Gujarat

આમ આદમી પાટીૅ ગુજરાત ના મહામંત્રીનું આજરોજ દુ:ખદ્ અવસાન થયું

🙏🏻🙏🏻🙏🏻 શોકપ્રવર્ત🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આમ આદમી પાર્ટી ગુજરાત આજે અત્યંત શોકમય છે. અત્યંત દુઃખદાયી અને આઘાતજનક ઘટના આજે ઘટી છે. *આમ આદમી પાર્ટી ગુજરાતના લાડીલા મહાનાયક અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય આજે આપણી વચ્ચે રહ્યા નથી.*

હ્ર્દય દ્રવી ઉઠે તેવી આ અત્યંત શોકમય ગમગીની છવાઈ ગઈ છે. ઈશ્વર આગળ કોઈની ઈચ્છા ચાલી નથી. પ્રભુ સદગત શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાયની આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખના કપરા સમયમાં સહનશીલતાની શક્તિ આપે એવી પ્રાર્થના.

આમ આદમી પાર્ટી ગુજરાત પરિવાર ભાવેશભાઈ ઉપાધ્યાયની સદા સાથે છે અને રહેશે. આમ આદમી પાર્ટી ગુજરાત ભાવેશભાઈને અશ્રુભીની આંખો સાથે ભાવભીની વિદાય આપે છે અને પુષ્પાંજલિ દ્વારા તેમને સર્વે કાર્યકર્તાના મનમાં અને હૃદયમાં સ્થાન આપે છે. 💐💐💐

સમગ્ર પાટણ જિલ્લા ટીમ

તથા સમગ્ર આમ આદમી પાર્ટી ગુજરાત પરિવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *