સુરેન્દ્રનગર પોલીસે ‘નેત્રમ’ સીસીટીવી કેમેરાની મદદથી બે મુસાફરોની ખોવાયેલી બેગ શોધી કાઢી તેમને પરત કરી છે. આ કામગીરી દ્વારા પોલીસે પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રથમ ઘટનામાં, ભાવનાબેન વઢવાણ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી સુરેન્દ્રનગરની શિવ હોટેલ ખાતે ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ બેગમાં અગત્યના દસ્તાવેજો, એટીએમ કાર્ડ અને […]
Author: JKJGS
મૂળીના શેખપર ગામ નજીકના જિનમાં આગ લાગતા દોડધામ
મૂળી તાલુકાનાં શેખપર હાઇવે પર આવેલ જીનમાંકોઇ કારણસર આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. અને જોત જોતામાં તો કપાસ અને પ્રેસીંગ પ્રેસ સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. મૂળી તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં 20 જેટલી જિનિંગ મીલો આવેલી છે.ત્યારે આ જીનોમાં અવાર નવાર અકસ્માતનાં બનાવો બને છે. ત્યારે શેખપર હાઇવે પર આવેલ જીનીંગમાં કપાસમાં કોઇ […]
કોંગ્રેસે હાઇવે ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાથી SIRમાં ફોર્મ-7 ભરી ખોટી રીતે મતદારોના નામ રદ કરવાની આગ ભભૂકી છે. તા.13 જાન્યુઆરીએ કચ્છ-અમદાવાદ, માલવણ અને દસાડા હાઇવે ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ દર્શાવતાં બજાણા અને દસાડા પોલીસ દ્વારા 280 કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા હતા. કચ્છ-અમદાવાદ માલવણ અને દસાડા બેચરાજી સહિત જૈનાબાદ હાઈવે પર લગભગ બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો […]
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-6ના જુદા જુદા વિસ્તારોના 289 ગેરકાયદે દબાણો હટાવવા રેલવે તંત્રએ આપેલી નોટિસથી લોકોમાં રોષ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-6ના જુદા જુદા વિસ્તારોના 289 ગેરકાયદે દબાણો હટાવવા રેલવે તંત્રએ આપેલી નોટિસથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. મ્યુ.તંત્રની બિલ્ડીંગે લોકોનું ટોળું ગતરાત્રિના ધસી આવ્યા બાદ શુક્રવારે સવારે મચાવેલા હલ્લાબોલથી પોલીસે 17ની અટકાયત કરી છે. બોર્ડની પરીક્ષા નજીકમાં હોવાથી 7 દિવસના બદલે 90 દિવસનો સમય આપવા માટે મૌખિક રજુઆત કરવામાં આવી હતી. જામનગર-કાનાલુસ ડબલ […]
દેશમાં ખાડાના કારણે અકસ્માતમાં 9438ના મોત
ગુજરાત જેવા મોટા રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ-રસ્તા પરના ખાડાના કારણે 24 અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યાં છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, 2020થી 2024 દરમિયાન દેશમાં ખાડાના કારણે 23056 અકસ્માતમાં 9438 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 10 હજાર અકસ્માતમાં 5127 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પ્રકારના અકસ્માતમાં ગુજરાતમાં 23 લોકો […]
IT કંપનીમાં નોકરી કરતી યુવતીને મંત્રેલું પાણી પીવા સાસરિયાઓનું દબાણ
રાજકોટની યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી બેંકમાં નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નજીવન શરૂ થયા બાદ જ પતિ અને સાસરીયાઓ દ્વારા અંધશ્રદ્ધા અને કમાણીના દબાણ સાથે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.યુવતીને મંત્રેલું પણ પીવડાવવામાં આવતું હતું જેથી યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેટ્રિમોનિયલ સાઈટ પર યુવકનો સંપર્ક થયા બાદ લગ્ન કર્યા […]
જામનગરમાં રેલવે નોટિસ સામે વિરોધ, હનુમાન ટેકરી વિસ્તારના રહેવાસીઓની પોલીસ દ્વારા અટકાયત
જામનગરમાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે અપાયેલી નોટિસના વિરોધમાં આજે બીજા દિવસે પણ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરીએ એકઠા થયેલા સંખ્યાબંધ લોકોની પોલીસે અટકાયત કરી હતી. રેલવે તંત્રએ દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટીઓને છેલ્લા બે દિવસથી […]
વડ પાંચસરા-દેવરિયા કોઝવેનું ખાતમુહૂર્ત – ધારાસભ્ય હેમત ખવાએ વિકાસકામનો પ્રારંભ કરાવ્યો
લાલપુર તાલુકાના વડ પાંચસરા અને દેવરિયા ગામને જોડતા રસ્તા પર નવા કોઝવેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ આ કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોઝવેના નિર્માણથી ચોમાસા દરમિયાન સ્થાનિકોને પડતી અવરજવરની ભારે મુશ્કેલીઓનો અંત આવશે. વરસાદની ઋતુમાં આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય બની જતી હતી, જેના કારણે હજારો લોકોને […]
જામનગર પોલીસે 9 લાખના ઘરેણાં પરત અપાવ્યા
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત એક પરિવારને તેમના ચોરાયેલા 9 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવ્યા છે. અદાલતની મદદથી આ મુદ્દામાલ પરત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ગત 16 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે બની હતી. જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટી, શેરી […]
સુરતની નવી સિવિલનું નવું નજરાણું: સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ
રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે અંદાજે રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન જેવી સેવાઓ નિ:શુલ્ક થશે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ […]










