મોરબીની સિવિલ અને ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્ય જીએસટી ચીફ કમિશ્નર
મોરબી : હાલ કોરોનાને અટકાવવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તમામ વીભાગો હાલ આ કામગીરીમાં જોડાય ગયા છે. આ દરમિયાન આજે રાજ્યના જીએસટી ચીફ કમિશનર મોરબી આવી પહોંચ્યા હતા અને તેઓએ સિવિલ હોસ્પિટલ તેમજ ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ વેળાએ કલેકટર, એસપી, ડીડીઓ અને આરોગ્ય અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં કોરોનાને અટકાવવા તંત્ર સજ્જ બન્યું છે. શહેરમાં આવેલ સિવિલ હોસ્પીટલમાં હાલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી શકાય તે માટે ૧૦૦ બેડની તમામ ફેસેલીટી સાથેની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે જોકે, ક્રિષ્ના હોસ્પિટલને પણ કોરોના કોવીડ-૧૯ માટેની આઇસોલેશન હોસ્પિટલ જાહેર કરવામાં આવે તેવી શકયતા હતી માટે તૈયારીઓ કરવામાં આવી હતી જો કે સરકારે હાલમાં માત્ર સિવિલને જ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કર છે તેવામાં આજે રાજ્યના જીએસટી ચિફ કમિશ્નર જે.પી. ગુપ્તા મોરબીની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સિવિલ અને ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી