Gujarat

વડસર કોટેશ્વર રહેણાંક વિસ્તારમાં અડધી રાત્રે મગર દેખાતા લોકોમાં અફરાતફરી મચી; માંડ-માંડ પકડમાં આવ્યો

મગરનગરી વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત્ જૉવા મળી રહ્યો છે. ચોમાસાએ વિદાય લીધે ઘણાં દિવસો થયા છતા મગર પોતાનાં વસવાટથી હજુ બહાર નીકળી રહ્યા છે. કોટેશ્વર પાસેથી વિશ્વામિત્ર નદી પસાર થાય છે. અહીંયાં અવારનવાર મગર દેખાતા હોય છે. ત્યારે વધુ એક મગર રહેણાંક વિસ્તાર તરફ આવતાં રેસ્ક્યૂ ટીમ સાથે વનવિભાગે મળી 2 કલાકની ભારે જહેમત […]

National

હાલ 2905 મીટર લંબાઈ ધરાવતો રન-વે, પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં તેને ડુમ્મસ બાજુ આગળ વધારી શકાતું નથી, કેન્દ્રીય મંત્રીને પત્ર

સુરત એરપોર્ટ માટે કાર્યરત સંસ્થા ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’એ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રીને ઇ-મેલ થકી પત્ર મોકલી ઘણી રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને રન-વે વિસ્તરણ માટે ઉલ્લેખ કરાયો છે. પૂરતી જમીન ઉપલબ્ધ છતાં આગળ વધારી શકાતું નથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી જણાવ્યું હતું કે, આ સંસ્થા […]

Gujarat

નવા વર્ષે 18 દિવ્યાંગને દત્તક લીધા, તેમનો તમામ ખર્ચ પોલીસ દ્વારા ઉઠાવાશે

મદદ એક એવો શબ્દ છે જે દરેક મનુષ્ય સાથે ક્યારેક કોઈ ના કોઈ રૂપથી જોડાય છે. નાનપણમાં ચાલવા માટે માતા-પિતાના હાથથી લઇને ગઢપણમાં લાકડી અથવા તો કોઈના ખંભાનો સહારો લેવો પડે છે. ઘણી વાર આપણી મદદ થકી કોઈની જિંદગીમાં ચાર ચાંદ લાગી જાય છે, જે આપણને સુકુન આપે છે. આવુજ કંઈક સુરતની કાપોદ્રા પોલીસે કર્યું […]

Gujarat

ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા દોડધામ, ફાયરની ટીમ કાબુ મેળવે તે પહેલાં રો-મટિરિયલ બળીને ખાખ

સુરત શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા હોવાને કારણે આગ લાગવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જરી કારખાનામાં આગ લાગવાની ઘટના બનતા ઉધના ફાયર સ્ટેશન સહિતની અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતી. આગથી કારખાનામાં રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ગ્રાઉન્ડ પ્લસ […]

Gujarat

સુરતમાં 3 સાધુ પર લોકોને શંકા ગઈ, એક સાધુનું નામ સલમાનનાથ, શ્લોક બોલવા કહ્યું, અંતે પોલીસ તપાસમાં ત્રણેય હિન્દુ હોવાનું ખુલ્યું

સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિકોએ ભીક્ષા માગી રહેલા બે સાધુને પકડી પાડ્યા હતા. સાધુના વેશમાં અન્ય ધર્મના કોઈ વ્યક્તિ છે તેની શંકામાં તેઓએ સાધુઓની ઓળખાણ બાબતે પૂછવા લાગ્યા હતા. એટલું જ નહીં સ્થાનિકોએ તેમને મંત્ર અને શ્લોક બોલવા પણ કહ્યું હતું. આ વચ્ચે જ્યારે બંને સાધુની આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવી તો એકનું નામ સલમાનનાથ હતું. […]

Gujarat

રંગ બેરંગી ફુવારાઓ અને લાઈટ એન્ડ સાઉન્ડ શોએ હરિભક્તોના મન મોહી લીધા, વડતાલધામમાં ‘સાંસ્કૃતિક પ્રદર્શન’ની ઝાંખી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ એવા વડતાલ ધામમાં વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી થનાર છે. ત્યારે આ પહેલા વિશાળ 14 ડોમમાં તૈયાર થયેલા સાંસ્કૃતિક પ્રદર્શનને થોડા દિવસ અગાઉ ખુલ્લુ મુકાયું હતું. જે પ્રદર્શનને નિહાળવા ભક્તો તહેવારોના સમયમાં ઉમટી પડ્યા છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન જુદા જુદા […]

National

મંદિરમાં ભક્તોને લાકડીઓથી માર માર્યા બાદ કેનેડાના સાંસદે કહ્યુ- હિન્દુઓની રક્ષા અહીં જોખમમાં; VIDEO વાઇરલ

કેનેડાના બ્રામ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બીજી તરફ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની […]

Gujarat

અમદાવાદમાં તસ્કરોએ આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલયનું તાળું તોડ્યું, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તસ્કરોએ તોડ્યુ હોવાનું સામે આવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મહત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની અમને શંકા છે. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પાર્ટી દ્વારા શેની શેની ચોરી થઈ છે તે વિગત સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. […]

National

માનવ જીવનમાં અનુભવ એ એક મોટી શક્તિ છે

સિનિયર્સ પ્લસ યંગ વર્કફોર્સ ઇક્વલ્સ વિઝન 2047નો અનુભવ અનુભવ એ એવી અમૂલ્ય સંપત્તિ છે કે જેટલો તેનો કબજો મેળવશો તેટલો તે વિશેષ હશે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા ગોંદિયા – માનવ જીવનમાં અનુભવના આવા અનેક લક્ષણો દરેક મનુષ્યમાં જોવા મળે છે જેના આધારે સમાજ અને રાષ્ટ્રમાં તેનું સકારાત્મક અને નકારાત્મક મૂલ્યાંકન કરવામાં આવે છે. […]

Gujarat

માળિયા હાટીના તાલુકાનું.ગામ.કાણેક..કાણેક ગામના યુવાનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કર્યું

માળિયા હાટીના તાલુકાના કાણેક ગામના સેવાભાવી યુવાન વિશ્વજીતસિંહ યાદવ દ્વારા આ વર્ષ દિવાળી ના પાવન પર્વે પર જરૂરિયાતમંદ લોકો માટે એક વસ્ત્રદાન અને ફરસાણ નું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું તેમાં વધુમાં વધુ લોકો પાસે વસ્ત્રદાન એકઠા કરી અને જરૂરિયાતમંદ લોકો અને પરિવાર સુધી પહોંચાડી અને તેમના ચહેરા પર ખુશી પ્રતીક લઈ આવ્યા હતા અને […]