દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ શિક્ષકની નિયુકિત, વૃધ્ધોને પેન્શન અપાવવા કેમ્પના આયોજનની તાકીદ કરતાં શ્રી ગોયલ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે. સેન્ટર શાળા નં. ૯૩ તેમજ રાજકોટના સૌથી જૂના અને અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત શ્રી રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી […]
Author: JKJGS
જેતપુર-નવાગઢમાં સ્વચ્છતા સૈનિકો દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાઈ થીમ બેઝ સફાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. જેતપુર-નવાગઢમાં સિવિલ હોસ્પિટલમાં આજે સ્વચ્છતા સૈનિકો દ્વારા […]
“સ્વચ્છતા હિ સેવા” અભિયાન અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા કરાયેલી સફાઈ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં “સ્વચ્છતા હિ સેવા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે હોસ્પિટલ, શાળાઓ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, કોલેજ, આંગણવાડીઓ, મંદિરો, સામાજિક સંસ્થાઓ, સરકારી વિભાગો, કચેરીઓ સહિતની તમામ જગ્યાઓને સ્વચ્છ બનાવવા અને જન ભાગીદારી નોંધાવા ઠેર ઠેર વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના વિવિધ […]
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પે. મોનીટર શ્રી બાલકૃષ્ણ ગોયલ દ્વારા સ્પે. હોમ ફોર ગર્લ્સની મુલાકાત
બાળકીઓની સુરક્ષા, સ્વાસ્થ્યને લગતી સુવિધા સહિતની વિગતોની સમીક્ષા કરી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનીટર શ્રી બાલકૃષ્ણ ગોયલે આજે રાજકોટમાં ભક્તિનગર ખાતે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સની મુલાકાત લીધી હતી અને બાળકીઓની સલામતી, સ્વાસ્થ્ય સુવિધા સહિતના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. શ્રી ગોયલે બાળકીઓને આપતા વિવિધ ભોજન, સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાણી હતી. આ પરિસરમાં મુલાકાતીઓના રજીસ્ટર તેમજ […]
ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવતા ધારાસભ્ય કસવાલા. લીલીયાના સલડી ગામે ૯૦૦ વિઘાના તળાવના નવીનીકરણ માટે ૨.૪૨ કરોડની સૈધાંતિક મંજૂરી
સાવરકુંડલા લીલીયા પંથકમાં ખેડૂતો માટે બારે માસ ખેતી કરવાના સ્વપ્નને સાકાર કરવા કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાળા કટિબદ્ધ બન્યા હોય ને ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવામાં સતત ગાંધીનગર મુખ્યમંત્રી સહિતના મંત્રીશ્રીઓ અને સચિવાલયમાંથી વિકાસની કેડી કંડારતા ધારાસભ્ય કસવાળાએ લીલીયાના સલડી ગામે અંદાજે ૯૦૦ વિઘાના તળાવમાં નવીનીકરણ માટે ૨ કરોડ ૪૨ લાખની સૈધાંતિક મંજૂરી મેળવવા સલડી […]
આ ગંદી-ગોબરી નાવલી નદીને સ્વચ્છ- સુંદર અને રળિયામણી બનાવવા માટે લોકસહયોગ અને શહેરી બ્યુટિફિકેશનની સમજ પણ લોકોમાં જાગૃત કરવી પડશે
વહીવટી તંત્ર અને ધારાસભ્યના સંયુક્ત પ્રયાસને જન સમર્થન કેટલું મળશે.? નાવલીને ખુલ્લી કરવામાં લોકસહયોગ કેટલો મળશે?. સાવરકુંડલાની પ્રજાના જાહેર આરોગ્યની સુખાકારી માટે પણ ગટરગંગાના એ ગંદા પાણીને કાયમી ધોરણે દૂર કરવા અત્યંત આવશ્યક છે સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી સાથે ખૂબ રસપ્રદ ઈતિહાસ જોડાયો છે અને વર્ષો પહેલા આ નાવલી નદીમાં તાજા ખળખળતાં […]
ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં લોકો દ્વારા સામુકિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ચોકી, દરબારગઢ વિસ્તાર સહિતના સ્થળોએ લોકોએ સફાઈ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર […]
જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી
જામનગર તા.૨૩ ઓક્ટોબર, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત વર્ષ-૨૦૨૪-૨૫ની બાળકોના પોષણમા સુધારો થવાના હેતુથી કરેલ રૂ. 2.00 લાખની જોગવાઈની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૧ થી ૫ વર્ષના અતિ કુપોષિત ૪૪૬ બાળકોને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળક દીઠ સિંગદાણા (400 ગ્રામ), રાગી લોટ (500 ગ્રામ), દલીયા […]
શ્રી મોગલમા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત.. ચલાલામાં શિવસાંઇ રાહત દરે ભોજનાલય પુજ્ય મહાવીર બાપુના વરદ હસ્તે ખુલ્લુ મુકાયુ
અંશાઅવતાર દાનમહારાજની પાવન ભુમી એવા દાનેવધામ ચલાલા મા શ્રી મોગલમા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત..”શિવસાંઇ રાહત દરે ભોજનાલય” શ્રી દાનમહારાજની જગ્યાના લધુમંહત પુજ્ય મહાવીરબાપુના વરદ હસ્તે સંતો મંહતો અને મહાનુભવોની વિશેષ ઉપસ્થિતીમાં ધાર્મિક વાતાવરણમાં ખુલ્લુ મુકી દિપ પ્રાગટ્ય કરાયુ હતુ.. ચલાલા પંથકના સીનિયર સીટીઝન, નાના ધંધાર્થી, મજુરીકામ કરતા ભાઇઓ..શારીરીક અશક્ત,વૃધ્ધો..એકલ દોકલ રહેતા પરીવારો, વેપાર માટે […]
અનાવિલ બ્રાહ્મણ સમાજનું ગૌરવ: નીરજા દેસાઈ
સુરતની ભૂલકા ભવન સ્કૂલમાં અભ્યાસ કરતી આ દીકરીની જુનિયર ઓફિસર તરીકે નિમણૂક દક્ષિણ ગુજરાત નેશનલ કેડેટ કોર્પ્સમાં મેજર ઉન્મેષ પંડ્યા ટ્રેનિંગ એકેડમી કે જ્યાં આર્મી લેવલની તાલીમ આપવામાં આવે છે. જેમાં સુરતની ભૂલકા ભવન સ્કૂલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી અનાવિલ બ્રાહ્મણ સમાજની દીકરી નીરજા આશિષકુમાર દેસાઈને તાલીમનાં પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ, દેશ માટે […]










