*રાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૩ કેસ નોંધાયા છે. આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.*
*રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૩ કેસ નોંધાયા છે. જયારે આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ૨૯, ગ્રામ્યના ૨ અને અન્ય જીલ્લાના ૨ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ જીલ્લામાં જ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૫૦ પર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૪૭૩૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના P.I વી.કે.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે રાજકોટના વધુ એક કોરોના વોરીયરનું નિધન થયું છે. સીનીયર ડો.બી.ટી.ડઢાણીયાનું કોરોનાના કારણે મોત થયુ છે. રાજકોટ કોરોનાથી ઉભી થયેલી પરિસ્થતિને રોકવા આજે ફરી આરોગ્ય સચિવ જયંતી રવિ રાજકોટની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે ફરી આરોગ્ય અગ્રસચિવને રાજકોટ મોકલ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


