Gujarat

ગુજરાતના પ્રથમ ‘બેલેન્સિંગ ગણપતિ’ ગોધરામાં તૈયાર

ગોધરા શહેરમાં આવતીકાલે ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાશે. આ યાત્રા ગુજરાતમાં પ્રથમવાર ‘બેલેન્સિંગ ગણપતિ’ની મૂર્તિના આગમન માટે ખાસ બનશે. મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ દત્તે દ્વારા આ વિશાળ અને અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ચર્ચામાં આવેલી ‘બેલેન્સિંગ ગણપતિ’ની થીમ પર આધારિત છે. મૂર્તિનું સંતુલિત સ્વરૂપ અને તેની વિશાળતા આગમન […]

Gujarat

ગોધરામાં ગણપતિ યાત્રા ભીડમાં ફસાયેલી 108ને રસ્તો મળ્યો

ગોધરા શહેરમાં ગણપતિની આગમન યાત્રા દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ભીડમાં ફસાયેલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ માટે ગણેશ ભક્તોએ તાત્કાલિક રસ્તો કરી આપ્યો હતો. શ્રીમંત યુવક મંડળ દ્વારા આ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી છવાઈ ગયો હતો. યાત્રાની ભારે ભીડ […]

Gujarat

સાવરકુંડલામાં ₹38.55 કરોડના STP, WTP પ્રોજેક્ટ

અમરેલી ના સાવરકુંડલા શહેરમાં ₹38.55 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) પ્રોજેક્ટ્સનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ શહેરમાં ગંદા પાણીનું વૈજ્ઞાનિક શુદ્ધિકરણ અને નગરજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ, ગૌ સંવર્ધન, મત્સ્યપાલન વિભાગના મંત્રી અને […]

Gujarat

NH-48 પર ધનિયાવી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

વડોદરા શહેરના જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા નેશનલ હાઇવે-48 પર ગોકુલ કટ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા 31 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત […]

Gujarat

ગાજરાવાડીમાં રણછોડજી મંદિર પાસે જુગાર રમતા 3 ઝડપાયા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા જુગારીઓ પર પોલીસે સકંજો કસ્યો છે. ત્યારે પાણીગેટ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગાજરાવાડી, ગોમતીપુરામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 3 ઈસમોને રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થઈ જતાં […]

Gujarat

પૂરપાટ ઝડપે જઈ રહેલી બલેનો કાર ડિવાઈડર પર ચડી ગઈ, માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનની બરાબર સામે જ દારૂના નશામાં ધૂત કારચાલકે પોતાની બલેનો કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી, જેના કારણે કાર જોરદાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં […]

Gujarat

GSFC યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો

વડોદરાના ફર્ટિલાઇઝરનગર ખાતે GSFC યુનિવર્સિટીનો 8મો ભવ્ય પદવીદાન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ તેમજ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના કુલ 815 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. ડિગ્રી મેળવનારાઓમાં 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ક્ષેત્રે દીકરીઓએ ફરી […]

Gujarat

તહેવારોને લઈને પાલિકાએ 6 યુનિટનું ઇન્સ્પેક્શન કર્યું

વડોદરા શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા તેમજ ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ખોરાક શાખા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના આદેશ તેમજ અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે વાસણા-ભાયલી રોડ, ઓલ્ડ પાદરા રોડ, કારેલીબાગ, મુક્તાનંદ સર્કલ અને સમા-સાવલી રોડ […]

Gujarat

MS યુનિ.ની પૂર્વ વિદ્યાર્થિની પર યુવકનું દુષ્કર્મ

વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ગોત્રી વિસ્તારમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારીને યુવકે ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે ગોત્રી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2023માં યુવક સાથે વિદ્યાર્થિનીનો સંપર્ક થયો હતો પીડિત યુવતી […]

Gujarat

લાલપુરમાં સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આસ્થાનું કેન્દ્ર

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો વિવિધ આરાધના કરે છે. લાલપુરથી બે કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળામાં આવેલું સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સમગ્ર પંથક માટે અખૂટ આસ્થાનું કેન્દ્ર છે. આ શિવાલયની વિશેષતા એ છે કે અહીં રાંધણવાના ખડખડ વહેતા ઝરણાં મહાદેવના ચરણો પખાડે છે, જે એક અલૌકિક […]