દુબઈ ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દુર્ભાગ્યપૂર્ણ રીતે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ગ જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી તે ટૂર્નામેન્ટમાં બાકીની મેચોમાં નહીં રમી શકે. ભારતીય ટીમ એશિયા કપ ટી૨૦ ટૂર્નામેન્ટમાં સુપર ફોરમાં પહોંચી છે ત્યારે ઓલ રાઉન્ડર જાડેજા ટીમનો હિસ્સો નહીં રહેતા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. જાડેજાના સ્થાને અક્ષર […]
International
એશિયા કપમાં હોંગકોંગ સામેનો બીજાે મુકાબલો રેકોર્ડ ૧૪૪ રને જીતી વિજય મેળવી
દુબઈ પાકિસ્તાને શુક્રવારે એશિયા કપમાં હોંગકોંગ સામેનો બીજાે મુકાબલો રેકોર્ડ ૧૪૪ રને જીતી લેતા સુપર ફોરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ એશિયા ખંડના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન રવિવારે વધુ એક વખત ગ્રુપ એના સુપર ફોર મુકાબલામાં ટકરાશે. પાકિસ્તાને પ્રમાણમાં નબળી ગણાતી હોંગકોંગની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં બે વિકેટે ૧૯૩ […]
ઓસ્ટ્રેલિયાની સરકારે ચાલુ વર્ષ માટે પર્મેનન્ટ ઇમિગ્રેશન વીઝાની સંખ્યામાં ધરખમ વધારો કર્યો
ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલિયાની સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે પર્મેનન્ટ ઇમિગ્રેશન વીઝાની સંખ્યા ૩૫,૦૦૦ વધારી ૧૯૫,૦૦૦ કરવાની શુક્રવારે જાહેરાત કરી છે. દેશમાં કુશળ પ્રોફેશનલ અને શ્રમિકોની અછતને પગલે આ ર્નિણય કર્યો છે. સરકારે તેના ઇમિગ્રેશન પ્રોગ્રામમાં પણ સુધારો કરવાની પણ જાહેરાત કરી છે. કોરોના મહામારી બાદ શ્રમિકોની અછતની સમસ્યા વધુ ઘેરી બની છે. સરકારો, ટ્રેડ યુનિયન્સ, બિઝનેસ […]
અફઘાનિસ્તાનમાં હેરાતની મસ્જિદ બહાર થયો વિસ્ફોટ, ૧૫ લોકોના થાય મોત
કાબુલ અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં જુમાની નમાઝ દરમિયાન ધમાકો થયો છે. એક ન્યૂઝ રીપોર્ટ પ્રમાણે બ્લાસ્ટમાં મસ્જિદના ઇમામ મુઝીબ ઇમામ રહમાન અંસારીનું મોત થયું છે. તો આ વિસ્ફોટમાં ૧૫ જેટલા લોકોના મોત થયા છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટ એક આત્મઘાતી હુમલાને કારણે થયો. જાણવા મળ્યું કે ધમાકો મસ્જિદની અંદર જુમાની નમાઝ દરમિયાન થયો […]
લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરૂગાની સગીરા સાથે બળાત્કારના આરોપમાં કરાઈ ધરપકડ
બેંગલુરૂ સગીર છોકરીઓને સંડોવતા જાતીય સતામણીના કેસમાં આરોપી લિગાંયત સંત શિવમૂર્તિ મરૂધા શરણારૂની કર્ણાટક પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં લિંગાયત સંત શિવમૂર્તિ મુરૂધા શરણારૂની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ (પોક્સો) એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. શરણારૂની ધરપકડના થોડા સમય પહેલા ગુરૂવારે કર્ણાટક પોલીસે તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર […]
વાઈરલ વીડીયોમાં અફઘાનિસ્તાનની મહિલાએ પોતાના પર થયેલા જુલ્મનું દર્દ વ્યક્ત કર્યું
કાબુલ અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓ પર જુલ્મો વધી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ અફઘાની મહિલા ઇલાહા છે. જેની સાથે તાલિબાનના આંતરિક મંત્રાલયના પૂર્વ પ્રવક્તા સઇદ ખોસ્તીએ પહેલા બળજબરીથી લગ્ન કર્યા અને હવે તેને સતત પ્રતાડિત કરવામાં આવી રહી છે. સઇદ ખોસ્તીની પત્ની ઇલાહાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ૨૪ વર્ષીય ઇલાહા […]
શું ઝિમ્બાબ્વેમાં ખરાબ હાલત વચ્ચે લોકો પશુમાં કરી રહ્યા રોકાણ?.. શું ગાય છે એક સુરક્ષિત વિકલ્પ?
ઝિમ્બાબ્વે ઝિમ્બાબ્વે હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દક્ષિણ આફ્રિકી દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. આંકડા જાેઈએ તો જૂનમાં અહીં મોંઘવારી દર ૧૯૨ ટકા પર પહોંચી ગયો હતો. જે સૌથી વધુ છે. જેનું એક કારણ યુક્રેન-રશિયા યુદ્ધ પણ છે. યુદ્ધના કારણે ઘરેલુ જરૂરિયાતોના ભાવ આકાશને આંબી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ બે દાયકામાં બેંકોમાં રોકાણ […]
સ્પેનની સંસદે યૌન હિંસાને રોકવા એવો કાયદાને આપી સંમતિ કે જેના પર થઈ ગયો શરુ વિવાદ
સ્પેન સ્પેનની સંસદે યૌન હિંસાને રોકવા માટે એક એવો કાયદાને સંમતિ આપી છે, જેના પર ખુબ વિવાદ થઈ રહ્યો છે. લગભગ એક વર્ષની તૈયારી બાદ આ નવા અને કડક કાયદાને સંસદમાં ૨૦૫ સાંસદોની સંમતિથી મંજૂર કરવામાં આવ્યો છે. જાેકે, ૧૪૧ સાંસદોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તેને કોમ્પ્રિહેન્સિવ ગેરેન્ટી ઓફ સેક્સ્યુઅલ ફ્રીડમ લો એટલે કે […]
IMF૨.૯ અબજ ડોલરનું રાહત પેકેજ આપે તો શ્રીલંકાનું આર્થિક સંકટ દૂર થઇ શકે ખરા?…
કોલંબો આર્થિક અને રાજકીટ સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના જલદી થોડી રાહત મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આઈએમએફના પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચામાં શ્રીલંકા ૨.૯ અબજ ડોલરના શરતી રાહત પેકેજ પર રાજી થઈ ગયું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાને કારણે આયાત બંધ થઈ ગઈ છે. તો જનતા ભોજન અને પેટ્રોલ-ડીઝલ માટે પણ તરસી રહી […]
જાપાન અને ચીન થઇ શકે છે ૨૦૨૨ના સૌથી મજબૂત વૈશ્વિક તોફાનની અસર
ચીન દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીન માટે વધુ એક મોટી મુસીબતના એંધાણ છે. વાત જાણે એમ છે કે આ બંને દેશોની ચિંતા ૨૦૨૨ના સૌથી મજબૂત વૈશ્વિક તોફાને વધારી દીધી છે જે પૂર્વ ચીન સાગરને પાર જાપાનના દક્ષિણી દ્વિપોને જાેખમમાં નાખી શકે છે. યુએસ જાેઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર મુજબ સુપર ટાઈૂન હિનામનોર હાલ લગભગ […]










