જીરૂનો કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરૂની વાવણી ન કરતાં પાક ફેરબદલી કરવી જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં-વાવણી સમયે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કેટલાક પગલાં લેવા સૂચન કરવામાં આવ્યા છે. જે મુજબ, જીરૂનો કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત […]
Author: JKJGS
રાજકોટ જિલ્લામા સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર
અંદાજિત રૂ ૭ કરોડથી વધુની કિંમતની ૧૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલેશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારના રેવન્યુ સર્વે નંબર ૬૦૯ પૈકી ટી.પી.સ્કીમ નંબર ૨૩ના એફ.પી. નંબર ૩૪/૨ પર આવેલ […]
મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીના અભિયાન અંતર્ગત ગોંડલ તાલુકાના વાળધરી ગામ ખાતે મહિલા રોજગારલક્ષી એક દિવસીય તાલીમ યોજાઈ
ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીનું અભિયાન કાર્યરત છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્કીમ અંતર્ગત તા. ૨૬ નવેમ્બરના રોજ એપીક ફાઉન્ડેશન, અમદાવાદના સહયોગથી ગોંડલ તાલુકાના વાળધરી […]
રાજકોટમાં ઇન્ટેક દ્વારા વારસાગત વિવિધતાને ઉજાગર કરવા ‘વિશ્વ વારસા સપ્તાહ’ની ઉજવણી કરાઈ
સ્થાપત્યકળા વિશે વાર્તાલાપ, લાઈવ સ્કેચિંગ, સંગીત સંધ્યા સહિત પાંચ કાર્યક્રમો યોજાયા યુનેસ્કો દ્વારા સમગ્ર વિશ્વની વારસાગત વિવિધતાને લોકો સમક્ષ ઉજાગર કરવાના હેતુસર પ્રતિ વર્ષ તા. ૧૯થી ૨૫ નવેમ્બરને ‘વિશ્વ વારસા સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે. જેથી, દરેક નાગરિક સાંસ્કૃતિક ધરોહર વિશે માહિતગાર થાય. આ જ વિચાર સાથે રાજકોટમાં INTACH (ઇન્ટેક – ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) દ્વારા સમગ્ર […]
વિંછીયા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને “જળ સંચય” અભિયાન અન્વયે બેઠક યોજાઈ
સરકારના ‘‘જળસંચય જનભાગીદાર અભિયાન’’ અન્વયે ભૂગર્ભ જળના તળને રિચાર્જ કરવા માટે રાજકોટ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહોમાં વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો તૈયાર કરવાનો લક્ષ્યાંક અપાયો છે. જે અન્વયે વિંછીયા મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીની અધ્યક્ષતામાં તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કુવા, બોર રિચાર્જ કરવા અંગેની કામગીરી સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં જળસંચયની કામગીરીને […]
કડવા કોઠીંબામાંથી પણ કમાણી થઈ શકે છે. ફક્ત કૃષિ ક્ષેત્રે યોગ્ય દ્રષ્ટિકોણ અને કૂનેહ હોય તો દુનિયા આપણી મુઠ્ઠીમાં.. લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય જ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગર ગામે રહેતા ખેડૂતે પાંચ વીઘામાં કડવા કોઠીંબાનું વાવેતર કરી વેલ્યુ એડિશન કરી એક લાખની કમાણી કરી.આમ કડવા કોઠીંબા પણ લક્ષ્મીદેવીની કૃપાથી મીઠાં મધ જેવા લાગે છે. સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગરના એક ખેડુત પાંચ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા છેલ્લા બે વર્ષથી કોઠીંબાનું વાવેતર કરતા જોવા મળ્યા હતા. શ્રાવણ મહિનાની […]
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
એસ એમ જી કે શૈક્ષણિક સંકુલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓએ બાબાસાહેબ આંબેડકર તથા બંધારણ વિશે પ્રેરક વક્તવ્ય આપેલ સાથે સાથે શિક્ષકો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવેલ તેમાં સંકુલના બંને ડાયરેક્ટરો બોદર સર તથા કુરેશી સર દ્વારા પૂરતું માર્ગદર્શન આપેલ તથા સમગ્ર સ્ટાફે બંધારણ દિવસની ઉજવણી કરેલ બિપીન પાંધી સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે સિંહે બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગત રાત્રિના સમયે ગામમાં સિંહ આવી ચડેલ જેમાં બે ગાય અને એક વાછરડીનું મારણ કરેલ જેની જાણ સરપંચ મનસુખભાઇ સાવલિયાને થતાં તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરી. ગ્રામ્ય વિસ્તારમાં હિંસક પશુઓ આવી ચડે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું બિપીન પાંધી સાવરકુંડલા
ભીલપ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં આયોજિત આદિવાસી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી
આદિવાસી સમાજના હજારો લોકોએ લોકનેતા ચૈતર વસાવાને ખભે બેસાડીને તેમનું સ્વાગત કર્યું. અમે ભીલપ્રદેશ બનાવીને રહીશું અને કેવડિયાને રાજધાની બનાવીશું: ચૈતર વસાવા સરકારો અમારો વિકાસ કરવા ન જ માંગતી માટે અમારે ભીલ પ્રદેશ બનાવવાની ફરજ પડી છે: ચૈતર વસાવા જો ભીલપ્રદેશ બનશે તો અમે જાતે આદિવાસી લોકોનો અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરી દઈશું: ચૈતર વસાવા […]
એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીને આયર્નની ગોળી આપવામાં આવી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય સાથે કામ કરવા હાંકલ કરી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એનિમિયા મુક્ત મિશન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આયર્નની ગોળી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સરકારી પદાધિકારીઓ અને અધિકારીઓ […]










