Gujarat

ઘોઘંબાના સિમાલીયા ગામેથી ટ્રક સાથે દારૂનો મોટો જથ્થો પકડાયો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઘોઘંબા તાલુકાના સિમાલીયા ગામેથી આશરે 47 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને એક ટ્રક ઝડપી પાડ્યા છે. કરોલી ફાટક ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 16056 નંગ વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન મળી આવ્યા હતા. એલ.સી.બી. ગોધરાના પો.સ.ઈ. એસ.આર. શર્માને ખાનગી બાતમી મળી હતી. […]

Gujarat

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદ સભ્ય મુકેશ દલાલ સાથે સુરત ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ભારતમાં પ્રથમ વખત 320 કિમી/કલાકની ઝડપ માટે ટ્રેક ટર્નઆઉટ ઇન્સ્ટોલેશનના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ટ્રેક કાર્ય માટે પ્રથમ વખત કાર્યની સ્થાપન પણ જોયું હતું. આ પહેલી વાર છે જ્યારે ભારત 320 કિમી પ્રતિ કલાકની […]

Gujarat

ગરબી જોવા નીકળેલા બે મિત્રોના અકસ્માતમાં મોત

શહેરના કોઠારિયા રોડ નંદા હોલ પાસે ગરબી જોવા નીકળેલા બે મિત્રનું બાઇક એકાએક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને યુવકનું મોત નીપજ્યું હતું. પરિવારના આધારસ્તંભ બંને યુવકના મૃત્યુથી બંનેના પરિવારમાં કલ્પાંત છવાયો છે. શહેરના સહકારનગર મેઇન રોડ પર જમુનાનગરમાં રહેતો મિહિર રાજેશભાઇ ગોસાઇ (ઉ.વ.18) અને તેની બાજુમાં જ રહેતો મિત્ર મોહિત […]

Gujarat

આધુનિક રાસ-ગરબા વચ્ચે પ્રાચીન પરંપરા જીવંત

ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં આવેલું શ્રી નવા પ્લોટ ગરબી મંડળ છેલ્લા 60 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરાને જીવંત રાખી રહ્યું છે. આધુનિક રાસ-ગરબાના વધતા ચલણ વચ્ચે પણ આ મંડળ પોતાનો પૌરાણિક સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આ ગરબીની શરૂઆત વર્ષ 1972માં ભોજરાજપરા-28 સ્થિત દરિયાલાલ રામજી મંદિર ખાતે બાબુદાસ માંનદાસ ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી. […]

Gujarat

રાજકોટમાં NCC ગ્રાઉન્ડમાં VHPનું સરપ્રાઇઝ ચેકિંગ, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના માણસો ગણાવી ગાળો ભાંડી

હાલમાં નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરના નીલ સિટી ક્લબમાં બુધવારે સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચેલા VHPના કાર્યકરોને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રોક્યા હતા અને ભાજપના માણસો ગણાવી ગાળો ભાંડી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલી બોલાચાલીથી તણાવનું વાતાવરણ સર્જાયું હતું. એ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં ઇન્દ્રનીલ […]

Gujarat

સાફ સૂથરા માર્ગ ઉપર ઝાડુ ફેરવાયા, મનપાએ જાહેર માર્ગો પર સાવરણા માર્યા, અંદરના વિસ્તારોમાં નજર જ ન કરી

મોરબીમાં તંત્રએ હમેશા સ્વચ્છતાના નામે નર્યો દેખાડો જ કર્યો છે. ત્યારે ફરી એકવાર મોરબી મહાપાલિકાએ સ્વચ્છોત્સવના નામે નર્યું તુર્ત ચલાવ્યું હતું. જેમાં આગામી ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા હી સેવા પખવાડિયા તરીકે ઉજવણી માટે સ્વચ્છોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન ચલાવવાનું કેન્દ્ર અને રાજય સરકારનું ફરમાન હોવાથી મોરબી મનપાને રસ ન હોવા છતાં મને કમને આ સ્વચ્છોત્સવમાં જોતરાઇને […]

Gujarat

હળવદમાં વ્યાજખોરીનો ભોગ બનેલા આધેડની ફરિયાદ

હળવદમાં વ્યાજખોરીના એક કેસમાં પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ એક આધેડ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા આપી, તેમની પાસેથી બે એક્ટિવા, એક બાઇક પડાવી લીધા હતા અને મકાનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. આધેડે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. હળવદની હરી દર્શન સોસાયટીમાં રહેતા સરકારી કર્મચારી રાજેશ ભીમજી […]

Gujarat

કાળીયાબીડ લખુભા હોલ પાસે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશને કાળીયાબીડ વિસ્તારમાં આવેલા લખુભા હોલ ખાતેથી થયેલી સોનાના ચેઇનની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે ચોરી કરનાર મહિલા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ, તા.23-9ના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં B.N.S. કલમ-303(2) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. […]

Gujarat

જામનગરની જિલ્લા જેલમાં નવરાત્રીની ઉજવણી

જામનગર જિલ્લા જેલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા જેલમાં નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીની આરતી અને ગરબે રમવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં કેદી માતાજીની આરાધના સાથે ગરબે રમે છે. બંદીવાન કેદી ભાઈઓ સાથે જિલ્લા ગાર્ડે પણ માતાજીની આરાધના કરી અને મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. જામનગર જિલ્લા જેલમાં નવરાત્રી પર્વ દરમિયાન ખાસ […]

Gujarat

જામનગરમાં પ્રાચીન ગરબાની જમાવટ

જામનગરના આઈ શ્રી સોનલ ધામ મંદિર ખાતે છેલ્લા 36 વર્ષથી ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રિમાં પ્રાચીન ગરબાઓ રજૂ કરવામાં આવે છે તેમજ પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવે છે. જેમાં મણીયારો રાસ સૌનું મન મોહી લે છે. અહીં ચારણ બાળાનો, ત્રિશુલ રાસ તેમજ ચારણ યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. […]