દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી […]
Author: JKJGS
પહેલીવાર ઓગસ્ટમાં હીરાનાં મોટા કારખાનાંઓમાં 10 દિવસનું વેકેશન
હીરાનાં મોટા કારખાનાંઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઇ છે. જો કે, કંપનીઓના મતે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લાં 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. ભારતમાંથી 60 ટકા […]
સુરતમાં 2,351 કિલો મર્ક્યુરીથી બનેલું અદભુત શિવલિંગ; શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા
આજથી (5 ઓગસ્ટ) પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જેને લઇ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે વિશ્વનું સૌથી મોટા પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે. 2,351 કિલોનું મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે અને ધન્યતા અનુભવે છે. મર્ક્યુરીમાંથી બનેલું વિશ્વનું સૌથી […]
અંબાજી-આબુરોડ હાઇવે ઉપર સુરપગલા ગામ નજીક લકઝરી બસ નદીમાં ખાબકી:12 ને ઈજા
અંબાજી – આબુરોડ હાઇવે ઉપર સુરપગલા નજીક આવેલા વળાંકમાં શનિવારે સવારે એક ખાનગી બસના ચાલકે કાબૂ ગુમાવતા 56 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.12 મુસાફરોને વધુ ઇજાઓ થઇ હતી. જ્યારે અન્યને સામાન્ય ઇજાઓ થઇ હતી.હિંમતનગરના દેરોલના મુસાફરો પરત આવી રહ્યા હતા તે […]
અંકલેશ્વરના ગોડાઉનમાં જોખમી રસાયણોયુકત ડ્રમ ધોવાનું કૌભાંડ
અંકલેશ્વરની તાપી હોટલ પાછળ આવેલાં ગોડાઉનમાં મંજૂરી વિના જોખમી ડ્રમ ધોઇને પ્રદૂષણ ફેલાવતાં સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ સામે આવેલા પ્લોટમાં દેવજી લાલજી વાઘેલાના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં અસંખ્ય રાસાયણિક કેમિકલયુક્ત ડ્રમ મળી આવ્યાં હતાં. આ ડ્રમને ગોડાઉનની અંદર જ ધોવામાં આવતાં હોવાથી કેમિકલયુકત પાણી જાહેરમાં […]
પહેલાં વાયરો નાખવા ખાડા ખોદયા, વરસાદ પડતાં જ હાઇવે પર ભૂવા પડ્યાં
નેત્રંગના મોવી ગામેથી કેલીકુવા સુધીનો નેશનલ હાઇવે નંબર 56 વાહન વ્યવહારથી સતત વ્યસ્ત રહેતો રોડ છે. જોકે, ચોમાસામાં આખો રસ્તો અત્યંત બિસમાર થઇ ગયો હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતોની ઘટનાઓ પણ છાસવારે બને છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માર્ગ પ્રત્યે દુર્લક્ષ્ય કરતાં હોય તેમ […]
સોમનાથ મંદિરમાં પ્રવેશ, બહાર નીકળવાના માર્ગ જુદા; હવે શ્રદ્ધાળુઓની ભીડ નહીં થાય
સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો સામસામાં ભટકાય એવું નહીં બને, પરિણામે મંદિરના સંકુલમાં ભીડ પણ જમા નહીં થાય. જ્યાં જૂનું એસટી બસ સ્ટેશન હતું ત્યાંથી હવે ભાવિકોને પ્રવેશ અપાય છે, જૂની એન્ટ્રી જ્યાંથી થતી ત્યાંથી હવે ભાવિકો બહાર નીકળશે. મંદિર સંકુલમાં 30 હજાર ચોરસ […]
રેલવે પોલીસની સી-ટીમે 3 વર્ષમાં ઘર છોડી ગયેલા 45 લોકોને સલામત રીતે પરિવારને સોંપ્યા
જૂનાગઢ રેલવે પોલીસની ‘શી’ ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ઘર છોડીને નીકળી ગયેલા 45 લોકોને સલામત રીતે તેમના પરિવારને સુપ્રત કર્યા છે. પોલીસ ટીમની પૂછપરછમાં મહિલાઓ ઘર કંકાસ, બાળકો માતા પિતાએ ઠપકો આપ્યો હોય, વૃદ્ધો તેમજ પુરૂષો માનસિક અસ્વસ્થતાના કારણે ઘર છોડી દેતા હોવાના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. બીજી તરફ જૂનાગઢ રેલવે પોલીસની […]
ઓટોરિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે રૂ. 1 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો
રાજકોટમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડો ફોડી નાખી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચનાં પેટ્રોલિંગ દરમિયાન જામનગર રોડનાં સાંઢિયા પુલ પાસેના હુડકો ક્વાર્ટર શેરી નંબર-1માં ઓટોરિક્ષામાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 113 બોટલો […]
શ્રાવણના પ્રારંભે શિવમંદિરમાં ભસ્મ આરતી કરાઈ, મંદિર પરિસર હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, ભોળાનાથને રિઝવવા ભક્તો ઉમટ્યાં
આજે જામનગર શહેરમાં આવેલ પ્રસિદ્ધ વેદનાથ મહાદેવ મંદિરમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની જેમ ભસ્મ આરતી કરવામાં આવી. શ્રાવણ માસના પ્રારંભે જ પ્રથમ સોમવારે ભોળાનાથને આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપડી પડ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમવારે સવારે શહેરમાં આવેલ પ્રસિદ્ધ વેદનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવશે. ત્યારબાદ મહાદેવની પૂજા, અર્ચના અને […]










