નવીદિલ્હી
ઓમિક્રોન જેટલી ઝડપથી વધશે તેટલી જ ઝડપે તે ઘટશે. દક્ષિણ આફ્રિકામાં ત્રણ અઠવાડિયામાં ટોચ પર પહોંચ્યા પછી કેસની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. દક્ષિણ આફ્રિકામાં કોવિડ કેસની સરેરાશ સંખ્યા ૧૫ ડિસેમ્બરના રોજ લગભગ ૨૩,૦૦૦ ની ઊંચી સપાટીએ હતી. હવે તે ઘટીને ૨૦,૦૦૦ પર આવી ગયો છે. આઈઆઈટી પ્રોફેસરો માને છે કે ઓમિક્રોનના મામલામાં ભારતે ચિંતા કરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર છે. જાેકે, કોરોના અંગે હજુ એક વાત જાણી શકાઈ નથી કે તે કેટલી હદે ઘાતક થઇ શકે છે. જાે યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કેસ, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાના ડેટા પરથી અનુમાન લગાવવામાં આવે તો ફેબ્રુઆરીથી ઓમિક્રોનની અસર ઓછી થઇ શકે છે.કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ભારતમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં આવી શકે છે. આ ચિંતાજનક બાબત તાજેતરના અભ્યાસમાં સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી ૨૦૨૨માં ઓમિક્રોન ભારતમાં તેની ટોચ પર પહોંચી શકે છે. અભ્યાસને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે આ અંગે ચિંતા કરવાને બદલે સાવચેત રહેવાની જરૂર છે. સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે ફેબ્રુઆરી બાદ આગામી મહિનામાં ઓમિક્રોનના કેસમાં ઘટાડો થવા લાગશે જેનાથી રાહત મળશે. જાે કે, ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ ૨૨૦ થઈ ગયા છે. ૈંૈં્ કાનપુરના મણિન્દ્ર અગ્રવાલે અને આઈઆઈટી હૈદરાબાદના જીેંટ્ઠિ ર્દ્બઙ્ઘીઙ્મ ર્ક ંટ્ઠિષ્ઠૌહખ્ત ંરી ॅટ્ઠહઙ્ઘીદ્બૈષ્ઠ ંટ્ઠિદ્ઘીષ્ર્ઠંિઅ સહ-સ્થાપક એમ વિદ્યાસાગરે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં કોરોનાના દૈનિક નવા કેસ ૧.૫ થી ૧.૮ લાખની વચ્ચે હોઈ શકે છે. જાે નવા વેરિઅન્ટ સામે રક્ષણ કુદરતી રીતે અથવા રસીકરણ દ્વારા જાળવવામાં આવે તો આવું થઈ શકે છે.
