અમેરિકન પ્રમુખ નો મોટો ર્નિણય! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે દક્ષિણ અમેરિકન રાષ્ટ્રના સહયોગ બાદ તેમણે વેનેઝુએલા પર હુમલાઓનો બીજાે તબક્કો રદ કર્યો છે. રાષ્ટ્રપતિએ શુક્રવારે કહ્યું હતું કે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડમાં થયેલા નાટકીય યુએસ લશ્કરી કાર્યવાહી બાદ વેનેઝુએલા “શાંતિ શોધ” ના સંકેત તરીકે મોટી સંખ્યામાં રાજકીય કેદીઓને મુક્ત કરી […]
Author: JKJGS
ફિલિપાઇન્સમાં કચરાનો ઢગલો ધસી પડતાં એકનું મોત, ૨૭ ગુમ
ફિલિપાઇન્સ તંત્ર દ્વારા મોટાપાયે બચાવ કામગીરી ચાલુ ફિલિપાઇન્સમાં કચરાના એકત્રીકરણ સુવિધામાં કચરાનો વિશાળ ઢગલો ધસી પડતાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૭ લોકો ગુમ થયા હતા, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે સેબુ શહેરના બિનાલીવ ગામમાં કચરાના હિમપ્રપાતમાં ફસાયેલા સુવિધાના કામદારો સહિત આઠ લોકોને બહાર કાઢ્યા હતા, […]
ચીનના ટોચના રાજદ્વારી વાંગ યીએ સોમાલિયાની મુલાકાત મુલતવી રાખી
ચીનના ટોચના રાજદ્વારીએ સોમાલિયાની ઐતિહાસિક મુલાકાત મુલતવી રાખી છે, જે વ્યૂહાત્મક વેપારને મજબૂત બનાવવાના હેતુથી આફ્રિકાના પ્રવાસનો ભાગ હતો, એમ પૂર્વ આફ્રિકન રાષ્ટ્રના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. વાંગ યીની આયોજિત મુલાકાત ૧૯૮૦ ના દાયકા પછી ચીનના વિદેશ પ્રધાન દ્વારા પ્રથમ વખત કરવામાં આવી હોત. ઇઝરાયલ ૧૯૯૧ માં સ્વતંત્રતા જાહેર કરનાર ઉત્તરીય પ્રદેશ, સોમાલીલેન્ડના અલગ […]
ગ્રીનલેન્ડ પર કબજાે કરવા પર ડેનમાર્કે ટ્રમ્પને ચેતવણી આપી: ‘પહેલા ગોળીબાર કરીશું, પછી પ્રશ્નો પૂછીશું‘
ડેન્માર્ક ની અમેરિકાને ચેતવણી કે ધમકી?? ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબજાે કરવાની ધમકી આપ્યાના થોડા દિવસો પછી, ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે ચેતવણી જારી કરીને કહ્યું કે જાે કોઈ ડેનિશ પ્રદેશ પર આક્રમણ કરશે તો તેના સૈનિકો તાત્કાલિક લડાઈ શરૂ કરશે અને તેમના કમાન્ડરોના આદેશની રાહ જાેયા વિના ગોળીબાર કરશે. સ્થાનિક અખબાર બર્લિંગસ્કેના અહેવાલ મુજબ, […]
ઈરાનમાં અશાંતિ: આયાતુલ્લાહ ખામેનીએ ‘ઘમંડી‘ ટ્રમ્પને ચેતવણી આપી, પોતાના દેશને ‘બરબાદ‘ કરવા બદલ વિરોધીઓની નિંદા કરી
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પને અમેરિકાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું ઈરાનમાં વિરોધ પ્રદર્શનો આર્થિક ગુસ્સા, ખાસ કરીને ઈરાનના ચલણના પતનને કારણે શરૂ થયેલા અશાંતિના સતત ૧૨મા દિવસે શરૂ થયા છે, અને તે તમામ ૩૧ પ્રાંતોના ૧૦૦ થી વધુ શહેરો અને નગરોમાં ફેલાઈ ગયા છે. આ આંદોલનકારીઓ “સરમુખત્યારને મોત” અને “ડરશો નહીં, આપણે બધા […]
મહેસાણામાં વૃદ્ધના ગળામાંથી ચેઇનસ્નેચિંગ
માનવ આશ્રમ રોડ પર બે બાઈકસવાર વૃદ્ધના ગળામાંથી દોઢ તોલાનું મંગળસૂત્ર ઝૂંટવી ફરાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક લૂંટની ઘટના સામે આવી છે. માનવ આશ્રમ રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા એક ૫૪ વર્ષીય વૃદ્ધા સાંજના સમયે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા […]
મહેસાણા રેલવે સ્ટે.પર મોલ-રેસ્ટોરન્ટ બનાવાશે
૫ વર્ષમાં ટ્રેનની સંખ્યા ૨૫૬થી વધારી ૪૫૦ કરાશે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આ નિરીક્ષણ […]
દુષ્કર્મ કેસના બે આરોપીઓને ૨૦ વર્ષની કેદની સજા
મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં એક દાખલારૂપ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત મદદગાર શખ્સને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓએ […]
મનપાના પૂર્વ પદાધિકારીની પુત્રીએ નશામાં ચૂર બે નબીરાને બરોબરનો પાઠ ભણાવ્યો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીની દીકરીએ બતાવેલી હિંમતની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે. મોડીરાત્રે એરપોર્ટ પરથી પરત ફરતી યુવતીની નજીવી બાબતે કાર રોકી માથાકૂટ કરનાર માણસાના બે નબીરાને યુવતીએ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસના હવાલે કરાવ્યા છે. આ અંગે પોલીસે ૧૦ લાખની ફોર્ચ્યુનર કાર જપ્ત કરી બન્ને નબીરા વિરુદ્ધ ગુનો નોંધી હવાલાતની હવા ખવડાવી હોવાની […]
ગાંધીનગરમાં ૨૧ વર્ષીય યુવકનો આપઘાત
ગાંધીનગર સેક્ટર-૪માં પરિવાર સાથે બપોરે ખુશી-ખુશી જમ્યા બાદ અગમ્ય કારણોસર ૨૧ વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં પંખે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપત્મહત્યા કરી લેતા સેક્ટર ૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના અનુસાર, સેક્ટર-૪/એમાં મકાન નંબર ૮૩/૨ માં રહેતા અનસ અબ્દુલરશીદ પટેલના ઘરે બપોરના સમયે સામાન્ય માહોલ હતો. અનસ તેની વૃદ્ધ […]










