કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન…
લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર
ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ પંથક માં લોકડાઉન. લોકો સ્વભું પોતાના વેપાર વાણિજ્ય બંધ રાખીને લોકડાઉન માં જોડાયા……
ગત મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. તો આજે સવારે કાલાવડ પંથક ના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોક ડાઉન ને લઈ સુમસાન જોવા મળી હતી. કાલાવડ તેમજ આજુબાજુ ના ગ્રામીણ વિસ્તારો ના મુખ્ય બજાર થી લઇ જાહેર માર્ગો સુમસાન જોવા મળ્યા. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદિ ની આહવાન નું પાલન કરેલ…. અને abc News ગુજરાતી ન્યૂઝ’ તમામ દર્શક મિત્રો ને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સબરકાર દ્વારા આપવામાં આવેેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો.
કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન , પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદિ ની આહવાન નું પાલન કરેલ…
બાઇટ :- હર્ષલ ખંધેડિયા ( રિપોર્ટર )
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ