દર વર્ષે 20મી માર્ચના વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ટચૂકડી પણ પર્યાવરણ તથા ઇકો સિસ્ટમના મહત્વનો હિસ્સો ચકલીઓ વિશ્વમાં લગભગ બધા દેશોમાં જોવા મળતું પક્ષી છે. સામાન્ય અને સમૂહમાં જોવા મળતું આ પક્ષી હવે ઓછું થવા લાગ્યું છે. નાના બાળકોએ અગાઉના સમયમાં સૌથી પહેલા જોયેલું જાણેલું પંખી એટલે ચકલી!! ચકા અને ચકીની વાત દેશભરમાં […]
Author: JKJGS
દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં જોડાવવા પદયાત્રીઓનું ઘોડાપુર
યાત્રાધામ દ્વારકામાં પરંપરાગત ફુલડોલ ઉત્સવ જેમ નજીક આવતો જાય છે તેમ ભાવિકોના ટોળા ઉમટતા જોવા મળી રહયા છે. જામનગરથી છેક દ્વારકા સુધી રસ્તાની એક તરફ માનવ મહેરામણ લાઈનમાં જુદા જુદા પહેરવેશ સાથે પગપાળા જતો નજરે પડે છે. ખાસ કરી યુવા વર્ગ અને પ્રૌઢ-વૃધ્ધ વર્ગ પણ એક સાથે પદયાત્રા કરતા જોવા મળે છે.સામાન્ય રીતે ધર્મધ્યાન વૃધ્ધોનું […]
40 જેટલા દર્દીઓને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયા; ઝાડા, ઉલટી તેમજ તૂટ કળતર જેવી તકલીફો થવા લાગી
હોળી-ધુળેટી મનાવવા માટે ચાલીને દ્વારકા જતા કેટલાક પદયાત્રીઓને ગતરાત્રે ખંભાળિયા નજીક કોઈ ખોરાકની વિપરીત અસર થતાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મહિલાઓ તથા પુરુષોને ઝાડા, ઉલટી તેમજ તૂટ કળતર જેવી તકલીફો થતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 35થી 40 જેટલા પદયાત્રીઓને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. આ અંગે જાણવા મળતી […]
જામનગરમાં ઠેર-ઠેર વિનામૂલ્ય ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું, અનેક જગ્યાએ જાગૃતિ માટે કેમ્પ યોજાયા
જામનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત સતત આઠ વર્ષથી વધુ સમયથી કોર્પોરેટર ડિમ્પલ રાવલે વિના મૂલ્ય ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ડીકેવી સર્કલ પાસે કુદરત ગ્રુપ દ્વારા માટીનો માળો […]
પતિ-પત્નીએ વીજ કર્મચારીઓને ગાળો ભાંડી ભગાડી દીધા
જામનગરના રાજપાર્ક નજીક સોસાયટીમાં રહેતા એક વીજ ગ્રાહક વીજબીલના બાકી લેણી રકમ ભરતો ન હોય વસૂલવા માટે વીજ કર્મચારીઓ ગયા ત્યારે તેમની ફરજમાં રૂકાવટ કરી બેફામ ગાળો આપી ભગાડી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના પીજીવીસીએલના દરબારગઢ પેટા વિભાગની કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કોમલબેન આર. ચંદારાણા તેમજ જુનિયર આસિસ્ટન્ટ ડી. સી. બકરાણીયા […]
બુધવારે પૃથ્વી પર દિવસ અને રાત બન્ને સરખા રહ્યા
બ્રહ્માંડમાં બુધવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ હતી . 20 મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષ નો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી […]
ચાંદવડ ગામની શાળામાં વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 584 વસ્તી ધરાવતા ચાંદવડ ગામમાં બાળકોને શિક્ષણમાં સારી સુવિધા મળી રહે તે માટે શાળામાં વાઇફાઇ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ ગામના સરપંચ ગોગનભાઈ કરમુરે. જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે ગામના લોકોને પાણી ભરવા માટે દૂર જવું ન પડે તે માટે ઘરે ઘરે નળ કનેક્શન નાખવામાં આવ્યા છે આ […]
ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવસો કે નહીં…બાળગીત આજે પણ એટલું જ ગમે … વિશ્વ ચકલી દિવસ
ઘર આંગણે આવતું ને ચિ ચિ કરી ને સહુને આનંદ કરાવતું નાનું અમથું પંખી..ગરમી ના દિવસો અને તેના બચ્ચા ઉછેર માટેના દિવસો..તેના માટે પાણી અને ચણ ની વ્યવસ્થા કરશો તો મારો રામ રાજી થશે..આપની થોડી મહેનત પંખીઓ ની જાળવણી કરી લુપ્ત થતી ચકલી જાતિ ને બચાવી શકીશું..આજ ના લાઈવ વિડીયો મૂકી ચકલી બચાવો અભિયાન સફળ […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવી જેતપુર તાલુકાના વિવિધ ગામોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વડીલો અને લોકોએ ભાજપના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવી જેતપુર તાલુકાના ઝાબ,શિવજીપુરા, નરવાણિયા, કઠોલા, ભાણપુર, બામરોલીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વડીલો યુવાનો અને આગેવાનોએ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં લોકોએ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ધમોડી ગામની શીમમા ઓરસંગનદીના પટમાથી ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થો કિંમત રૂપીયા.૬૮,૭૫૦/- નો મુદ્દામાલ અને એક હીરો સ્પલેન્ડર પ્લસ મો.સા.ની કિં.રૂ.૩૦,૦૦૦/- ની સાથે મળી મળી કુલ કિંમત રૂપીયા ૯૮,૭૫૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ગણણાપાત્ર કેસ શોધી કાઢતી રંગપુર પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારને પ્રોહિની પ્રવુતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ […]










