Gujarat

સુરતમાં બેફામ વાહન હંકારતા ચાલકો વધુ એક નિર્દોષ જિંદગી ભરખી ગયા

સુરતના ડીંડોલી વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો શહેરના ડીંડોલી વિસ્તારમાં એક હચમચાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રસ્તો ક્રોસ કરી રહેલી બે મહિલાઓને એક પૂરપાટ ઝડપે આવતા મોપેડ ચાલકે જાેરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ચાલક ભાગી છૂટ્યો હતો, પરંતુ સમગ્ર […]

Gujarat

અમદાવાદના મેમ્કો- નરોડા પાસેના અંબિકા એસ્ટેટની એક ફેક્ટરીમાં આગનો બનાવ

અમદાવાદના મેમ્કો-નરોડા રોડ પર આવેલા અંબિકા એસ્ટેટમાં સાંજના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં […]

Gujarat

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ૨૪ કલાકમાં હત્યાની બે ચોંકાવનારી ઘટનાઓ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોય તેમ છેલ્લા ૧૨ કલાકમાં હત્યાની બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. શનિવાર (૧૦મી જાન્યુઆરી) સાંજથી રવિવાર (૧૧મી જાન્યુઆરી) સવાર સુધીમાં બનેલી આ ઘટનાઓએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે એક કેસમાં આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા રહસ્યમય કેસમાં તપાસ તેજ કરી છે. જેતપુરના […]

Gujarat

૭ મહિના પહેલા ઇંગ્લિશ દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પડી જામનગર પોલીસ

જામનગર પોલીસને મળી મોટી સફળતા જેમાં પોલીસ મથકમાં આજથી સાત મહિના પહેલા ઇંગ્લિશ દારૂ અંગેનો એક કેસ કરવામાં આવ્યો હતો, જે કેસમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૪માં રહેતા સતીશ ઉર્ફે રાધે જેઠાલાલ મંગેને ફરારી જાહેર કર્યો હતો, અને ઉપરોક્ત આરોપી છેલ્લા સાત મહિનાથી નાસ્તો ફરતો રહ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે એસટી ડેપો રોડ પર […]

Gujarat

રાજ્યમાં માં ઉત્તર તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

છેલ્લા ૨ દિવસથી ગુજરાતમાં ઉત્તર તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રવિવારે (૧૧મી જાન્યુઆરી) કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. નલિયા અને આસપાસના વિસ્તારોમાં ઠંડી એટલી પ્રચંડ […]

Gujarat

પાટણના હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં, બેના મોત

રવિવારે પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર પર લકઝરી બસ પલટી મારી જતાં ૨ લોકોના મોત થયા છે જ્યારે ૧૮ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટિવા સવાર આડો ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો, બસ ચાલકે તેને બચાવવાનો પ્રત્યન કર્યો હતો. […]

Gujarat

ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ વડોદરામાંથી ઝડપાયું, ૧૭ ટિકિટો કબજે

રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વન ડે મેચના ગણતરીના કલાકો બાકી પહેલા ક્રિકેટ રસિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ટિકિટોના પાંચ ગણા ભાવ વસૂલતા બે યુવકોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૭ ટિકિટો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર થવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની […]

Gujarat

ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે રાજકોટ

રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત @ 2047ના વિઝન સાથે રાજકોટના આંગણે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું બપોરે ઉદ્ઘાટન કરશે. આ તકે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે.ગોએન્કા અને અદાણી પોર્ટ ગ્રૂપના કરણ અદાણી ખાસ હાજર રહેશે. સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં રવાન્ડાના હાઇકમિશનર […]

Gujarat

ગળોદર ધાર પાસે દરોડો પાડી 13.69 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 જેલભેગા, મુખ્ય સૂત્રધાર ફરાર

​જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદે વેચાણની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી ઝડપાઈ છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે માળિયા હાટીના પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માળિયા-સાસણ હાઈવે પર આવેલી એક એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડી પાંચ શખસને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા […]

Gujarat

જામનગરમાં નિદાન અને રસીકરણ કેમ્પનો સફળતાપૂર્વક આયોજન

જામનગર સ્થિત ખોડલધામ મહિલા સમિતિએ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સમિતિ દ્વારા આયોજિત કેન્સર નિદાન અને રસીકરણ કેમ્પમાં 6000થી વધુ મહિલાઓએ મેમોગ્રાફી, સોનોગ્રાફી, ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન અને રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્યલક્ષી કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો અને હોસ્પિટલોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જી.જી. હોસ્પિટલના નિષ્ણાત ડો. શિલ્પાબેન […]