ભેસાણ તાલુકો 42 ગામડાઓને જોડતો તાલુકો છે. જેમાં 90 ટકા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. ચોમાસા પીયતમાં મગફળીનું બહોળી સંખ્યામાં વાવેતર કર્યું હતું. ચોમાસામાં સારા વરસાદ થવાથી ચાલુ વર્ષે ખેડૂતોને મગફળીનો ઉતારો પણ સારો બેસ્યો હતો. આશરે એક વિઘે ખાંડીની આસપાસ ઉતારો આવ્યો હતો. જેમાં મગફળીના ટેકાના ભાવ સારા હોવાથી મોટાભાગના ખેડૂતોએ સરકારના મગફળી ટેકાના […]
Author: JKJGS
શિવરાત્રી પૂર્વે ઇન્દ્રેશ્વર રોડ મુદ્દે વન વિભાગ-મનપા સામસામે
જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ એ જ પવિત્ર સ્થળ છે, જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતા પર ભોળાનાથ પ્રસન્ન થયા હોવાની માન્યતા છે. જોકે, હાલમાં આ પવિત્ર ધામ તરફ જતો માર્ગ શ્રદ્ધાળુઓ માટે કપરો સાબિત થઈ રહ્યો છે. ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો અંદાજે […]
જામનગર શહેરમાં આવાસમાં ચોથા માળે ફલેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી
જામનગર શહેરમાં આવાસમાં ચોથા માળે ફલેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ કાબુમાં લીધી તે પહેલા જ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શહેરના પોલીસ હેડ કવાર્ટર પાછળ, સંત કબીર આવાસમાં ચોથા માળે ફલેટમાં શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી અને ફલેટમાંથી ઘરના સભ્યો […]
બી.એમ. પટેલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી
બી. એમ. પટેલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ (વાંકિયા) ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટી નર્મદાબેન વિરમગામાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગુંજ્યું હતું અને શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરાયું હતું. આ પરેડમાં સંસ્થાની પ્રથમ ગર્લ્સ યુનિટ દ્વારા રજૂ કરાયેલી પરેડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ […]
હરીપરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
લાલપુર તાલુકાના હરીપર ગામમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી એમ.પી.એચ. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી અસ્વાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર પરિસર દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું. આ […]
NMCના ફ્લાવર શોમાં ‘NAVSARI’નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
નવસારીમાં શહેરી વિકાસ સુશાસન પર્વ 2025-26 અંતર્ગત પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. આ ફ્લાવર શોએ શરૂઆતની સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નવસારીનું નામ રોશન કર્યું છે. આ ફ્લાવર શોની મુખ્ય વિશેષતા 95,000થી વધુ ફૂલોનો ઉપયોગ […]
1 કિમીની સ્પર્ધામાં બાળકોથી લઈને વયોવૃદ્ધસુધીની ઉંમરના 90 સ્પર્ધકોએ ભાગ લીધો
પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા શનિવારે કડકડતી ઠંડી વચ્ચે ચોપાટીના દરિયામાં ઓપન પોરબંદર સી સ્વીમીંગ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં પ્રથમ દિવસે 1 કી. મી.ની સ્પર્ધામાં બાળકો થી લઈને વયોવૃદ્ધ સુધીના ઉંમરના 90 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા દર વર્ષે સી સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ તાજેતરમાં રાષ્ટ્રીય […]
નરસિંહ મહેતા સરોવરનું 28 જાન્યુઆરીએ CMના હસ્તે લોકાર્પણ
જૂનાગઢના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર છે. આ સરોવરના નવીનીકરણ પાછળ આશરે 68 કરોડ રૂપિયાનો […]
વ્હેલ માછલીની 1 કરોડની ઉલ્ટી વેચે એ પહેલા પાલીતાણાનો શખ્સ પકડાયો
રૂપિયા 1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા આવેલા પાલીતાણાના શખ્સને એસઓજીએ વિજાપુરના પાટીયા પાસેથી પકડી લઈ રૂપિયા 1,02,50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શનિવારે વહેલી સવારે એસઓજીના પીઆઈ આર કે પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂનાગઢ ખડીયા રોડ ઉપર પાદરીયા ગામના રેલ્વેના પાટા પાસે શિવ મંદિર સામે પહોંચતા ખાનગી રીતે બાતમી મળી હતી […]
કેશોદ પાસે દુધના કેન ભરેલી રિક્ષા પલટી ગઈ
કેશોદના સાબળિયા નેસ નજીક પીપળી અને મોવાણા જતાં નેશનલ હાઇવે ચોકડી પર વેરાવળથી રાજકોટ તરફ જઈ રહેલી એમએચ 46 એયુ 2484 નંબરની મોટરકાર અને નેશનલ હાઇવે ક્રોસ કરતી જીજે 11 વી 2244 નંબરની છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા પલ્ટી મારતાં ચાલકને ઇજા પહોંચી હતી અને રિક્ષામાં રહેલ દુધના કેન રોડ પર વેરવિખેર […]










