Gujarat

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *એફ.એમ. રેડિયોના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણીની મદદથી ઓડિયો કલીપ બનાવી

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોક ડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, તેવા લોકોને પકડી ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. સાથેસાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *એફ.એમ. રેડિયોના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણીની મદદથી ઓડિયો કલીપ બનાવી, લોકોને સાવચેત રાખવા માટે બનાવવામાં આવેલ ઓડિયો ક્લિપ સમગ્ર શહેર તથા જિલ્લામાં પોલીસ મોબાઈલમાં રહેલ માઇક તેમજ રિક્ષાઓમાં માઇક ગોઠવી, લોકોને સંભાળાય શકે તેવી ખાસ વ્યવસ્થા* ગોઠવી, જુદા જુદા વિસ્તારમાં લોકોને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થાના *નવતર પ્રયોગ/અભિગમ* હાથ ધરવામાં આવેલ છે…._

IMG-20200328-WA0160.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *