Gujarat

શાળા અને ઘરે જાણ કર્યા વગર નીકળી ગઈ ને છેક સાંજે મળી; શાળા સંચાલકે કહ્યું-‘વાલી અમારા મિત્ર જેવા છે, અમારે સમાધાન થઈ ગયું’

રાજકોટની વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. 2 દિવસ પહેલા શહેરના મવડી પાળ રોડ પર આવેલી તપન સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ એક લાફો માર્યો હતો. જોકે બાદમાં આ દીકરી સ્કૂલેથી કોઈને કહી આવીને નીકળી ગઈ હતી અને ઘરે પહોંચી ન હતી. જેથી વાલી પોલિસ મથકે પહોંચ્યા […]

Gujarat

જુગાર રમતા ત્રણ શખ્સોને LCBએ ઝડપ્યા, એક ફરાર, રૂ.55,000નો મુદ્દામાલ કબજે

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શિશુવિહાર સર્કલ વિસ્તારમાં આવેલા યુસુફ બાગમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રજાકભાઇ ઇસ્માઇલભાઇ સાકરવાલાના રહેણાંક મકાન B-વીંગ, ફ્લેટ નંબર-104માં દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી રજાકભાઇ પોતાના ઘરમાં બહારથી માણસોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતો હતો અને નાળ ઉઘરાવી આર્થિક લાભ મેળવતો હતો. પોલીસે દરોડા દરમિયાન મકાન માલિક […]

Gujarat

28 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના 230 દાવેદાર મેદાને, 3 દિવસમાં 59 ફોર્મ ઉપડ્યા

માણસા નગરપાલિકાની આઠ વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપમાંથી 140 અને કોંગ્રેસમાંથી 90 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભાજપના દાવેદારો મોવડી મંડળની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. સત્તાધારી ભાજપ […]

Gujarat

બીજા દિવસે વધુ 39.70 લાખની વીજચોરી ઝડપાઈ

જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દિવસમા કુલ 42 જેટલી વીજ ચેકીંગની ટુકડી દ્રારા 1019 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 182 કનેકશનમાથી કુલ રૂ. 84.30 લાખની વીજ ચોરી પકડી પાડેલ છે. મંગળવારે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે પીજીવીસીએલની […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં પ્રજાસતાક પર્વની રાત્રે દેશભક્તિના રંગે રંગાઈ જવા માટે એકતા ગ્રુપ સાવરકુંડલા દ્વારા એક સુમધુર કરોઓકેની તર્જ પર હિંદી ગીતોનો કાર્યક્રમ યોજાયો 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંગીતપ્રેમી ફિલ્મી ગીતના રસિયાઓએ મન ભરીને માણ્યો દેશભક્તિ ગીત કાર્યક્રમ સંગીતપ્રેમીની ફરમાઈશ પર અન્ય સુમધુર ગીતો જેવા કે આજ રપટ જઈઓ તો હમેં ના ઉઠઈયો.. જેવા રોમાંટિક ગીતોના સૂર તાલે રસિયાઓ ઝૂમી ઉઠ્યા કિશોર કુમાર, લતાજી, આશાજી, મુકેશ, મહમદ રફીના ગીતોએ એ મહાન ગાયકોની યાદોં સાથે દેશભક્તિનું આ પર્વ શાનથી ઉજવવામાં […]

Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્રારા માંગરોળના  લોએજ ખાતે  એક-દિવસીય નિદર્શન અને તાલીમ યોજાઈ

માંગરોળ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ૧૦૦ કરતા વધુ તાલિમાર્થી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજની ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ – સિચાઈ પાણી વ્યવસ્થાપન, સિંચાઈ અને ડ્રેનેજ ઇજનેરી વિભાગ દ્વારા, “દરિયાકાંઠા વિસ્તારમાં ભૂગર્ભજળ રીચાર્જ અને સિંચાઈ પાણી વ્યવસ્થાપન” વિષય પર દરિયાકાંઠા વિસ્તારના માંગરોળ તાલુકાના લોએજ તથા તેની આસપાસના ગામોના ખેડૂતો તેમજ મેરા ગાવ […]

Gujarat

રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધાનું સમાપન

ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટના બાલભવન ખાતે જિલ્લા કક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શહેરના શ્રેષ્ઠ કબડ્ડી ખેલાડીઓએ ઉત્સાહભર્યા પ્રદર્શન દ્વારા પોતાનું કૌશલ્ય દાખવ્યું અને ખેલ મહાકુંભના મિશન “સૌની ભાગીદારી”ને સાકાર કર્યું હતું. સ્પર્ધામાં રાજકોટ કબડ્ડી એકેડેમીની ટીમ પ્રથમ સ્થાને, આર.આર. સ્પોર્ટ્સ ટીમ બીજા સ્થાને અને રાજકોટ સ્પોર્ટ્સ ક્લબની […]

Gujarat

મુંજકા-૨ પ્રાથમિક શાળામાં સાંસદશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં મેઘધનુષનો આઠમો રંગ વાર્ષિકોત્સવ યોજાયો

રાજકોટ જિલ્લાની મુંજકા-૨ પ્રાથમિક શાળામાં ગત તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સાંસદશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વાર્ષિકોત્સવ – મેઘધનુષનો આઠમો રંગ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, નાટક, ભજન, મેજિક શો સહિત વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે સાંસદશ્રીના હસ્તે સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ., દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવમાં યુનાઇટેડ કેર હોસ્પિટલ દ્વારા […]

Gujarat

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઇ 

76મા પ્રજાસત્તાક પર્વ ની  જિલ્લા કક્ષા ની ઉજવણી ગીર   સોમનાથ જિલ્લાના   ઉના ખાતે  ૭૬ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં  ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ મેલેરિયા શાખા દ્વારા બનાવામાં આવેલ મેલેરિયા મુક્ત ગુજરાત 2030 ના મેલેરિયા રથ ને પ્રથમ નંબર આવેલ.  આ […]

Gujarat

માંગરોળ તાલુકાના લોએજ ગામે ચાંડેરા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન  

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 29/01/2025 ના રોજ .નાથીબેન રાજદેભાઈ ચાંડેરા,ઉ.વ.૯૫ નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ લખમણભાઈ રાજદેભાઈ ચાંડેરાના માતૃશ્રી થાય છે.તેમજ લોએજ ગામના માજી સરપંચશ્રી રામભાઈ નંદાણિયાના નાની થાય છે. માજી સરપંચ શ્રી રામભાઈએ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા  હરદિપસિંહ જેઠવાએ  મૃતકના બન્ને ચક્ષુ લઈ  મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ […]