Gujarat

ભાજપ નેતાએ પશુ દવાખાનામાંથી રસ્તો બતાવી 40 મકાન બનાવ્યાં

વાઘોડિયામાં ભાજપના નેતા અને જિ. પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ 40 મકાનોની કલ્પચંદ્ર યુનિક સોસાયટી બનાવી હતી. જેમાં જમીન બિનખેતી કરતાં અગાઉ નિલેશ પુરાણીએ પત્નીના નામે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જમીનમાં આવવા-જવા 12 મીટરનો રસ્તો પશુ દવાખાનામાંથી બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે પશુ દવાખાનાએ રસ્તો આપવાનો ઇનકાર કરતાં બાજુની સોસાયટીના પ્લોટમાંથી રસ્તા બનાવાયો છે. […]

Gujarat

સ્વદેશી વસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિતના શપથ લેવાયા

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ રાષ્ટ્રગીત “વંદે માતરમ”@150ની ઉજવણીના અવસર પર મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વદેશી શપથ લઇ દેશભક્તિ અને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ સાથે શપથ લેવામાં આવ્યા. ભાવનગર મહાનગરપાલિકાના પંટાગણમાં મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત “વંદે […]

Gujarat

જોડિયા તાલુકાના બોડકા ગામની ત્રણ વર્ષની દીકરીનું હૃદયરોગની બીમારીનું સફળ ઓપરેશન

જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠળ હેઠળ આવતા બોડકા ગામમાં રહેતા ખેત મજુરી કરતા અરવિંદભાઈ સોલંકીના ઘરે દીકરી નેહાનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીને કોઈ બીમારી જણાઈ ન હતી. બાદમાં બાળકીની તપાસ કરતા બીમારીની જાણ થઇ હતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપૂર પ્રસાદ અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા બે માસથી બંધ, અનેક પરિવારોને આર્થિક સંકટ

સલાયા દ્વારકા જિલ્લાનું છેવાડાનું બંદર છે.અહીં લોકોનો મુખ્ય આર્થિક સ્ત્રોત ફિશીંગ અને વહાણવટાનો વ્યવસાય છે. અંદાજે 45,000 આસપાસની સલાયાની વસ્તીમાં અનેક પરિવારો વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલ છે. વરસાદી સીઝનમાં સલાયાના વહાણો વિદેશના ગલ્ફના દેશોમાંથી પરત ફરી અને સલાયા બંદરે લાંગરવામાં આવે છે. જ્યાં ઓફ સીઝનમાં બે મહિના દરિયામાં જવાની પરવાનગી ન હોય ત્યારે વહાણોમાં સમારકામ […]

Gujarat

ધ્રોલમાં LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો, રૂ. 4.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

જામનગર LCB પોલીસે ધ્રોલ તાલુકાના ખાખરાગામ જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,50,600/- ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. ખાનગી બાતમીના આધારે, LCB સ્ટાફે ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયાથી ખાખરાગામ તરફ જતા રોડ […]

Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વંદે માતરમ્ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે સમૂહગાન કાર્યક્રમ નું કરાયુ આયોજન

​વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૫ માં કરી હતી. ​સૌપ્રથમવાર આ ગીત તેમની પ્રખ્યાત બંગાળી નવલકથા ‘આનંદ મઠ’ માં 1882 માં પ્રકાશિત થયું હતું. મૂળરૂપે આ ગીત સંસ્કૃત અને બંગાળી ભાષાના મિશ્રણથી બનેલું છે. ‘વંદે માતરમ્’ નો અર્થ છે “હે માતા, હું તને વંદન કરું છું.” આ ગીત ભારત માતાની સ્તુતિ છે.​ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ […]

Gujarat

“વંદે માતરમ્”

રાષ્ટ્રીયગીત “વંદે માતરમ્” ની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિતે ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજરોજ જામનગરના ડીસ્ટ્રીક કોપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને કર્મચારીઓસાથે સામૂહિક “વંદે માતરમ્” ગીતનુ ગાન કર્યું.ચાલો આપડે સૌ સાથે મળીને રાષ્ટ્રીય ગીતને એક સાથે એક સ્વરમાં ગુંજાયમાન કરીએ. #VandeMataram150

Gujarat

ધામળેજ ગામે આમ આદમી પાર્ટીના નેતાઓની ખેડૂતો સાથે મુલાકાત

પાક નિષ્ફળતા મુદ્દે ઈસુદાન ગઢવીનો સરકારને આહ્વાન – “ખેડૂતોને ખોટા લોલીપોપ નહિ, વાસ્તવિક સહાય આપો” સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા ઈસુદાન ગઢવી, પક્ષના આગેવાન દેવેન્દ્રભાઈ સોલંકી તેમજ ગામના અગ્રણીઓ જસુભાઈ, ગિરીશભાઈ , પ્રવીણભાઈ માનસિંગભાઈ , પ્રતાપભાઈ સહિતના કાર્યકર્તાઓએ ખેડૂતોની મુલાકાત લીધી હતી. તાજેતરના અતિ વરસાદ અને કમોસમી વાતાવરણના કારણે ધામળેજ સહિતના […]

Gujarat

મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યા અદ્ભુત દૃશ્યો

સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભી જઈ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. સામાન્ય રીતે સિંહની […]

Gujarat

આરોપી ગાંજાનો જથ્થો આશિષ કાલીચરણ પાસેથી લાવી છૂટક વેચાણ કરતો

સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે સચીન પોલીસે વધુ એક પેડલરને NDPS કાયદા હેઠળ ઝડપી પાડી, ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને, એક ઇસમને 88 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. […]