International

એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો

લંડનને ન્યૂયૉર્ક સાથે જાેડવા ઓછી કિંમતે બનાવી શકે છે દરિયાની નીચે ટનલ : મસ્ક એલન ટેસ્લાના ચીફ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. એલન મસ્કએ પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બૉરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયૉર્ક શહેર સાથે જાેડવા માટે દરિયાની નીચે એક ટનલ બનાવશે, જે એક કલાકથી પણ ઓછો […]

International

કોઈ શરત વિના યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર : વ્લાદિમીર પુતિન

મને લાગે છે કે ટૂંક સમયમાં યુક્રેનિયન નાગરિકો જે લડવા માંગે છે તે ભાગી જશે : વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં યુક્રેન પર સમાધાન કરવા તૈયાર છે. નોંધનીય બાબત એ છે કે પુતિને કહ્યું છે કે યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત શરૂ […]

International

બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ તેના આંતરિક અને બાહ્ય દબાણનું પરિણામ છે

૧૯૭૧ માં, ભારત એ પોતાની સૈન્ય અને આર્થિક તાકાતના બળ પર બાંગ્લાદેશ (મ્ટ્ઠહખ્તઙ્મટ્ઠઙ્ઘીજર) ને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજાેગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪ માં શેખ હસીના સરકારના પતન અને ભારત વિરોધી શક્તિઓના સત્તામાં આવ્યા પછી બાંગ્લાદેશમાં આર્થિક અને સામાજિક પતન […]

International

યુએસમાં શટડાઉનનો ખતરો!

શટડાઉનની સ્થિતિથી અમેરિકામાં ગંભીર આર્થિક અને વહીવટી સંકટ આવી શકે અમેરિકા હાલમાં ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. સ્થિતિ બંધ થવાની નજીક છે. ભંડોળ એકત્ર કરવા માટે, યુએસ સંસદમાં ગુરુવારે (૧૯ ડિસેમ્બર) રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપ્યું […]

National

સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને, સંસદ ભવનના પ્રાંગણમાં દેખાવો દરમિયાન બંને પક્ષોના સાંસદો વચ્ચે ધક્કા મુક્કી

બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. આજે ગુરુવારે સંસદ ભવનના પ્રાંગણમાં દેખાવો દરમિયાન બંને પક્ષોના સાંસદો વચ્ચે ધક્કા મુક્કી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના બે સાંસદો આ ધક્કા મુક્કીમાં ઘાયલ થયા છે. વિપક્ષે શાસક પક્ષ પર ધક્કા મુક્કી કરવાનો આરોપ લગાવ્યો છે. આવા સમયે, […]

National

સંસદભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સંસદ સભ્યો એકબીજાની સામે આવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના, આંબેડકરને લઈને રાજ્યસભામાં કરાયેલ નિવેદન અને સંસદ ભવનના પરિસરમાં થયેલ ધક્કા મુક્કી કેસમાં કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ ઘટનાને લઈને દેશનો રાજકીય મૂડ બદલાઈ ગયો છે. હવે કોંગ્રેસ આ બંને બાબતોને લઈને શુક્રવારે દેશભરના તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે. અત્રે […]

National

આરએસએસના વડા ડો. મોહન ભાગવતે ઉત્સવનુ ઉદ્‌ઘાટન કર્યા બાદ સંબોધન કર્યું

મોહન ભાગવતે માનવતા અને વિશ્વ શાંતિના મહત્વ પર ભાર મૂક્યો પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્‌ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુણેમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા શિક્ષણ પ્રસારક મંડળીના કોલેજ ગ્રાઉન્ડમાં હિન્દુ સેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું […]

National

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ પાઠવી છે. નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધની નોટિસ મોકલી આપી છે. તેમણે લોકસભા અધ્યક્ષને આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવા કહ્યું છે. નિશિકાંત દુબેએ […]

National

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન થયું

૮૯ વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈન્ડિયન નેશનલ લોકદળ (ૈંદ્ગન્ડ્ઢ)ના વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. ૮૯ વર્ષની વયે તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણામાં ઘણી વખત કમાન સંભાળી હતી. ઓમ પ્રકાશ ચૌટાલા ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર હતા. હરિયાણાની રાજનીતિમાં તેઓ […]

National

CNG ટ્રેક બ્લાસ્ટ, ૪૬ લોકો આગની લપેટમાં, ૬ લોકો દાઝી ગયા, ૪૦ વાહનો બળીને રાખ, વીડિયો વાયરલ

જયપુર- અજમેર હાઇવે પર ટ્રક સીએનજી અથડામણ થતા વિસ્ફોટ, છ લોકોના મોત થયા રાજસ્થાનના જયપુરમાં શુક્રવારની સવારે એક ડરામણી શરૂઆત થઈ, જ્યારે એક મોટો માર્ગ અકસ્માત અને જાેરદાર વિસ્ફોટ લગભગ ૫૦ લોકોને લઈ ગયો. જયપુરના અજમેર રોડ પાસે એક સીએનજી ટુક બીજા ટ્રક સાથે અથડાઈ હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો અને ચારે તરફ આગ ફેલાઈ […]