Gujarat

હળવદ પોલીસે 25 ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા

હળવદ પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 4.76 લાખ રૂપિયાની કિંમતના 25 ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને આ ફોન શોધવાની કવાયત હાથ ધરી હતી. આ માટે ખોવાયેલા ફોન અંગેની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. […]

Gujarat

અરબી સમુદ્રમાં ઉદભવેલુ શક્તિ વાવાઝોડુ, દ્વારકા જિલ્લા તંત્ર એલર્ટ

અરબી સમુદ્રમાં શકિત વાવાઝોડુ ઉદભવ્યુ છે જેના પગલે દેવભૂમિ સહિત હાલારના દરીયાકાંઠા પણ એલર્ટ કરાયા છે.દરીયામાં આગળ વધતુ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તમાન ચોમાસાની સીઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે જે ભારતીય કિનારાઓથી દૂર જશે પરંતુ ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની […]

Gujarat

ગુજરાત કોંગ્રેસે ‘વોટ ચોર ગદ્દી છોડ’ અભિયાન શરૂ કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા ‘વોટ ચોર ગદ્દી છોડ’ નામનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો અને મતદારોના અધિકારો પર થતા કથિત હુમલા વિરુદ્ધ છે. તે 3 થી 10 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં સહી અને મિસ કોલ ઝુંબેશ દ્વારા ચલાવવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું […]

Gujarat

જમીન દસ્તાવેજને ક્લિયર કરવા પગારથી ત્રણ ગણી વધુ રકમની લાંચ માગી, આરોપી સબ-રજિસ્ટ્રાર કચેરીનો અધિકારી

સરકારી કચેરીઓમાં ‘સફેદ કોલર’ ભ્રષ્ટાચાર કરનારાઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે. અડાજણ સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરી-8માં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી મહેશકુમાર રણજીત સિંહ પરમારને ACBએ 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર આશરે 80,000 છે, તેણે જમીનના દસ્તાવેજ પર કોઈપણ વાંધો કાઢ્યા વિના […]

Gujarat

અભ્યાસ બાબતે પિતાના ઠપકાથી યુવાનનો નદીમાં ઝંપલાવી આપઘાત

ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા યુવાને બાવનુ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રોજીયા ગામમાં રહેતા સુનીલભાઈ વિક્રમભાઈ ડાંગર (ઉ.વ.24) નામના યુવાનનો આજે સવારમાં બાવની નદીના પુલ નીચે પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડના જવાનોએ યુવાનને બહાર કાઢીને પરિવારજનોને જાણ કરીને પીએમ માટે મોકલી દીધો હતો. […]

Gujarat

ખુલ્લામાં તલવાર સાથે રીલ બનાવનાર બે શખસોને ઝડપ્યા, બે કાન પકડી માફી મગાવી, હથિયાર કબજે કર્યું

વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાને નેવે મૂકી કેટલાક શખસો પોતાના મોજશોખ અને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે ભાન ભૂલી ગમે ત્યાં ગમે તે હથિયાર સાથે રીલ બનાવી પોસ્ટ કરતા હોય છે. ત્યારે કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં વધુ એક તલવાર હાથમાં લઈ ચેલેન્જ ફેંકતો બે ઇસમોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે […]

Entertainment

શાહરુખના દીકરા આર્યનની સિરીઝ પર સુનિલ પાલ થયો ગુસ્સે

આર્યન ખાન દ્વારા ડિરેક્ટેડ સિરીઝ “બેડ્સ ઓફ બોલિવૂડ” સતત ચર્ચામાં રહી છે. અનેક વિવાદો વચ્ચે, કોમેડિયન સુનીલ પાલે હવે આ સિરીઝ પર ઉદ્યોગની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે એમ પણ કહ્યું કે આર્યન ખાને તે જ ઈન્ડસ્ટ્રીને ખોટી રીતે રજૂ કરી છે જેણે તેના પિતા શાહરુખ ખાનને સુપરસ્ટાર બનાવ્યા. પિંકવિલા સાથેની એક મુલાકાતમાં, […]

Entertainment

ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ માટે આસામ સરકારે ન્યાયિક પંચની રચના કરી

એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે આસામ સરકારે ગાયક-સંગીતકાર ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ માટે એક સભ્યનું ન્યાયિક કમિશન બનાવ્યું છે રાજકીય વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે ગૌહાટી હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સૈકિયાના નેતૃત્વ હેઠળનું કમિશન છ મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શુક્રવારે મોડી રાત્રે ઠ પર આ આદેશ શેર […]

Sports

ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતની ODI ટીમમાં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલનો કેપ્ટન તરીકે સમાવેશ: BCCI

BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એ ઓસ્ટ્રેલિયા સામેની આગામી સફેદ બોલ શ્રેણી માટે ભારતીય ટીમની ODI ટીમની જાહેરાત કરી છે. એક મોટા વિકાસમાં, સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને રોહિત શર્માની જગ્યાએ ટીમના નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમની જાહેરાત સાથે, ચાહકો વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેના પુનરાગમનથી ખુશ છે, જેઓ માર્ચમાં ચેમ્પિયન્સ […]

National

હવે નેશનલ હાઇવે પર લગાવશે ઊઇ કોડવાળા સાઇનબોર્ડ: NHAI

એક મહત્વના ઘટનાક્રમમાં નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) એ ટૂંક સમયમાં નેશનલ હાઇવે પર ક્યુઆર કોડવાળા પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન સાઇનબોર્ડ લગાવવાની જાહેરાત કરી છે. આ નવી પહેલથી હાઇવે પરથી પસાર થનારા અનેક લોકોને મોટી રાહત મળશે. તેઓ ઊઇ કોડ દ્વારા લોકેશન, ઈમરજન્સી હેલ્પલાઇન નંબર સહિતની માહિતી સરળતાથી મેળવી શકશે. આ બાબતે એનએચએઆઇના જણાવ્યા મુજબ, વર્ટિકલ […]