Delhi

વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચાનું રજિસ્ટ્રેશન શરૂ

નવીદિલ્હી
ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે ૨.૬૨ લાખ શિક્ષકો અને ૯૩,૦૦૦ વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.ઁસ્ નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે, જેની જાહેરાત તેમણે મન કી બાતમાં કરી હતી. દર વર્ષે પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે. આ વર્ષે પણ પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરવાના છે, જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે ૨૮ ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ દ્બઅર્ખ્તદૃ.ૈહ પર જઈને નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયા ૨૮ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. આ માટે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નોંધણી કરાવી શકે છે.પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરે છે. આ કાર્યક્રમ વર્ષ ૨૦૨૨ની ૧૦મી-૧૨મી બોર્ડની પરીક્ષા પહેલા આયોજિત થવાનો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દર વર્ષની જેમ આગામી વર્ષની શરૂઆતમાં પરીક્ષા પર ચર્ચા થશે.ઁસ્ મોદીએ મન કી બાતમાં દેશને સંબોધિત કરતા કહ્યું કે પરીક્ષા પે ચર્ચા માટે ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઈન સ્પર્ધા પણ યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *