Gujarat

દેલવાડા પાસે મચ્છુન્દ્રી નદી પર બાયપાસ રસ્તો બનાવી તાત્કાલીક શરૂ કરવા માંગ.

ઊના દેલવાડા ગામ પાસે મચ્છુન્દ્રી નદી પર બ્રીજનુ કામ મંજુર થયેલ છે. જે કામ ચોમાસું પુર્ણ થયે શરૂ કરવાના બદલે ચોમાસા પહેલા શરૂ કરવામાં આવેલ છે. તેના કારણે દેલવાડાથી ખાણ, અંજાર, કોઠારી, કાળાપણ, રજપુત રાજપરા, દાંડી, સેંજલીયા, ખડા, ખજુદ્રા, સીમર, સૈ-રાજપરા, દુધાળા, માણેકપુર, સંજવાપુર, મોઠા ગામે જવાનો રસ્તો કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી બંધ કરવામા આવેલ હાલ ચોમાસું પુર્ણ થઈ ગયેલ છે. આ દેલવાડા મચ્છુન્દ્રી પર તાત્કાલીક અસર થી બાયપાસ રસ્તો (મોટા નાળા મુકી) શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્ય પુંજાભાઇ વંશે જીલ્લા માર્ગ અને મકાન વિભાગ વિભાગને લેખિત રજુઆત કરી માંગણી કરી છે.

દેલવાડા-પાસે-મચ્છુન્દ્રી-નદી-પર-બાયપાસ-રસ્તો-શરૂ-કરવા-બાબત-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *