National

મહારાષ્ટ્રમાં પરિણામના ૬ દિવસ થયા પરંતુ મુખ્યમંત્રી પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્‌

એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા! એકનાથ શિંદેએ મિત શાહ સાથેની બેઠકમાં વિધાન પરિષદના અધ્યક્ષ પદ અને ૧૨ મંત્રી પદની માંગણી કરી મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યાને ૬ દિવસ થઈ ગયા છે પરંતુ મુખ્યમંત્રી પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્‌ છે. આ મુદ્દે ગુરુવારે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મહાગઠબંધનમાં સામેલ ત્રણેય પક્ષોના નેતાઓની […]

Gujarat

મોરબીમાં આધાર કાર્ડની કામગીરી માટે 17 કેન્દ્ર કાર્યરત, વધુ 50 કીટ ફાળવાશે

મોરબી તાલુકા સેવા સદનમાં આવેલી મામલતદાર કચેરીમાં આધારકાર્ડ અને રેશનકાર્ડની કેવાયસીની કામગીરીમાં લોકોની ભીડ વધવાથી ભારે તકલીફો પડતી હોવાનો દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થતા જિલ્લા કલેક્ટર હરકતમાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીએ આજે વહેલી સવારે તાલુકા સેવા સદનની મામલતદાર કચેરીની વિઝીટ લઈ આધારકાર્ડ અને રેશનકાર્ડની કેવાયસીની કામગીરીનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ […]

Gujarat

રાજકોટ તાલુકા મામલતદારે કુવાડવામાં 500 ચોરસ મીટર જમીન પરનું દબાણ બુલડોઝર ફેરવી દૂર કર્યું

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો ખડકાઇ રહ્યા છે અને આવા દબાણો હટાવવા રેવન્યુ તંત્ર વારંવાર કાર્યવાહી પણ કરે છે. તંત્ર દબાણકર્તાઓને નોટીસો ફટકારી અને દબાણો ઉપર બુલડોઝર પણ ફેરવી દે છે. આમ છતાં આવી ખુલ્લી થયેલી જમીનો ઉપર ફરી દબાણો પણ ખડકાય જાય છે ત્યારે ફરી એકવાર રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના […]

Gujarat

સ્કોલરશીપની લાલચે પ્રવેશ કરાવી વિદ્યાર્થી દીઠ 1.74 લાખ ફી વસૂલી પણ ન પરીક્ષા લીધી કે ન સર્ટિફિકેટ આપ્યાં

લાલ દરવાજા પાસેની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ મા કામલ ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદે નર્સિંગ કોર્સ ચલાવી વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની 1.74 લાખ ફી લઇ પરીક્ષા ન અપાવી કોર્સ પૂરો કરાવ્યો ન હતો અને સર્ટિફિકેટ કે માર્કશિટ પણ ન આપતા આખરે રાજપીપળાની વિદ્યાર્થિનીએ મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડો. અનિલ કેસર ગોહિલ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. આ સંસ્થાની સુરત […]

Gujarat

લોથલની ઘટનામાં મૃતક યુવતીનો દેહ UP મોકલાયો

ધોળકા તાલુકાના લોથલ ગામે માટીની ભેખડ ખસી જવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા સુરભી રામ કિલ્લાવન વર્મા યૂપીના સીતાપુરના મૂળ રહેવાસી હતા તેથી તેમના 2 પિતરાઈ ભાઈઓ તેમનો મૃતદેહ લેવા આવતા તંત્ર દ્વારા તેમના મૃતદેહને યુપી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરીમાં કલેકટર અમદાવાદ તેમજ પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી ધોળકાના માર્ગદર્શન હેઠળ મામલતદાર સિદ્ધાર્થ ત્રિવેદી ધોળકાની […]

Gujarat

સ્કૂલ અને કોલેજમાં દેખાદેખી, બ્રેકઅપ તેમજ ઘરેથી ઠપકો મળતાં બાળકો નશાના રવાડે ચઢ્યા, અભયમને 1 વર્ષમાં 1453 કોલ મળ્યા

યુવા પેઢી સ્કૂલ-કોલેજ સમયે મિત્રો સાથે દેખાદેખી, પ્રેમસંબંધ તૂટી જવા જેવા અને કારણોસર નશાના રવાડે ચઢવા લાગી છે. જેમાં તેઓ ગાંજો, ડ્રગ્સ, દારૂ તથા સ્મેક જેવા નશાના બંધાણી થવા લાગ્યા છે. છેલ્લા એક વર્ષમાં અભયમ મહિલા હેલ્પલાઈનને 1453 કોલ મળ્યા હતા. નશા માટે બાળકો તથા યુવાનો ઘરમાં ઝઘડા કરવા, માતા-પિતાને મરી જવાની ધમકી આપી પૈસા […]

Gujarat

ભારતનો ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ 11 ટકાના દરે અને ગારમેન્ટ સેક્ટર 35 ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે: ગિરિરાજસિંહ

કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે તેમણે સુરત જિલ્લાના કિમ-કોસંબા સ્થિત વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળના મહુવેઝ-કોસંબા ખાતે ફેડરલ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થિત વિવિધ યુનિટો અને કર્મચારીઓના રહેણાંક મકાનની મુલાકાત લીધી હતી. આ અવસરે મંત્રીએ સિટિઝન અંબ્રેલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ તથા કુસુમનગર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આર્મી માટે ઉપયોગમાં […]

Gujarat

ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈ આવેલા મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો, ઓળખની દિશામાં તપાસ

સુરતના ઉમરા ગામ વિસ્તારમાં તાપી નદીમાંથી એક અજાણ્યા યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનો મૃતદેહ તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ ગ્રામ્ય લોકોને થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો કેટલા સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં […]

Gujarat

7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો

સુરત શહેરના SOG દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકને ખોટા નામે બનાવેલા બોગસ દસ્તાવેજો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમદ હમીમ અબ્દુલહક ફકીર […]

Gujarat

BSNLના 6.62 લાખના કોપર કેબલ વાયરની ચોરી, 5 દિવસ પહેલા નોકરીએ લાગેલા વૃદ્ધના કેરટેકર રૂા. 3.70 લાખની ચોરી કરી ફરાર

શહેરના ઘોડદોડ રોડ પર એલબી ર્ટનિંગ પોઈન્ટ પાસે BSNL કંપનીના કામકાજ ચાલી રહ્યું છે. જેથી કંપની દ્વારા કેબલ વાયરનો જથ્થો ર્ટનિંગ પોઈન્ટ પાસે આવેલ ભાવિક કોમ્પલેક્ષથી જેડી કોમ્પલેક્ષ સુધીના વચ્ચે મૂકી રાખવામાં આવ્યો છે. આ દરમિયાન થોડા દિવસ અગાઉ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર શખસોએ કુલ રૂપિયા 6. 62 લાખના કેબલ વાયરનો જથ્થો […]