મધ્ય ચીનમાં ફટાકડા ઉત્પાદન સુવિધામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે, જ્યારે ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, એમ મીડિયા સૂત્રોએ મંગળવારે રાજ્ય મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું. આ ઘટના સોમવારે સાંજે લગભગ ૫ વાગ્યે હુનાન પ્રાંતના લિયુયાંગ શહેરમાં બની હતી, જે તેના ફટાકડા ઉદ્યોગ માટે જાણીતું છે. ગુઆન્ડુ ટાઉનશીપમાં […]
Author: JKJGS
યુએઈના ફુજૈરાહમાં શંકાસ્પદ ઈરાની હુમલામાં ૩ ભારતીય ઘાયલ; વિદેશ મંત્રાલયે ઘટનાને ‘અસ્વીકાર્ય‘ ગણાવી
ભારતે યુએઈના ફુજૈરાહમાં થયેલા હુમલા પર કડક પ્રતિક્રિયા આપી છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા, અને આ ઘટનાને ‘અસ્વીકાર્ય‘ અને ‘ખૂબ જ ચિંતાજનક‘ ગણાવી છે. વિદેશ મંત્રાલયે સંડોવાયેલા તમામ પક્ષોને તાત્કાલિક કોઈપણ ચાલુ દુશ્મનાવટ બંધ કરવા વિનંતી કરી છે, ખાસ કરીને જે નાગરિકોને જાેખમમાં મૂકે છે અથવા નાગરિક માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડે છે. […]
IPO અને શેરબજારમાં રોકાણના બહાને યુવક સાથે 26 લાખની છેતરપિંડી
વડોદરા શહેરના યુવકને IPO અને શેર બજારમાં નફો કમાવવાની લાલચ આપી સાયબર ઠગોએ 26.05 લાખની છઠગાઈ કરી છે. નકલી વેબસાઈટમાં રોકાણ કરેલા નાણાં નફા સાથે 39 લાખ રૂપિયા યુવકને બતાવતા હતા, પણ માત્ર 16 હજાર રૂપિયા પરત કર્યા બાકીના નાણાં પરત કર્યા નહોતાં. જેથી યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. […]
વડોદરામાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 7 ઝડપાયા
વડોદરા શહેરમાં IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા સાત શખ્સોને એલ.સી.બી. ઝોન-3 દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગોડાઉનમાં સટ્ટો રમાડતાં હતા એલ.સી.બી. ઝોન-3ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને […]
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પુત્રને મળવા જતા પિતાનું એક્ટિવાની અડફેટે મોત, બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બનેલા ચાર અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કૃષ્ણા હોટેલ પાસે રિક્ષામાંથી ઉતરીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. તો પાયોનીયર કોલેજ પાસે અને તરસાલી-જાંબુવા બ્રિજ વચ્ચે પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. નેશનલ હાઈવે 48 પર વૃદ્ધનું મોત […]
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કન્ટેનરમાંથી રૂ. 6.90 લાખનો દારૂ ઝડપાયો
વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર ચિકોદરા ગામ નજીક આપેશ્વર મહાદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી અને કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પોપકોર્નની આડમાં છુપાવેલા દારૂનો જથ્થો ભરેલા ટ્રક સહિત રૂ. 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને ત્રણને વોન્ટેડ […]
TATની પરીક્ષામાં મોબાઈલ સાથે યુવતી ઝડપાઈ
રાજકોટની માસ્તર સોસાયટીમાં આવેલી કસ્તુરબા વિદ્યાલયમાં તાજેતરમાં લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) દરમિયાન ગેરરીતિનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલીના શેડુભાર ગામની વંદનાબેન સોલંકી નામની મહિલા ઉમેદવાર પોતાની કુર્તીમાં મોબાઈલ છુપાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશવામાં સફળ રહી હતી. જોકે, પરીક્ષા દરમિયાન અચાનક મોબાઈલમાં મેસેજ આવતા તેનો અવાજ સંભળાયો હતો, જેના કારણે સુપરવાઈઝરને શંકા ગઈ હતી. ચાલુ […]
જામનગરમાં ફાયર સેફ્ટી ચેકિંગ, એક હોટલ સીલ
જામનગર નજીક એક રિસોર્ટમાં ગત રવિવારે લાગેલી આગની ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા (JMC) સક્રિય બની છે. મહાનગરપાલિકાએ શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલી હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોની કડક તપાસ શરૂ કરી છે. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા, ટીપીડીપી બ્રાંચ અને અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા આજે વિશાળ ચેકિંગ ડ્રાઇવ […]
પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ભાજપનો વિજય
પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા વિજયની ઉજવણી જામનગર શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આ વિજયોત્સવમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિજયના સમાચાર મળતા જ જામનગર ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ ઢોલ-નગારાના […]
ગળેટુંપો આપીને હત્યા મોઢામાં પથ્થર માર્યો; લૂંટના ઈરાદે હત્યા થયાની શંકાએ તપાસ
જામનગર શહેરના સુભાષ બ્રિજની નીચે વૃધ્ધની ગળેટુંપો આપી, નદીમાં ફેંકીને મોઢા પર પથ્થર મારીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દીધો હતો. મચ્છીનો વેપાર કરતા હોય અને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના સુભાષ બ્રીજ નજીક રંગમતી નદીના કાંઠેથી વહેલી […]










