Uncategorized

અમરેલી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ*

*અમરેલી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ*

કોરોના વાયરસના સંક્રમણના પગલે સુરત અને મુંબઈમાં મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ થતા ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રે કામ કરતા લોકો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લામાં પરત ફરી રહ્યાં છે. રોજના અંદાજે ૭૫૦૦ લોકો ખાનગી બસો દ્વારા અમરેલી જિલ્લામાં પ્રવેશ કરે છે. રાજ્ય સરકાર દ્વારા ૨૫ માર્ચ સુધી આવી તમામ પેસેન્જર બસો બંધ કરવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ આવા સ્થળાંતર કરેલા લોકોને અપીલ કરી હતી કે છેલ્લા દસ દિવસમાં કોઈપણ વ્યક્તિ રાજકોટ, સુરત કે મુંબઈથી પરત આવેલ હોય અને શરદી-તાવ-ખાંસીના લક્ષણો હોય કે ન હોય તેવા તમામ વ્યક્તિ પોતાના ઘરમાં સેલ્ફ કોરન્ટાઈન પાળે જેથી અન્ય વ્યક્તિઓને, કુટુંબીજનોને તેમજ આજુબાજુમાં રહેતા લોકો ભયમુક્ત રહી શકે

માહિતી સુમિત ગોહિલ
રિપોર્ટર
રસિક વેગડા મોટીકુકાવાવ

Screenshot_20200322-210415_WhatsAppBusiness.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *