Gujarat

સિહોરના પાલડી ગામમાં બાલિકા પંચાયત સંવાદ યોજાયો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પાલડી ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની પહેલ હેઠળ બાલિકા પંચાયતના સભ્યો માટે સંવાદ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈસીડીએસ કચેરી, સિહોરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. જેમાં બાલિકા પંચાયતની ભૂમિકા, કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સમાજમાં તેમની સક્રિય ભાગીદારી અંગે માર્ગદર્શન અપાયું […]

Gujarat

ખીજડિયા બાયપાસ પાસે LCBનો દરોડો

જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે સ્થાનિક ગુના શોધક શાખાએ એક હોટલના પાર્કીગમાં રાખેલી કારમાંથી રૂા. 2.71 લાખની કિંમતના દારૂની 388 બોટલના જથ્થા સાથે લીંબડીના બે શખસોને પકડી પાડયા હતા. પોલીસે દારૂ,કાર સહિત રૂા. 11.11 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં સપ્લાયર, આયાતકાર સહિત ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. જામનગર સ્થાનિક […]

Gujarat

જામનગરથી ₹78,900ના દારૂ સાથે શખસ ઝડપાયો

જામનગર LCB પોલીસે શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત કુલ ₹78,900ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. દારૂના સપ્લાયર અને મંગાવનારને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. […]

Gujarat

સમામાં બુટલેગર ‘શિયાળ’ના દારૂના નેટવર્ક પર પોલીસનો દરોડો

વડોદરા શહેર પોલીસે સમા વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધા સામે રેડ કરતાં મુખ્ય બુટલેગર રમણ ઉર્ફે ‘શિયાળ’ માળી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરના 96 નંગ, છ મોબાઇલ ફોન, એક ટુ-વ્હીલર તથા રોકડ રૂપિયા સહિત રૂ.2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રમણ […]

Gujarat

આહિરસેના ગુજરાત દ્વારા આહિર સેના સુરતમાં સંગઠન મજબૂત બનાવવાની ઝુંબેશ ઉપડવામાં આવી

આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર કેતનભાઇ વાણિયાના ને પત્રકાર મુકેશ જીંજાળા ને જણાવ્યા મુજબ આહિર સેના ગુજરાત હાલ આખા ગુજરાતની અંદર આહીર સમાજનું સંગઠન મજબૂત બનાવી રહી છે ત્યારે સુરતની અંદર પણ વસતો આહિર સમાજ આહિર સમાજના યુવાનોને નવી દિશા બતાવવા માટે સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરની અંદર […]

Gujarat

ઉચ્છલ હાઇવે પર ST બસ-કન્ટેનર કાદવમાં ફસાયા

તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. ઉચ્છલના ટોકરવા ગામ નજીક રોડ પર ચીકણા પદાર્થને કારણે સુરતથી નિઝર-નંદુરબાર જતી એસ.ટી. બસ અને એક કન્ટેનર કાદવમાં ફસાયા હતા. આ ઘટનામાં એક બાઇકનો કચ્ચરઘાણ થયો, જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો. એક જ દિવસમાં આ રોડ પર કુલ 8 અકસ્માતો થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

Gujarat

સોનગઢના વડપાડામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન શરૂ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની વડપાડા પ્ર. ઉંમરદા ગ્રામ પંચાયતમાં બુધવારે ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શન અભિયાન શરૂ કરાયું હતું. આ પહેલ ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાનો છે. આ અભિયાનમાં પર્યાવરણને અનુકૂળ ઈ-રિક્શા કચરા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના દરેક ઘરેથી […]

Gujarat

જાંબુવા ચેક પોસ્ટ પરથી 49 ગ્રામ MD સાથે એક ઝડપાયો, 5 હજારના કમિશન માટે મધ્યપ્રદેશ જઈને ડ્રગ્સ લઈ આવ્યો

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ શહેર SOG અને મકરપુરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને જામ્બુવા પોલીસ ચેક પોસ્ટ નજીકથી 49 ગ્રામ 690 મિલિગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સ અને મોબાઇલ ફોન સહિત કુલ 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે […]

Gujarat

સોશિયલ મીડિયા પર પ્રેમ કરવો કિશોરીને ભારે પડ્યો

અમદાવાદ ખાતે રહેતી 16 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા પરથી યુવક સાથે મિત્રતા બંધાઈ હતી, ત્યારે પ્રેમી લગ્ન કરવા માટે વાત કરતા વિશ્વાસમાં આવી ગયેલી સગીરા પોતાનું ઘર છોડી વડોદરા શહેરના સયાજીગંજ સિટી બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ તેણે ફોન કરતા યુવકે એને ઓળખવાનો ઇનકાર કર્યો હતો અને લેવા આવ્યો ન હતો. લગ્ન કરવા […]

Gujarat

સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ સોપ બનાવવાનું નેટવર્ક ઝડપાયું

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા વેદાંત ઈન્ડસ્ટ્રીઝ-03 પ્રગતિ ઈકો પાર્ક ખાતેથી કોપીરાઈટ એક્ટના ભંગ બદલ અમરોલી પોલીસે દરોડા પાડીને આરોપી વેપારીની ધરપકડ કરી છે. જાણીતી કંપની યામી ઘર શોપ પ્રા.લી.ના નામે ડુપ્લીકેટ કોસ્મેટિક સોપ બનાવી વેચાણ કરતા ઈસમ પર કંપનીના અધિકૃત અધિકારીની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 1,81,200ની કિંમતનો […]