Gujarat

મિત્રતાને લાંછન લગાડનાર આરોપી ઝડપાયો – દારૂના કેસમાં ફસાયેલા પતિને છોડાવવા મદદ કરી

કહેવાય છે કે, મુસીબતના સમયે મિત્ર જ કામ આવે છે, પરંતુ સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક આરોપીએ મિત્રતાના સંબંધને લાંછન લગાડ્યું છે. બુટલેગિંગના ગુનામાં પકડાયેલા પતિને જામીન અપાવવાની આડમાં મિત્રએ જ પરિણીતાનું યૌનશોષણ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પતિને કોર્ટના બહાને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે બે મહિના બાદ આરોપીની ધરપકડ કરી છે.

જેલમાં બંધ પતિએ જ મિત્રની મદદ લેવા કહ્યું હતું બનાવની વિગત એવી છે કે, કાપોદ્રા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાના પતિને ગત ડિસેમ્બર મહિનામાં ઉત્રાણ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જેલમાં બંધ પતિને મળવા ગયેલી પત્નીને પતિએ સલાહ આપી હતી કે, જામીન અને વકીલની પ્રક્રિયા માટે અલ્પેશ રૂડાણીનો સંપર્ક કરે. પતિના વિશ્વાસે પરિણીતાએ અન્ય એક મિત્ર પાસેથી અલ્પેશનો નંબર મેળવ્યો અને મદદ માટે તેની મુલાકાત લીધી હતી.

પતિને ખોટા બહાને કોર્ટ મોકલી ઘરમાં જ ખેલ ખેલ્યો અલ્પેશની મધ્યસ્થીથી જાન્યુઆરી મહિનામાં પતિ જેલમાંથી બહાર આવ્યો હતો. જોકે, કોર્ટની કાયદાકીય કાર્યવાહી હજુ પેન્ડિંગ હતી. ગત 12 ફેબ્રુઆરીએ આરોપી અલ્પેશ રૂડાણી દંપતીના ઘરે ડોક્યુમેન્ટ્સ આપવાના બહાને આવ્યો હતો. તેણે ચાલાકી વાપરી પતિને એવું કહ્યું કે, ‘તને વકીલ અત્યારે કોર્ટમાં તાત્કાલિક બોલાવે છે.’ પતિ જેવો ઘરની બહાર નીકળ્યો કે તરત જ આરોપી અલ્પેશે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

નગ્ન ફોટોગ્રાફી કરી ધમકી આપવાનું શરૂ કર્યું આરોપી આટલેથી જ ન અટકતા, તેણે દુષ્કર્મ દરમિયાન પરિણીતાના ગુપચુપ નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની અને દંપતીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. સતત ટોર્ચરથી કંટાળેલી પરિણીતાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાના પતિને જણાવી હતી.