*રાજકોટ શહેર જીલ્લામાં લોકડાઉનની મર્યાદાઓ પાળવાની ભારપૂર્વક અપીલ કરતા કલેકટર.*
*રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહને રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકોને પોતાના અંગત પ્રશ્નો સાથે કલેક્ટર કચેરી નહિ આવવાની અપીલ કરતાં લોકડાઉનની મર્યાદાઓને ચૂસ્તપણે પાળવા ભારપૂર્વક જણાવ્યું છે. હાલમાં કોરોના વાયરસના સંક્રમણનને ખાળવા વહીવટીતંત્ર પોતાની પુરી શક્તિથી કામે લાગ્યુ છે. જેમાં આરોગ્ય સેવા. અનાજ પુરવઠો. દૂધ. શાકભાજી. દવાઓ જેવી અતિ આવશ્યક ચીજ-વસ્તુઓની આપૂર્તિ યોગ્ય રીતે જળવાઇ રહે. તેમજ જિલ્લામાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે રીતે દિવસ-રાત આવી કામગીરી કરવામાં આવી રહી છે. જન-જીવન કોઇ પણ પ્રકારની મુશ્કેલી વગર ચાલતું રહે, શાંતિ જળવાઇ રહે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહાલ થાય તે માટે યોગ્ય અને ઉચિત પગલાઓ પ્રસાશન ધ્વારા લેવામાં આવી રહ્યાં છે. સરકારની સૂચનાઓ અને સેવાઓના યોગ્ય અમલ જરૂરિયાતમંદ સાથે છેવાડાના વ્યક્તિ સુધી થાય તેમને જે પણ કોઇ રાહત કે મદદ આપવાની થાય તે બાબત ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સાથે તંત્ર ખડે પગે ફરજ નિભાવી રહ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*