*રાજકોટ શહેર સ્ટેશનરીના વેપારીઓ ધંધાર્થીઓ અને શાપર-વેરાવળના વિવિધ વેપારી મંડળો દ્વારા આજથી અચોક્કસ મુદત સુધી બપોરે 4 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.*
*રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટના ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મરચન્ટ એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું છે કે શહેરમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ ખુબજ ભયજનક છે. તેને ધ્યાનમાં રાખી ધંધાર્થીઓની ટેલીફોનીક મીટીંગ કરવામાં આવી હતી. જેમાં વેપારીઓએ આજથી તા.૨૬ શનિવાર સુધી સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે દુકાન ખોલવી તેવો નિર્ણય કરવામાં આવેલ છે. ૧૦ દિવસ સુધી સાંજે ૫ વાગ્યા બાદ દુકાનો બંધ કરી દેવામાં આવશે. શાપર-વેરાવળ ગ્રામ પંચાયત અને શાપર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા તા.૧૭ થી સાંજે ૪ વાગ્યા બાદ સમસ્ત માર્કેટ હાલ પુરતુ કાયમી બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે ૭ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી વેપારી-ધંધા અને બજારો ખુલ્લી રાખવામાં આવશે. કપડા, ફુટવેર, મોબાઈલ, કરીયાણા, કોસ્મેટીક, ડેરી, ફરસાણ, ઈલેકટ્રીક્સ, દરજી, સ્ટુડીયો સહિતના ધંધાર્થીઓ અને વેપારીઓએ આ નિર્ણયનું પાલન કરવાનું રહેશે. તેમજ નિયત સમય બાદ દુકાન ખુલ્લી રાખનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેની જવાબદારી વેપારીની રહેશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


