મુખ્યમંત્રીશ્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર […]
Author: JKJGS
આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી
રોજ આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખશ્રી પોનાકન બરૂઆ અને અન્ય ૫ સભ્યો આ અભ્યાસ પ્રવાસમાં સામેલ હતા. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની સીસ્ટર કમિટિ ગૌણ વિધાન સમિતિ સાથે ઔપચારિક બેઠક કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના માન. પ્રમુખશ્રી અનિરૂધ્ધ દવે […]
DSCDL દ્વારા 120.87 કરોડના ખર્ચે છાબ તળાવનું પુનરુત્થાન ?૧૨૧ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું
દાહોદઃ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત હજારો વર્ષ જૂના આ શહેરમાં થઈ રહ્યો છે અત્યાધુનિક વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો દાહોદ જિલ્લો આજે ભારતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ સાધી રહ્યો છે. આ મિશનની શરૂઆત જૂન ૨૦૧૫માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જીવનની ગુણવત્તામાં […]
લોકસભા સાસંદ શ્રી શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ
ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા – સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ […]
સુરતમાં નકલી ડોક્ટરોએ શરૂ કરેલી ક્લિનિકને એક જ દિવસમાં સીલ કરવામાં આવ્યું
ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી સુરત પોલીસે અગાઉ ઊંટવૈદ્ય સામે કાર્યવાહી કરી હતી, હવે તેણે જ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. જર્જરિત થિયેટરને ૧૫ દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. તેમાં એક પણ અગ્નિશામક ઉપકરણ લગાવવામાં આવ્યું […]
નડિયાદમાં રહેતી એક યુવતીને લંડનમાં નોકરીની લાલચ આપી થે ૧૧.૨૫ લાખની છેતરપિંડી કરી
નડિયાદના દંપતીને લંડનમાં સારી નોકરી અપાવવાની લાલચ આપી ત્રણ ઈસમોએ રૂ.૧૧.૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ મંજીપુરામાં ચિરાગભાઈ કનુભાઈ પટેલ અને તેમની પત્નીને લંડનમાં જાેબ કરવા ફાઇલ તૈયાર કરાવવા એજન્ટની શોધમાં હતા. દરમિયાન મંજીપુરા સંતરામ નગર સોસાયટીમાં રહેતા અને […]
મોરબીમાં રફાળેશ્વર તથા નીચી માંડલમાં ૩ યુવાનોએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી
મોરબી શહેર, તાલુકામાં આપઘાત, અપમૃત્યુના પાંચ બનાવમાં પાંચના મોત થયા હતા. મોરબી, રફાળેશ્વર તથા નીચી માંડલ ગામે ૩ યુવાનોએ ગળાફાંસો ખાઇ લેતા મોત થયા હતા. જ્યારે જાંબુડિયા ગામે ગેસની લાઇન ફાટતા તરૂણીનું મોત થયું હતું. પીપળી ગામે પડી જતા સગીરાએ જીવ ગુમાવ્યો હતો. મોરબીના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિકમાં રહેતા ગોપાલભાઈ સોહાનભાઈ ઘાસી એ શોભેશ્વર […]
જામનગરમાં ૧૦૩ લોકો ઓનલાઇન રોકાણનાં નામે છેતરપિંડીના શિકાર બનીયા
જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના ૧૦૩ લોકોએ સહીઓ કરીને રૂા.૩૨.૯૮ લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે. જામનગર શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની કંપનીના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ને […]
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાંથી સગીરાનુ વાવોલના યુવાને અપહરણ કર્યું
ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા પાર્કમાં વસ્ત્રાલથી પિતરાઈ ભાઈ સાથે ફરવા આવેલી સગીરાનું વાવોલમાં રહેતા યુવાન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. જે સંદર્ભે સગીરાની માતા દ્વારા ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને સગીરા અને યુવાનની શોધખોળ શરૃ કરી છે. છેલ્લા થોડા સમયથી સગીરાઓના અપહરણની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર […]
વડોદરામાં આજવારોડ પર ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગ લાગી
શહેરમાં આગ લાગવાના સતત બની રહેલા બનાવોમાં આજે આજવા-વાઘોડિયા રિંગરોડ પર સરદાર એસ્ટેટ નજીક ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. ડભોઇ ડશાલાડ ભવનની સામેના ભાગે આવેલી મારૃતી લાઇનિંગ નામની ફર્નિચરની દુકાનમાં બપોરે સાડા ચારેક વાગે કારીગરો ડિલિવરી આપવા માટે ગયા હતા અને એક કારીગર હાજર હતો ત્યારે કોઇ કારણસર આગ લાગી હતી. ફર્નિચર […]










