ગુજરાતમાં તાજેતરમાં થયેલી ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ આઈજી નિર્લિપ્ત રાય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. તેમના નિર્દેશથી જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે “ટ્રાફિક ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા […]
Author: JKJGS
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ
કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ 11 […]
જામનગર શહેર ભાજપ સંગઠનની મહત્વની બેઠકો સંપન્ન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિજય સંકલ્પ સાથે પ્રભારી શ્રી ધનસુખભાઈ ભંડેરીનું માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના પ્રભારી શ્રી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય સંગઠનાત્મક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવનિયુક્ત હોદ્દેદારોને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનું ભાથું પૂરું પાડવા માટે આ બેઠકો અત્યંત મહત્વની સાબિત થઈ છે. પ્રથમ દિવસ: સંગઠન અને મોરચાના હોદ્દેદારો […]
સજની હત્યા કેસ, આરોપી પતિના જામીન નકારતી કોર્ટ
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને આરોપી પતિ તરુણ જીનરાજ સામે પત્નીની હત્યા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત સહિતની કલમો મુજબ ૨૦૦૩માં ગુનો નોંધાયો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જે ૧૫ વર્ષે પકડાયો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. પત્નીનું ગળું દબાવીને […]
ડુંગળીની આડમાં ૪૦૬ કિલો ગાંજાે મહારાષ્ટ્રથી અમદાવાદ લાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના બે આરોપીઓ દિપક જાટ અને સતિષ પાવરાની CCTV કેસમાં ધરપકડ કરીને ૭ દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાે કે મેટ્રો કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સેશન્સ કોર્ટે એડવોકેટ દિલીપસિંહ.એમ.ઠાકોરની રજૂઆતોને ધ્યાને લઈને આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા […]
એલોવેરા પાવડરના બહાને ‘સ્પેસ ઓઈલ‘નો કાળો કારોબાર
ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત એટોમેડિટ ડ્રગ્સ જેને સ્પેસ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જથ્થો ભારતથી ખોટું લેબલ લગાવીને મોકલનાર બીજા બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવીને પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. ચેતન વાવડીયા અને ભૌતિક […]
રાણીપમાં રાત્રે પથ્થરમારો:એક જ સમાજના બે જૂથે સામાન્ય બાબતમાં સામસામે પથ્થર ફેંક્યા, રોડ પર પાર્ક વાહનોના કાચ ફૂટ્યા
રાણીપના બલોલનગરમાં (૯ માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ૬ લોકોની અટકાયત કરી છે. એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ […]
રાજકોટ-અમદાવાદ સહિત ૪ શહેરોમાં ગરમીનો પારો ૪૧ને પાર
ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૯ જિલ્લામાં ઓરેન્જ અને ૧૧ જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી ૩ દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી […]
કડીના વરખડીયા ગામે પાર્ક કરેલી ક્રેટા ગાડીમાંથી ૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડીયા ગામે બાતમીના આધારે દરોડો પાડી એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી રૂ. ૩,૧૭,૬૬૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી મળી કુલ રૂ. ૮,૧૭,૬૬૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને દારૂની બાતમી મળી હતી મહેસાણા લોકલ ક્રાઈમ […]
ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી,
મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને જાેતા એસપી દ્વારા તાત્કાલીક અસરથી પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે. કટોસણમાં ૬ માર્ચે લોકડાયરો યોજાયો હતો કટોસણ ગામમાં ૬ માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ […]










