ઈમરાન ખાનને અઠવાડિયામાં બે વાર મળવાની સુવિધા પુન:સ્થાપિત કરવામાં આવે- ઇસ્લામાબાદ હાઈકોર્ટ જેલમાં બંધ પાકિસ્તાનના પર્વ વડાપ્રધાન માટે એક સારા સમાચાર આવ્યા હતા જેમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે અધિકારીઓને અઠવાડિયાના બે અલગ અલગ દિવસોમાં ખાનની બે બેઠકોનું આયોજન કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે મુલાકાત લેનારાઓને રાજકીય નિવેદનો આપવાની મંજૂરી આપવામાં આવશે […]
International
ન્યુઝીલેન્ડના સાઉથ આઈલેન્ડ પર ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર સવારે ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર ૨:૪૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૩૩ કિમી નીચે હતું. જિયોનેટના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌથી મોટી રાહતની વાત છે કે, શક્તિશાળી ભૂકંપ બાદ પણ હજુ […]
કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને ૫ અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
૮૮ વર્ષીય કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને ૫ અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે હોસ્પિટલની બાલ્કનીમાંથી સમર્થકોનો આભાર માન્યો. ફેફસાના ચેપ લાગવાના કારણે પોપને ૧૪ ફેબ્રુઆરીએ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી પોપ વેટિકન સિટીમાં તેમના […]
મૂળ પોરબંદરના યુવકની મોઝામ્બિકમાં અપહરણ બાદ હત્યા; મૃતદેહ વતન લવાયા બાદ પરિવારમાં શોકની લાગણી
છેલ્લા ૧૬ વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા અને મૂળ પોરબંદરના વતની યુવાન નું ૩ માર્ચ, ૨૦૨૫ની રાત્રે ત્યાંના લુટારૂઓ અંધાધુંધ ફાયરીંગ કરીને અપહરણ કર્યું હતું. રવિવારે યુવકના મૃતદેહને વતન લાવામાં આવતા પરિવારમાં શોક છયાવો હતો. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ ગુજરાતના પોરબંદરના ૩૬ વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી છેલ્લા સોળ વર્ષથી […]
૨૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ કેનેડામાં સ્નૈપ ચૂંટણી યોજાશે: વડાપ્રધાન માર્ક કાર્ની
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી મોટી જાહેરાત કેનેડામાં વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક જાહેરાત કરી હતી કે આગામી મહિને એટલે કે ૨૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ દેશમાં સ્નેપ ચૂંટણી યોજાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેનેડીયન વડાપ્રધાન ની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય‘ ટેરિફના જવાબમાં છે જે […]
ઇઝરાયલે લેબનોનમાં જાેરદાર વળતો હુમલો કર્યો; રાજધાની જેરુસલેમ સાયરનના જાેરદાર અવાજથી ગુંજી ઉઠી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝેના આદેશ પર ઈઝરાયલી સેનાએ લેબનોનમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે શનિવારે વહેલી સવારે લેબનોનમાં જાેરદાર હવાઈ હુમલો કર્યો હતો આ જવાબી હુમલામાં લેબનોનમાં અનેક સ્થળોએ ભીષણ આગની ઘટના પણ બની હતી. આ બાબતે ઈઝરાયલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “શનિવારે સવારે ઈઝરાયલ પર […]
જેહાદી સંગઠ દ્વારા નાઈજરના પશ્ચિમ ભાગમાં આવેલા એક ગામ પર મોટો હુમલો; ૪૪ ના મોત
નાઈજરના ગૃહ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે, શુક્રવારે બપોરે માલી અને બુર્કિના ફાસોની સરહદે આવેલા કોકોરુ ગ્રામીણ વિસ્તારના ફામ્બિતા ગામમાં એક જેહાદી સંગઠન દ્વારા હુમલ કર્યો હતો અને આ ઘટના માટે ‘ઈસ્લામિક સ્ટેટ ઈન ગ્રેટ સહારા અથવા ઈૈંય્જી‘ને જવાબદાર ઠેરવ્યું હતું. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરે ૨ વાગ્યે, જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ […]
બલૂચિસ્તાનમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા દેખાવકારો પર પાક. સૈન્યનો અત્યાચાર, મહરંગ બલોચ સહિત સેંકડોની ધરપકડ
દેખાવકારો પર હિંસા બાદ મહરંગની હાકલથી બલૂચિસ્તાન સજ્જડ બંધ પાક. સૈન્યના હુમલામાં માર્યા ગયેલા દેખાવકારોના જનાજાની નમાઝની તૈયારી ચાલતી હતી ત્યારે સૈનિકો મૃતદેહો જ ઉઠાવી ગયા બલોચ આર્મી સામે નિસફ્ળ પાકિસ્તાન સૈન્યે હવે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી રહી કે જેમાં, બલૂચિસ્તાનમાં બીએનએમ અને બીએસએ જેવા સંગઠનો અનેક સ્થળો પર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સૈન્ય […]
દક્ષિણ કોરિયામાં ૨૦ થી વધુ સ્થળોએ જંગલો આગની લપેટમાં
૨૭૫ હેક્ટર અથવા ૬૮૦ એકર વિસ્તાર ભયંકર આગની લપેટમાં દક્ષિણ કોરિયાના જંગલોમાં ૨૦ થી વધુ સ્થળોએ ભયંકર આગ લાગી છે, જેમાંથી દક્ષિણ-પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાયેલી આગને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ ભીષણ આગમાં ચાર ફાયરમેનના મોત થયા છે. દક્ષિણ કોરિયાના જંગલોમાં આગની જ્વાળાઓનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડે છે કે […]
ન્યુ મેક્સિકોમાં લા’ક્રુસેસના એક પાર્કમાં માસ ફાયરીંગ; ઓછામાં ઓછા ૩ના મોત, ૧૨થી વધુ લોકો ઘાયલ
અમેરિકામાં ફરી એકવાર ફાયરીંગની ઘટના અમેરિકાનાં દક્ષિણનાં રાજ્ય ન્યૂ મેક્સિકોનાં લા‘ક્રુએસ શહેરનાં યંગપાર્કમાં રતન સમયે એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને લાસ ક્રુસેસની ત્રણ સ્થાનિક હોસ્પિટલો અને અલ પાસોની યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (પ્રાદેશિક ટ્રોમા સેન્ટર)માં […]










