Gujarat

સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હરિભકતોનું પ્રસ્થાન

ગઢપુર ખાતે ભવ્ય શાકોત્સવમાં ૧૫૦ ગામોના હરિભકતો પદયાત્રામાં જોડાયા. સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર દ્વારા વડતાલ આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજની ૭૫ મી જન્મ જયંતી નિમિતે સાવરકુંડલાથી બે રાત્રિ અનેં ત્રણ દિવસ પદયાત્રા કરશે સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સુધી હરિભક્તો જવા રવાના થયા છે ત્યારે ૭૫ મી જન્મ જયંતી છે એટલે ૭૫  ગામના લોકો પદયાત્રામા જોડાય તેવી ઈચ્છા હતી […]

Gujarat

ભારત જોડો યાત્રામાં દુર્ઘટના, રાહુલ ગાંધી જે કેમ્પમાં રોકાયા ત્યાં વીજકરંટથી 1 મજૂરનું મોત, 7 ઘાયલ

આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરીને લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પહોંચેલી રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં મોટી દુર્ઘટના ઘટી છે. રાહુલ ગાંધી માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં બનેલા સીઆરપીએફના વોચ ટાવરમાં કરંટ આવવાથી એક […]

Gujarat

વડોદરાના માંડવી બેંક રોડ પર 3 માળની બિલ્ડિંગ જમીનદોસ્ત, રાતનો સમય હોવાથી જાનહાનિ ટળી

વડોદરા શહેર ખૂબ જ જૂનું અને જાણીતું શહેર છે, અહીં ખૂબ જ જૂની ઇમારતો આવેલી છે. ગત અઠવાડિયે સરકારી ટેક્નિકલ સ્કૂલનો એક ભાગ ધરાશાયી થયો હતો. ત્યારે ગત મોડી રાત્રે શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જર્જરિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. જોકે, આસપાસ કોઈ ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. બિલ્ડિંગ જમીનદોસ્ત થતા […]

Gujarat

વડાપ્રધાને જગતમંદિરે પૂજા-અર્ચના કરી, રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. હવે અહીંથી દ્વારકામાં 9:30 વાગ્યે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૨૫-૦૨-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ […]

Gujarat

માઇભક્તો વધુમાં વધુ સંઘો લઈ શક્તિપીઠ દર્શને પહોંચે એ માટે અંબિકારથનું આયોજન કરાયું; રથ ગુજરાતનાં બધાં ધાર્મિક સ્થળે જશે

જ્યાં લાખો પદયાત્રીઓ પગપાળા ચાલી શ્રદ્ધાથી અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. એમાં માઇભક્તો વધુમાં વધુ સંઘો લઇ શક્તિપીઠ અંબાજીનાં દર્શને પહોંચે એના પ્રચાર-પ્રસાર માટે શક્તિ અંબિકારથનું આયોજન કરવામાં આવ્યું છે. રથ ગુજરાતનાં તમામ ધાર્મિક સ્થળે જશે. વધુમાં વધુ સંઘોને જોડવાનો ઉદ્દેશ અંબાજી મંદિર […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સ થી પાયલોટ બંગલા સુધી રોડ-શો યોજશે, રાત્રિ રોકાણ ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કરશે

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને રાત્રિના રોકાણ કરવાના છે ત્યારે શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી કિલ્લાની જેમ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રિ રોકાણને કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારે 700 થી વધુ પોલીસ અને 300 થી વધુ […]

Gujarat

ડીસામાં PMJAY યોજનાના નાણા ન ચૂકવાતા તબીબોની હડતાલની ચીમકી; સરકારે બે વર્ષથી નાણા ન ચૂકવતા હોસ્પિટલો ચલાવવી મુશ્કેલ

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણા છેલ્લા બે વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા તબીબોએ હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર પૈસા ચૂકવતી ન હોવાથી તબીબોને હોસ્પિટલ ચલાવવી તેમજ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ મફતમાં મળી રહે […]

Gujarat

પાલનપુરમાં માનસરોવરની દીવાલ ધરાશાયી

શહેરના માનસરોવર તળાવમાં છ મહિનાથી ચાલી રહેલી તળાવની સફાઈ કાર્ય દરમિયાન તળાવમાંથી હજારો કિલો જળકુંભી બહાર કાઢવામાં આવી છે. દરમિયાન શુક્રવારે સાંજે તળાવની દીવાલનો એક ભાગ અચાનક જમીનદોસ્ત થયો હતો જેમાં દીવાલની ઉપર જ ઉભેલા ડૉ.રવિ સોનીનો બચાવ થયો હતો.રવિ સોનીએ જણાવ્યું કે માનસરોવરમાં જગ્યા જગ્યાએથી દીવાલો પાણીના વધુ પડતા પ્રેશરના લીધે તૂટી છે. પાલિકા […]

Gujarat

સરકારી કર્મીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ બ.કાં.નાં 2500 શિક્ષકો આંદોલનમાં જોડાયા

પડતર માંગણીઓને લઈને શિક્ષકોનું જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું હતું. શુક્રવારે બનાસકાંઠાનાં 2500 શિક્ષકો એક દિવસની સીએલ પર ઉતરી ગાંધીનગર આંદોલનમાં જોડાઈ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયકુમાર બી. દવેએ જણાવ્યું હતું કે ‘જુની પેન્શન યોજના અને પડતો પ્રશ્નો બાબતે સરકાર દ્વારા સમાધાન થવા છતાં ઠરાવો ન થવાના કારણે […]