓને આજથી […]
NSUI દ્વારા અમદાવાદ યુનિવર્સિટીમાં બી.કોમ અને બીબીએ સહિતના અભ્યાસક્રમની ફીમાં થયેલા નોંધપાત્ર વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન
અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી ૪.૬૦ લાખ રાખવામાં આવતા અગાઉ ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા આજે (૫ ઓગસ્ટ) NSUIના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા […]
ગુજરાત સરકારે અરબી સમુદ્રમાં માછીમારી પ્રવૃતિ પરનો પ્રતિબંધ ૧૫ ઓગસ્ટ સુધી લંબાવતા કોંગ્રેસના આકરા પ્રહાર
ભાજપની આગેવાની વાળી ગુજરાત સરકારે અરબી સમુદ્રમાં માછીમારી પ્રવૃતિ પરનો પ્રતિબંધ એક પખવાડિયા એટલે કે ૧૫ ઓગસ્ટ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. કોંગ્રેસે આને અયોગ્ય અને વિચારવિહીન પગલું ગણાવ્યું છે જેનાથી માછીમારોને આર્થિક નુકસાન થશે. રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે માછલીઓને સંવર્ધન માટે વધુ સમય આપવા માટે માછીમારોના સંગઠન દ્વારા […]
૭૨ વર્ષીય વૃદ્ધની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં સુરત પોલીસે ૨ ની ધરપકડ કરી
સુરત પોલીસને વધુ એક મોટો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, ભેંસાણ ગામ ખાતે રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધની ગામમાં આવેલ કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન માફિયાઓએ જમીન પચાવી પાડી હતી. ટોળકીએ વૃદ્ધના આધારકાર્ડ અને પાનકાર્ડમાં ફોટા સાથે ચેડાઓ કરી બોગસ દસ્તાવેજ બનાવ્યા બાદ જમીન ખરીદનાર પાસેથી ૩.૪૧ કરોડ પડાવી લીધા હતા. જાેકે, વૃદ્ધાને આ અંગે […]
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ન શરૂ થતાં વિધ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ
બોર્ડની ધો. ૧૨ ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે, કોમર્સ ફેકલ્ટીમાં ૫૦૦ જેટલી બેઠકો ખાલી હોવા છતાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમા ફરી એક વાર નવો વિવાદ સર્જાયો છે, જેમાં વિધ્યાર્થી સંગઠનો દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેનું કારણ છે, તાજેતરમાં બોર્ડની ધો. ૧૨ ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે અને હાલ […]










