Uncategorized

સમાચાર સંખ્યા: ૧૨૫ વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ – ઘરમાં જ રહો સુરક્ષિત રહો

સમાચાર સંખ્યા: ૧૨૫

વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ – ઘરમાં જ રહો સુરક્ષિત રહો

અમરેલી જિલ્લામાં આજ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

વહીવટી તંત્ર દ્વારા જનહિતમાં ઉમદા કામગીરી કરાઈ

અમરેલી જીલ્લામાં કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવા ૭૦૭૩ તાલીમબદ્ધ કર્મચારીઓ ખડેપગે કાર્યરત

જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ શરૂ

જિલ્લાની ચેકપોસ્ટ ખાતે ૧૫૨૮ વાહનોના ૮૧૨૫ પેસેન્જરોનું સ્ક્રીનીંગ

જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ડ કુલ ૧૧૫ વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર સ્ટેમ્પ લગાવાયા

હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત ૯૧૩૭૨ ઘરના કુલ સાડા ચાર લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો

જિલ્લાની ૩૪૬ કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ

અમરેલી જિલ્લામાં જાહેરમાં થૂંકવા બદલ તા.ર૪-૩-ર૦ર૦માં કુલ રુ.૭૫,૫૦૦ નો દંડ વસુલવામાં આવ્યો

અમરેલી, તા. ૨૩ માર્ચ

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંકજામાં છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને મહામારી તરીકે જાહેર કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે.

વિશ્વના સૌથી વધુ દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોનાથી પ્રભાવિત થયા છે ત્યારે હજુ અમરેલી જિલ્લામાં એક પણ કોરોના નો પોઝિટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા આ રોગને એપેડેમીક એક્ટ-૧૯૮૭ માં સમાવિષ્ટ કરી તારીખ ૧૩ માર્ચથી નોટિફાઇડ કરેલ છે. કોરોના વાયરસ જાહેરમા થુંકવું વાથી તથા જાહેરમાં ખાવાથી ફેલાઈ શકે છે તેથી જાહેરમાં થૂંક થૂંક શકે છે તેથી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આવ્યો છે જે અન્વયે તમામ નગરપાલિકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે છે અમરેલી જિલ્લામાં તારીખ ૨૪ માર્ચના કુલ ૧૭ કેસ મળીને રૂ. ૭૫,૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ઉપરાંત નોવેલ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર ખડેપગે આરોગ્ય તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે જિલ્લામાં ચાવંડ અને કોટડાપીઠા ખાતે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત ચેકપોસ્ટ કાર્યરત ચેકપોસ્ટ કાર્યરત છે. તેમજ દામનગર ચોકડી, ડુંગર અને વિક્ટર ચોકડી ખાતે પણ કુલ ત્રણ નવી પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ ચેકપોસ્ટ નવી પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટમાં ૧૫૨૮ વાહનના કુલ ૮૧૨૫ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાંથી ગુજરાત બહારના ૩૪ પેસેન્જરો પૈકી ૧૦ ને શરદી ઉધરસની સામાન્ય તકલીફ જોવા મળી હતી. જેથી આ દર્દીઓની મેડિકલ ઓફિસર દ્વારા દ્વારા ઓફિસર દ્વારા દ્વારા ઓફિસર દ્વારા દ્વારા ચકાસણી કરી સ્વૈચ્છિક કોરેન્ટાઈન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે.

આ સિવાય જિલ્લાની ૬૧ સરકારી ફેસેલીટીમાં ફલૂ-કોર્નર કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય શરદી ઉધરસ વાળા ૨૩૨ દર્દીઓને સારવાર આપી સ્વૈચ્છિક કોરેન્ટઇન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ, સરકારી કચેરીઓ, બેંક, ધાર્મિક જૂથો, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓના કુલ ૭૦૭૩ અધિકારીઓ તેમજ કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના કુલ ૪૧૦ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૨૯૬ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૨૨૮ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૨૫૩૬૩ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ ૧૧ સ્થાનિક ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સતત કાર્યરત કર્મચારીઓના આરોગ્યની જાળવણી માટે જિલ્લાની ૩૪૬ કચેરીઓમાં સેનીટેશનની કચેરીઓમાં સેનીટેશનની કામગીરી પણ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં આરોગ્ય શાખાના કર્મચારીઓ, તમામ શિક્ષકો તેમજ આંગણવાડી વર્કર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી અન્વયે ૯૧૩૭૨ ઘરના કુલ ૪૩૪૨૪૯ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૧૭૮ વ્યક્તિઓને તાવ-શરદી તથા ૧૦ વ્યક્તિઓને તાવ સાથે શ્વાસની તકલીફ જોવા મળી છે. જેને પ્રાથમિક સારવાર આપી સ્વેચ્છિક કોરેન્ટાઈન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે આપવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ડ કુલ ૨૨૪ વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર સ્ટેમ્પ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અમરેલી જિલ્લામાં હોમ કોરન્ટાઇનનો ભંગ કરવા બદલ ૧ વ્યક્તિ સામે એફ.આર.આઇ. દાખલ થયેલ છે.લાઠી ગામમા એક વ્યક્તિ ધ્વારા ૧૦૪ ને ફોન કરી સુરતથી આવ્યાની ખોટી ફરીયાદ કરેલ હોય તેની સામે જાણવાજોગ ફરીયાદ દાખલ કરવામા આવેલ છે. અમરેલી જિલ્લાના કુલ-૮ વ્યક્તિઓએ હોમ કોરન્ટાઇન નો ભંગ કરતા તમામને જિલ્લા કક્ષાની કોરન્ટાઇન
ફેસીલીટીમા દાખલ કરવામાં આવ્યા છે.

હાલ કોરોનાની ગંભીર સ્થિતિથી બચવા અમરેલી જિલ્લાના દરેક વ્યક્તિઓ લોકડાઉન અન્વયે ફરજીયાત ઘરમા રહેવું અને હાથને વારંવાર સાબુ તથા
પાણીથી ઘોવા, દરેક વ્યક્તિ સાથે એક મીટરનું અંતર બનાવી રાખવુ જરુરી છે. આમ છતા કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાય તો ટોલ ફ્રી નંબર- ૧૦૪ નો અથવા જિલ્લા ના કન્ટ્રોલ રૂમ નંબર (૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર ૮૨૩૮૦૦૨૨૪૦ નો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.

માહિતી : સુમિત ગોહિલ (અમરેલી)

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *