વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પારડી વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી પરફ્યુમની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹૩૪.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દમણના એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે. LCBની ટીમ પારડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી […]
India
વિદેશી વર્ક વિઝાના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
વલસાડ સિટી પોલીસે વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા કઢાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત 25 ઓક્ટોબર, 2025ના […]
ઉતરાયણ પર્વે દારૂની રેલમછેલ રોકવા વડોદરા પોલીસ એલર્ટ
ઉતરાયણ પર્વે દારૂની રેલમછેલ થતી રોકવા માટે વડોદરા પોલીસ થઈ ગઈ છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની કપુરાઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ ગોરવા પોલીસે 1.59 લાખના દારૂ સાથે એક […]
ઉત્તરાયણ ઉજવી પરત ફરતા બે મિત્ર ઘાયલ, એકની હાલત ગંભીર
વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી દમણ ઉત્તરાયણની ઉજવણી કરીને પરત ફરી રહેલા બાઇક ચાલક મહેન્દ્ર શંભુનાથ રાજભરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની સાથે બેઠેલા બે મિત્રો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. મહેન્દ્ર રાજભર (ઉંમર 36), જે સુરતના ડિંડોલી માર્ક પોઈન્ટ દશામાતા […]
ઉપલેટા પ્રોહીબીશન કેસનો ફરાર આરોપી ઝડપાયો
કુતિયાણા પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફે ભુરો નારણભાઈ હરણ નામનો આ આરોપી મૂળ બીલડી ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુતિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોજીયા, અલ્તાબ સમા અને […]
કુતિયાણા 108ની ટીમે ઘરે જ જોખમી ડિલિવરી કરાવી
કુતિયાણા તાલુકાના પસવારી ગામમાં 108 ઇમરજન્સી સેવાના સ્ટાફે સમયસૂચકતા દાખવી એક જોખમી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી છે. 108 ટીમે ઘરે જ એક સ્વસ્થ પુત્રનો જન્મ કરાવ્યો, જેનાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા. પસવારી ગામની એક પ્રસૂતા મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ કુતિયાણા 108ની ટીમ […]
બાંટવા ખારો ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાયું,14 ગામના ખેડૂતોને ફાયદો
બાંટવા ખારા ડેમમાંથી ઘેડ પંથકના ખેડૂતોના શિયાળુ પાક માટે 80.00 એમસીએફટી પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતને પગલે સરકાર દ્વારા આ વર્ષે ખેડૂતોને નિશુલ્ક પાણીનો અમુક જથ્થો મંજૂર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે બાટવા ખારા ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી છોડવાથી ઘેડ પંથકના થાપલા, […]
જેલમાં બંધ પ્રવીણ રામના પોસ્ટર સાથે આપનો વિરોધ
સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની દયનીય સ્થિતિ અને પૂરના પ્રશ્ને આજે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ‘આપ’ના કાર્યકરો અને નેતાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર જેલમાં બંધ ‘આપ’ નેતા પ્રવીણ રામના પોસ્ટરો રહ્યા હતા. કાર્યકરોએ પ્રવીણ રામના પોસ્ટરો હાથમાં રાખી સરકારની દમનકારી […]
ગુજરાત-MP સરહદે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક આરોપીને ઝડપી લીધો
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદે કતવારા વિસ્તારમાંથી ₹36.74 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આઇસર ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાના […]
ભાવનગર રેલવે: MG ટ્રેન સેવાઓમાં ફેરફાર, કેટલીક રદ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) વિભાગમાં ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય 19 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી આપી હતી. રદ કરવામાં આવેલી ટ્રેન સેવાઓમાં ટ્રેન નંબર 52951/52952 (જુનાગઢ – […]










