Gujarat

નવરાત્રિ પૂર્વે માતાના મઢે હજારો ભક્તોનું આગમન શરૂ

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં નવરાત્રી પૂર્વેજ યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે. છેલ્લા છ સાત વર્ષથી શ્રાધ્ધ પક્ષના અંતિમ બે ત્રણ દિવસ અગાઉથી અહીં ભાવિકો ઉમટે છે. અમાસના રવિવાર હોવાથી અહીં મોટી સંખ્યામાં યાત્રિકો આવશે તેવું અનુમાન છે. કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારીથી મોટી સંખ્યામાં આવતા યાત્રિકો તેમજ સેવા કેમ્પોને લઈ […]

Gujarat

ફટાકડાના લાઇસન્સ માટેના નિયમો હળવા કરાયા, 500 ચો.મી.થી ઓછી જગ્યામાં ફાયર NOC લેવામાંથી મુક્તિ

ભાદરવો માસ પૂરો થવાના આરે છે અને હવે આસો માસ આવતાં જ નવરાત્રિ અને દિવાળીના પર્વની ઉજ‌વણીનો માહોલ શરૂ થઇ જશે. દિવાળીના તહેવાર પર ફટાકડાના વેચાણ માટે પણ વેપારીઓ સજ્જ થઇ ગયા છે ત્યારે રાજ્ય સરકારે ફટાકડા માટેના ફાયર સેફ્ટીના એનઓસી માટે નવા નિયમો અમલી કર્યા છે. જેમાં જે દુકાનો કે સ્ટોલ 500 ચો.મી.થી વધુ […]

Gujarat

જામનગરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ગેરેજ-સંચાલકની હત્યા

જામનગરના લાલવાડી વિસ્તારમાં આજે પરોઢિયે એક ગેરેજ સંચાલક યુવાનની હત્યા થઈ છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને લાલવાડીમાં ગેરેજ ચલાવતા 27 વર્ષીય અખ્તર રફિકભાઈ ખીરા નામના યુવાનને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હુમલો કરાયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ […]

Gujarat

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ-ખાતમુહૂર્ત

પીએમ ના હસ્તે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કેમ્પસનું જૂનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે, તેની જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ નિર્માણ પામશે. રૂ. 525.10 કરોડના ખર્ચે 147617 ચોરસ મીટરમાં તૈયાર થનાર 8 માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ 2071 બેડ, 235 આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્ટર, […]

Gujarat

ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ સક્ષમ શાળા એવોર્ડ

જામનગરમાં સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લા કક્ષાએ સક્ષમ શાળા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુમેર ક્લબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાની સક્ષમ શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા અગ્રણી શ્રી સુરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દીગુભા જાડેજા, નગર […]

Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ  પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાનશ્રી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા […]

Gujarat

સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને ૨૦૨૪-૨૫માં ૧.૯૪ કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ૩ કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક

ગુજરાતની મહિલાઓ બની રહી છે આર્ત્મનિભર, રાજ્યમાં ૧૬,૦૦૦માંથી ૪૧૫૦ જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત દેશના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેના માધ્યમથી દેશના દરેક ગામડાના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે. આ વિઝન પર આગળ વધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા […]

Gujarat

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો: કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ વરસ્યો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે […]

Gujarat

રાજ્યના અનેક જિલ્લાઓમાં ૨૪ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી: હવામાન વિભાગ

છેલ્લા ૩-૪ દિવસોથી રાજ્યમાં જાણે ચોમાસાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગે આગામી ૨૪ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નવરાત્રિ ૨૨ તારીખથી શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જેમાં પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. […]

Gujarat

બીમાર માતાની સારવાર માટે નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટે ૫ દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને મળી રાહત દુષ્કર્મ કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા આસારામ ના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત મળી છે. પોતાની ૮૨ વર્ષીય બીમાર માતાની સારવાર માટે ૪૫ દિવસના હંગામી જામીન માગ્યા હતા. નારાયણ સાંઈની હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈકોર્ટે ૫ દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર […]