Gujarat

નેપાળની જેલ તોડી ભાગેલો આરોપી અમદાવાદથી ઝડપાયો

નેપાળના GEN G આંદોલન સમયે અનેક આરોપીઓ નેપાળની જેલ તોડીને ભાગી ગયા હતા.SOG ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ડી.પી ઉનડકટ અને પીઆઇ પી.વી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે ધર્મેશ ચુનારા નામનો આરોપી નેપાળની જેલ તોડીને અમદાવાદ આવ્યો છે જેના આધારે SOG ક્રાઈમે ધર્મેશની કાગડાપીઠ વિસ્તારમાંથી તેના સાસુના ઘરેથી ધરપકડ કરી છે. 13 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે […]

Gujarat

અમિત શાહ અડાલજમાં શિક્ષાપત્રી મહોત્સવમાં હાજરી આપશે

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે છે. અડાલજ ખાતે આયોજિત એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની 200 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ‘સમૈયો મહામહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે મંત્રી […]

Gujarat

ઉખલોડ ગામે રૂ. 1.91 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

વિરમગામ તાલુકાના ઉખલોડ ગામે ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે રૂ. ૧.૯૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યોમાં રૂ. ૫૫ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ, રૂ. ૩૫ લાખના ખર્ચે ઉખલોડ ગામનો મુખ્ય આરસીસી રોડ તૈયાર કરવાનું ભૂમિપૂજન […]

Gujarat

સાબરમતીની મેટીસ હોસ્પિટલના ICUમાં મહિલા દર્દીની છેડતી

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરાતા ચકચાર મચી છે. પારવારિક કારણોસર યુવતીએ દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ICUમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા એક યુવક દ્વારા અડપલાં કરાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિવારનો […]

Gujarat

સિહોરના વળાવડ કન્યા વિદ્યાલયમાં રજત સપ્તતિ પર્વ ઉજવાયો

સિહોર નજીક આવેલા વળાવડ ખાતે લોકસેવા સંસ્થા સંચાલિત કન્યા વિદ્યાલયમાં “રજત સપ્તતિ મંગળ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ પૂજ્ય મોરારીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પૂજ્ય મહામંડલેશ્વર કણીરામબાપુ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાની પ્રેરણાથી વિદ્યાર્થીની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. સમારંભના અધ્યક્ષસ્થાનેથી મોરારીબાપુએ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું […]

Gujarat

જમણવાવ પ્રાથમિક શાળામાં ડૉ. પિનલ ધામેલિયાના હસ્તે ધ્વજવંદન

પાલીતાણા તાલુકાની જમણવાવ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ડૉ. પિનલ ધામેલીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો […]

Gujarat

અલંગના શિપબ્રેકર સાથે લાખોની છેતરપિંડી કેસમાં ત્રણની ધરપકડ

ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકર સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કંપનીના સેલ્સ મેનેજર સહિત અન્ય 3 શખસો દ્વારા ખોટી કિંમત દર્શાવી માલ વેચાણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે આ બનાવમાં મુંબઈના રહેવાસી એક આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. અલંગ મરીન […]

Gujarat

પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ, ગ્રામ્ય આરોગ્યને મજબૂતી મળશે

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારના લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ વલ્લભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં ઓપરેશન થિયેટર, એક્સ-રે અને લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગાયનેક, પીડિયાટ્રિશિયન, ડેન્ટલ અને […]

Gujarat

ખેડૂતવાસમાં મહિલાના મકાનમાં પોલીસનો દરોડો

ભાવનગર ઘોઘારોડ પોલીસે ખેડૂતવાસ મેલડીમાની ધાર મફતનગર વિસ્તારમાં દરોડો પાડી એક મહિલાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 360 બોટલો જપ્ત કરી છે. અંદાજે 47 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મહિલાની સામે પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે આરોપીની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મહિલાના ઘરમાં દારૂ હોવાની બાતમી મળી હતી ઘોઘારોડ પોલીસ […]

Gujarat

જૂનાગઢ-કેશોદ હાઇવે પર અકસ્માત અટકાવવા 7 ગામના સરપંચોએ ફરીથી બેરીકેટ મુક્યા

કેશોદના સાંબળિયા નેસ નજીક પસાર થતાં નેશનલ હાઇવે પરથી ગ્રામ્ય વિસ્તાર તરફ જતાં રસ્તાઓનું ક્રોસિંગ હોય નેશનલ હાઇવે પર પૂરપાટ દોડતાં વાહનો ગ્રામ્ય વિસ્તાર તરફના રસ્તાઓ પર અરસપરસ ક્રોસિંગ કરતાં વાહનોને અડફેટે લેતાં વારંવાર જીવલેણ અકસ્માત સર્જાય છે. વર્ષ 2014 થી નેશનલ હાઇવેનું નિર્માણ થયું ત્યારથી લઈ અત્યાર સુધીમાં હાઇવેની ડિઝાઇન અને સુરક્ષાના નિયમોનું પાલન […]