Entertainment

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને ૭ વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું

બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને ૭ વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયામાં કરેલ એક પોસ્ટમાં તેમણે આ માહિતી લોકો સાથે શેર કરી હતી. આ પહેલા તે વર્ષ ૨૦૧૮માં પણ આ ગંભીર બીમારી સામે જંગ લડી હતી. પરંતુ સાત વર્ષ બાદ ફરી એકવાર તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ અંગેની માહિતી […]

Entertainment

કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસે દાખલ કરેલ એફઆઈઆર રદ કરવાની માંગ કરી

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટની […]

Entertainment

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જાેવા મળી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર‘ કહેતા. તેઓ […]

Entertainment

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર‘ ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર

બૉલીવુડ ના ખ્યાતનામ અભિનેતા ને ભાઈજાન ના નામે પ્રખ્યાત એવા સલમાન ખાન ની ફિલ્મ ‘સિકંદર’ ને રીલીઝ થવાના ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે.દર્શકો સલમાન ખાનની ‘સિકંદર‘ ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ રિલીઝ થયા પછી, દર્શકો ફિલ્મથી નિરાશ થયા હોય તેવું લાગે […]

Entertainment

અભિનેત્રી તમન્ના ભાટીયા ‘રેઇડ ટુ’ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતી જાેવા મળશે

યો યો હની સિંહના રૈપ પર અભિનેત્રી ઠુમકા લગાવશે બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા અજય દેવગણની આવનારી ફિલ્મ ‘રેઇડ ટુ’ હાલ ખૂબ ચર્ચામાં છે, ફેન્સ તેની આતુરતા થી રાહ જાેઈ રહ્યા છે, ત્યારે હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, તમન્ના ભાટીયા આ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરવાની છે. અભિનેત્રી યો યો હની સિંહના રૈપ પર ઠુમકા લગાવતી […]

Entertainment

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું

બોલિવૂડમાં હીમેન તરીકે જાણીતા, ૮૯ વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મહારાષ્ટ્રના મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની આંખ પર બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જાેઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે. હોસ્પિટલની […]

Entertainment

ઇવેન્ટ આયોજકોના આરોપો બાદ, સિંગરે શેર કરી રહસ્યમય પોસ્ટ; લખ્યું- ભગવાન મારી સાથે છે

નેહા કક્કડ આ દિવસોમાં તેના મેલબોર્ન કોન્સર્ટને લઈને સમાચારમાં છે. સિંગર પર ઇવેન્ટમાં મોડા પહોંચવાનો અને માત્ર એક કલાક જ પરફોર્મ કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, નેહા અને તેના ભાઈ ટોનીએ ઇવેન્ટ આયોજકો પર ખરાબ મેનેજમેન્ટ હોવાનો આરોપ લગાવ્યો અને જ્યારે બીટ્સ પ્રોડક્શને પુરાવા સાથે નેહાની પોલ ખોલી હતી, હવે સિંગરે એક રહસ્યમય પોસ્ટ […]

Entertainment

તમિલગા વેત્રી કઝગમ ના વડા વિજય દ્વારા ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર

સાઉથના સુપરસ્ટારઅને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી વડા વિજયને તમિલનાડુ માં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે તેમની પાર્ટીની પહેલી જનરલ કાઉન્સિલ બેઠક દરમિયાન, તેમણે ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તમિલગા વેત્રી કઝગમ (્ફદ્ભ)ના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન વિજયે દાવો કર્યો હતો કે એક […]

Entertainment

બૉલીવુડ અભિનેતા આમિર ખાને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાને પોતાની ‘આમિર ખાન ટોકીઝ‘ નામની યુ ટયૂબ ચેનલ શરુ કરી છે. તેણે શરુઆતના કેટલાક વીડિયોમાં ‘લગાન‘નાં નિર્માણ વિશેની વાતો ઉપરાંત ‘લાપત્તા લેડીઝ‘માં તેના નિષ્ફળ ઓડિશનની વાતો શેર કરી છે. આ ચેનલના ઈન્ટ્રોડક્શન સ્ટુડિયોમાં આમિરે જણાવ્યુ હતું કે, ફિલ્મોની નિર્માણ પ્રક્રિયા પાછળ પણ કેટલીક સ્ટોરીઝ હોય છે. આ સ્ટોરીઝ પોતે કોઈ […]

Entertainment

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલી

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને હવે બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલવામા આવી છે, કારણ કે, તેના વિશેષ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં મહારાષ્ટ્રના ડેપ્યુટી ઝ્રસ્ એકનાથ શિંદે અને બાદમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ પર બોલિવૂડ ગીતની પૅરોડી બનાવી કટાક્ષ કરતો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ટી સીરિઝે યુટ્યૂબ પર કોપીરાઈટના ભંગ બદલ આ વીડિયો બ્લોક કરાવી […]