Gujarat

વડોદરામાં એક કાર ચાલક નશામાં કાર ચલાવતો હોવાનાં કારણે લોકોના જીવ જાેખમમાં મુક્યા

સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી વડોદરામાં ગઈ કાલે સુભાનપુરા વિસ્તારમાં પૂર ઝડપે જઈ રહેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. બાદમાં ઘટનાસ્થળે લોકોનું મોટુ ટોળુ એકઠું થઊ ગયું હતું જેમાં તેમને કારમાં બેઠેલા યુવકો સાથે બોલાચાલી થઈ હતી. સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે અકસ્માતનો આ બનાવ બન્યો […]

Gujarat

દિવાળી તહેવારમાં 4 દિવસમાં 20 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી, પર્યટકો રાણકી વાવ જોઈ આનંદિત થયા

પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયું […]

Gujarat

દિવાળીના મિનિ વેકેશન બાદ કાલથી વેપારીઓ પુનઃ વેપાર-ધંધાનો આરંભ કરશે, માર્કેટયાર્ડ પાકની નવી આવકથી ધમધમશે

પ્રકાશપર્વ દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવણી બાદ વેપારીઓ વિક્રમ સંવત 2081માં લાભપાંચમના વણજોયા શુભ મુહૂર્તમાં બુધવારથી વેપાર-ધંધાનો પુનઃ આરંભ કરશે. પાટણ સિદ્ધપુર હારિજ સહિત જિલ્લાના તમામ શહેરોમાં દિવાળીના મિનિ વેકેશન બાદ ગંજબજારો પણ લાભપાંચમે શ્રી સવાયાના મુહૂર્ત સાથે પુનઃ ધમધમી ઉઠશે. લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય […]

Gujarat

ગાંધીનગરથી પૈસા કમાવવા સગીર રાજસ્થાન પહોંચ્યો હતો, પોલીસે સ્નેપચેટનાં માધ્યમથી પગેરૂ શોધ્યું

ગાંધીનગરમાંથી 25 મી ઓક્ટોબરનાં રોજ વહેલી પરોઢિયે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રનિંગ અર્થે જવાનું કહીને ઘરેથી નીકળેલો સગીર ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી સેકટર – 21 પોલીસ સ્નેપચેટનાં માધ્યમથી છેક રાજસ્થાનથી સગીરને હેમખેમ પરત લઈ આવી છે. જેની પૂછતાંછમાં પૈસા કમાવવા માટે ગૃહ ત્યાગ કર્યું હોવાનું બહાર […]

Gujarat

ગાંધીનગરના સાંતેજની કંપનીમાં 42 લાખના મુદ્દામાલની લૂંટ મામલે 500 CCTV તપાસી પોલીસે પાંચ લૂંટારૂને ઝડપી લીધા

ગાંધીનગરમાં આવેલા સાંતેજના રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઈન્ડસ્ટ્રિઝ કંપનીમાં બારેક દિવસ અગાઉ રાત્રીના સમયે ત્રાટકેલા લૂંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડસને બંધક બનાવી રૂ. 42 લાખ 28 હજારથી વધુના મુદ્દામાલની લૂંટને અંજામ આપ્યો હતો. જે પ્રકરણમાં સાંતેજ પોલીસે 500 સીસીટીવી ફૂટેજ ચકાસી પાંચ લૂંટારૂને રૂ. 11.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. અમદાવાદના […]

Gujarat

X પર દર્દીને બેડ ન મળતા તડપી તડપીને મૃત્યુ પામ્યાનો વીડિયો ગુજરાતની કોઈ હોસ્પિટલનો હોવાની પોસ્ટ કરી હતી, વીડિયો છત્તીસગઢનો

સોશિયલ મીડિયા X પર મિસ પાયલ નામના એકાઉન્ટ પરથી હોસ્પિટલમાં અકસ્માત સારવાર માટે લાવેલા દર્દીને બેડ કે જગ્યા ન મળવાના કારણે નીચે સુવડાવી દેવામાં આવ્યો હતો અને તેનું તડપી તડપીને મૃત્યુ થયું હોવા અંગેનો વીડિયો ગુજરાતની કોઈ હોસ્પિટલનો હોવા અંગેની પોસ્ટ કરવામાં આવી હતી. જે વીડિયો મૂકી અને પોસ્ટ કરવામાં આવી છે તેમાં વીડિયો છત્તીસગઢનો […]

Gujarat

હાલોલ તાલુકાના આવાસ યોજનાના લાભાર્થીઓને MP અને MLAના હસ્તે વર્કઓર્ડર આપવામાં આવ્યા

હાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્કઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ છોટાઉદેપુર સાંસદ અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકાના 5,708 લાભાર્થીઓને ઓર્ડર આપવામાં આવ્યા હતા. વર્ષ 2018-19માં આવાસ સોફ્ટના માધ્યમથી કરવામાં આવેલી રિસર્વે કામગીરીનો કેન્દ્ર સરકાર દ્વારા 2020-21માં અમલ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ લાભાર્થીઓના કુટુંબના તમામ સભ્યો સહિત આધાર […]

Gujarat

શહેરાના લીંબોદરા ગામે ખેતરમાં અજગર આવી ચઢતા ગ્રામજનોમાં ભય; જીવદયા પ્રેમી સંસ્થાએ રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે છોડી મૂક્યો

શહેરા તાલુકાના લીંબોદરા ગામે બાર ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચઢતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી ગામમાં રહેતા સ્થાનિક ગ્રામજને તાત્કાલિક જાનવરોના બચાવ અને ઉત્થાન માટે કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરી હતી. જેથી જીવદયા પ્રેમી સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને એક બાર ફૂટના લાંબા અજગરનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે […]

Gujarat

શહેરની હોટલમાં બેસીને ઓનલાઈન ફ્રોડના નાણા સગે-વગે કરતા ચાર શખ્સોને દબોચી લીધા

જામનગર શહેરમાં હોટલમાં બેસીને ઓનલાઈન ફ્રોડ કરીને ઓનલાઈન બેંક એકાઉન્ટ ઓપરેટ કરી સગાઈ કરતી આંતરરાષ્ટ્રીય બેંક નો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો ત્યારે શહેરમાં આવેલ ઓસવાળ હોસ્પિટલ પાસે કૈલાશ હોટલમાં રૂમ નંબર 209 માંથી ચાર ઠગાબાજોને એસ ઓ જી અને સાઇબર ક્રાઇમ પોલીસ નું સંયુક્ત ઓપરેશન હાથ ધરી દબોચી લેવામાં આવ્યા અને મુદ્દામાલ કબજે કરવામાં […]

Gujarat

સિક્સ લેનની કામગીરીને લઈને હાઇવે પર ટ્રાફિક થયો; રોજિંદા કરતા પાંચ ગણા વાહનો પસાર થઈ રહ્યા છે

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરનો નજારો આપણે જોઈએ તો જાણવા મળશે કે ઘણા ખરા પ્રવાસીઓને કહેવું એવું થઈ રહ્યું છે કે, પોલીસ સ્ટાફ ના હોવાને કારણે ટ્રાફિક સર્જાય છે પણ હકીકત કંઈક એવી છે કે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીને લઈને જે હાઇવે પરના રસ્તાઓ હાઇવે કોન્ટ્રાક્ટ દ્વારા સાંકડા કરી દેવામાં આવ્યા છે તેને લઈને […]