Gujarat

રાજકોટ શહેર જીલ્લા કલેકટરે જાહેર કરેલા પ્રતિબંધક હુકમો ૩ મે સુધી અમલમાં રહેશે.*

*રાજકોટ શહેર જીલ્લા કલેકટરે જાહેર કરેલા પ્રતિબંધક હુકમો ૩ મે સુધી અમલમાં રહેશે.*

*રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં. જિલ્લાની હદ વળોટવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી, સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સાથે કોઈ પણ જગ્યાએ એકઠા થવું નહીં. સભા-સરઘસ સંમેલન મેળાવડા કે લોકમેળાના આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં લોકોએ હાજર રહેવું નહીં. મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, અમ્યૂઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બજાર તેમજ જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય. તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ/ ટ્યુશન કોચિંગ ક્લાસ વગેરે જગ્યાએ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા, સરકારી તથા ખાનગી હોસ્ટેલ, જાહેર બાગ-બગીચા તથા ધાર્મિક મેળાવડા, પાન માવાના ગલ્લાઓ અને દુકાનો તથા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, બંધ રાખવી. તમામ હોટેલો, રેસ્ટોરન્ટો, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ ફરસાણની દુકાન, ભોજનાલય વગેરે ખાતે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઈપણ પ્રકારના મીડિયા મારફત આવશે તો તે ગુનો ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર / દેશમાંથી આવ્યો હશે તો તેમની નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર-જિલ્લાના કંટ્રોલરૂમ નંબર ૧૦૪ પર અંગે ફરજિયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાહેર રસ્તાઓ પર કોઈ વ્યક્તિ થુંકીને કે અન્ય રીતે ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમ અનુસાર દંડ વસૂલ કરવામાં આવશે. કતલખાના બંધ રાખવા તેમજ માંસનું વેચાણ ન કરવું. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ ની કલમ-૧૩૫,૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200416-WA0701.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *