વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડની ફેક એર ટિકિટ-વર્ક વિઝા મોકલી ગાંધીનગરના ૪ મિત્રોને ફસાવ્યા, પૈસા માગતા ફરાર વિદેશ જવા ઈચ્છતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતી ટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુડાસણમાં રહેતા ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના વેપારીના ચાર મિત્રોને ન્યૂઝીલેન્ડ મોકલવાના બહાને ખોટી એર ટિકિટો અને બનાવટી વિઝા લેટર્સ પધરાવી અમદાવાદના બે ભાઈઓએ ૭૦ લાખ પડાવી […]
India
ગુજરાતના ટોચના નેતાઓને દિલ્હીનું તેડું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ૨ દિવસ હાજરી આપશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગુજરાત ભાજપના ટોચના નેતાઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ […]
ગુજરાત સરકારની જિલ્લાવાર ધ્વજારોહણની યાદી જાહેર
રાજ્યપાલ વાવ-થરાદમાં, તો હર્ષ સંઘવી અમદાવાદમાં તિરંગો ફરકાવશે રાજ્યમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ગુજરાત સરકારે જિલ્લાવાર ધ્વજારોહણ કાર્યક્રમની સત્તાવાર ફાળવણી જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા વાયરલેસ સંદેશ મુજબ રાજ્ય સ્તરીય ધ્વજારોહણ સમારોહ વાવ-થરાદમાં યોજાશે, જેમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જિલ્લા […]
ગાંધીનગર હાઈ-વે પર બે અકસ્માતમાં બેના મોત
ગાંધીનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોમાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મોટા ચિલોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં એક મહિલા એક્ટિવા ચાલક અને એક રિક્ષાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ […]
સિગારેટ-સીંગ ભજીયા ઉધાર ન મળતા અમદાવાદીની ધમાલ
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં માત્ર ૪૦ રૂપિયાના સિગરેટ-સીંગ ભજીયા ન મળતા એક નબીરાએ પાન પાર્લર પર ધમાલ મચાવી. દુકાનદારે માલ-સામાન ઉધાર ન આપ્યાની અદાવત રાખીને પાન પાર્લરમાં તોડફોડ કરી. દુકાનના કાઉન્ટરથી લઈને સામાન પર લાકડીના ઘા ઝીકી સામાનને નુકશાન પહોંચાડ્યું. ફક્ત એટલુ જ નહીં દુકાનદારના દીકરાએ તોડફોડ કરતા રોકતા તેને પણ […]
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં ખોટા સર્ટિફિકેટ અને વારસાઈ નોકરીના કૌભાંડ ફરી ચર્ચામાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ખોટા જન્મ પ્રમાણપત્ર, ખોટા અનફિટ સર્ટિફિકેટ અને વારસાઈ નોકરીના નામે છેતરપિંડીના કિસ્સાઓ ફરી એક વખત સામે આવ્યા છે. વિજિલન્સ તપાસ બાદ નોકરીમાંથી કાઢી મૂકાયેલા અનેક કર્મચારીઓએ હવે અપીલ સબ-કમિટી સમક્ષ પોતાની નોકરી પરત મેળવવા માટે અરજી કરી છે, જેના કારણે કોર્પોરેશનમાં ચર્ચા ગરમાઈ છે. થલતેજ વિસ્તારના સફાઈ કામદાર લીલાબેન આત્મારામ વાઘેલાના […]
જાહેર રોડ પર ગંદકી કરનાર ૯ દુકાન સીલ
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે ત્યારે શહેરમાં લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. કચરો ફેંકી અને અન્ય રીતે ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના ગુરુકુળ રોડ, ઘાટલોડિયા સુરધારા સર્કલ, વસ્ત્રાપુર સહિત અલગ અલગ જગ્યા ઉપર ગંદકી કરનાર […]
નશામાં ધૂત ચાલકે એક પછી એક ૯ વાહનોને અડફેટે લીધા
ના ચાલવાના હોંશ કે ન સીધાં ઊભા રહેવાની તાકાત, લથડિયા ખાતા ડ્રાઈવરને પકડી લોકોએ પોલીસને સોંપ્યો અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક ૯ વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના […]
અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ ૧૦ના નિખિલ પટેલ નામના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. […]
અમદાવાદમાં મુસાફરો ભરેલી AMTS બસ ભડભડ સળગી
અમદાવાદના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસની આગળના ભાગે એન્જિનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. જેના પગલે તાત્કાલિક બસમાં સવાર મુસાફરો […]










