Gujarat

પાકિસ્તાનને હવે રાવી નદીનું પાણી નહીં મળે, 42 વર્ષે પ્રોજેક્ટ પૂરો, ભારતના 3 રાજ્યોને થશે ફાયદો

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીને પાકિસ્તાન તરફ જતુ રોક્યુ છે. વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે. પંજાબના પઠાનકોટ જિલ્લામાં આવેલુ શાહપુર કંડી બેરાજ જમ્મુ-કાશ્મીર અને પંજાબની વચ્ચે વિવાદના કારણે રોકાયેલુ હતુ પરંતુ તેના […]

Gujarat

થાન બાંડીયા બેલી ડેમના ખાણમાંથી નીકળતા ઝેરી પાણી ઠાલવતા ખેતીને નુકસાન, ખેડૂતોમાં રોષ

થાન બાંડીયા બેલી ડેમ આસપાસ ગેરકાયદેસર ખનન થઇ રહ્યુ છે. જેના બ્લાસ્ટીંગના ઝેરી પદાર્થના કારણે પાણીને અસર થાય છે, તે પાણી ડેમમાં આવતા ત્યાંથી ખેતરોમાં ઠલવાય છે.જેના કારણે પાકને અને ખેતી જમીનને નુકશાન થાય છે. આથી ઝેરી પાણી ડેમમાં ઠલવાતા બંધ કરાવવા ખેડૂતોની માંગ છે. થાનગઢ તાલુકાનું રૂપાવટી અને થાનગઢ વિસ્તારના 2500 વીઘાથી પણ વધારે […]

Gujarat

રાજકોટ સોમનાથ ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ

ગોંડલ  રેલવે તંત્ર દ્વારા રાજકોટ સોમનાથ રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરીને સમયસર પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ કોઇ પણ કારણોસર ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતી ન હતી. જો કે રવિવારે સાંજે રાજકોટથી સોમનાથ જતી લોકલ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતા મુસાફરીમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી.

Gujarat

ધોરાજીમાં બાઇકચાલકનો વિચિત્ર અકસ્માત, ટ્રકની અડફેટે આવતાં બાઇકનો બુકડો; પિતા-પુત્રનો આબાદ બચાવ

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે અને સમયાંતરે અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, કહેવત છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગઈકાલે રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં આ કહેવતને સાર્થક કરતી એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ટ્રકની અડફેટે આવતા બાઈકનો બુકડો બોલી ગયો હતો. જોકે, આ બાઈક […]

Gujarat

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બાલ હનુમંત શક્તિ સંગમનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા વર્ષ 2024 દરમ્યાન જાન્યુઆરી માસમાં હિન્દુ શક્તિ સંગમ યોજાયું હતું જેમાં શહેરના વ્યવસાયી અને મહાવિદ્યાલયના સ્વયંસેવકોએ ભાગ લીધેલ હતો તેના અનુસંધાને તારીખ 24-02-2024 , શનિવાર ના રોજ જામનગરના બાલ વિદ્યાર્થી સ્વયંસેવકો માટે કે જેઓ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરતા હોય તેમના માટે બાલ હનુમંત શક્તિ સંગમ વ્રજભૂષણલલાજી મહારાજ શ્રી વિદ્યાલય, […]

Gujarat

અરુણભાઈ મજીઠીયાના નિધનથી રઘુવંશી સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે: સાંસદ પરિમલ નથવાણી

ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી અને અગ્રણી વેપારી અરૂણભાઈ હેમરાજભાઈ મજીઠીયાનું તાજેતરમાં દુઃખદ અવસાન થતા ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ધાર્મિક સ્વભાવના તેમજ સૌ કોઈને સાથે લઈને ચાલવાવાળા અરૂણભાઈ મજીઠીયા ફક્ત ખંભાળિયા પંથકમાં જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાં એક નિષ્ઠાવાન સેવાભાવી […]

Gujarat

એસ્ટેટ વિભાગને નહીં દેખાતા દબાણ AMTSની બસમાં ગોઠવવામાં આવેલા કેમેરામાં પકડાઈ ગયા

મ્યુનિ. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ એએમટીએસની 10 બસમાં ડ્રાઈવરની કેબિનના ગ્લાસ પર જ કેમેરા લગાવાયા છે. આ કેમેરાથી રોડ પરનાં દબાણ, રોડની સ્થિતિ, કચરો, રખડતાં ઢોર જેવી ફરિયાદો સ્થળ સાથે નોંધીને કંટ્રોલ રૂમમાં વીડિયો મોકલાય છે. મ્યુનિ.ને છેલ્લા 15 દિવસમાં જ એએમટીએસ બસોમાં લગાડાયેલા કેમેરામાંથી મ્યુનિ.ને દબાણ અંગેની 453 ફરિયાદ મળી હતી અને એસ્ટેટ વિભાગે […]

Gujarat

રાજકોટમાં 15 દિવસથી સારવાર લઈ રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને વડાપ્રધાનના કાર્યક્રમમા હાજર ન રહી શક્યાનો વસવસો

15 દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અનેક મંત્રીઓ અને રાજકારણી દ્વારા તેમના ખબરઅંતર પૂછવામાં આવ્યા છે. ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી રાજકોટ પહોચ્યા ત્યારે તેમની સાથે મુલાકાત ન થઈ શકી હોવાનો રાઘવજી પટેલને ઘણો વસવસો છે તેમ તેમની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટરે […]

Gujarat

આર સી મિશન પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો

 આર સી મિશન પ્રાથમિક શાળા- કઠલાલમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો માટેનો રમતોત્સવ યોજાઇ ગયો, જેમાં લંગડી દોડ, લખોટી ચમચી. લાબી કુદ,દેડકા દોડ વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી. શાળામાં પધારેલ મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને રમતોત્સવને અંતે મુખ્ય મહેમાન રમેશભાઇ એસ પરમાર ( નિવૃત આચાર્ય) અને લક્ષ્મણભાઈ એસ પરમાર (સરપંચ […]

Gujarat

ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળામાં આરોગ્ય વિષયક વક્તવ્ય યોજાયું

એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારનાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળા ક્રમાંક- 187 નાનીવેડ ખાતે ‘ઉજાશ ભણી’ કાર્યક્રમ હેઠળ વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ છે. સદર કાર્યક્રમ અંતર્ગત 24 ફેબ્રુઆરીનાં રોજ ‘આરોગ્યપ્રદ જીવનશૈલીની રીતો’ વિષય પર ડૉ. અભિષેક મુખરજીએ […]