નવીદિલ્હી
શ્રેયસ અય્યર પણ એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેને ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે પોતાની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. તેની શરૂઆત ૧૯૫૫માં ક્રિપાલ સિંહ સાથે થઈ હતી અને તેના નવ વર્ષ બાદ હનુમંત સિંહે ૧૯૬૪માં સદી ફટકારી હતી. મોહમ્મદ અઝહરુદ્દીને પણ ૧૯૮૪માં પોતાની પ્રથમ ટેસ્ટની
પ્રથમ ઇનિંગમાં ટેસ્ટ સદી ફટકાર્યા બાદ વીરેન્દ્ર સેહવાગે આવું કારનામું કર્યું ત્યારે ભારતને ૧૭ વર્ષની લાંબી રાહ જાેવી પડી હતી. ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ હતી અને તેમાં જ તેને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. શ્રેયસ અય્યર ડેબ્યૂમાં સદી ફટકારનાર ૧૬મો ભારતીય અને ન્યુઝીલેન્ડ સામે આવું કરનાર તે માત્ર ત્રીજાે ભારતીય બન્યો છે. અય્યર ૨૬ વર્ષ ૩૫૫ દિવસની વયે ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર ત્રીજાે સૌથી યુવા ખેલાડી છે. જાે હવે ટેસ્ટ ક્રિકેટમાં બોલ રમવાના વિગતનો રેકોર્ડ લેવામાં આવે તો ઐયરની સદી ચોથી સૌથી ઝડપી સદી છે. આ સિવાય શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતીય ટીમ આગળ વધી. ભારતને તેમની ધરતી પર અમુક અંશે મર્યાદિત રાખવા માટે ન્યુઝીલેન્ડની સારી બોલિંગની પ્રશંસા કરવી રહે, ટિમ સાઉથીએ પાંચ વિકેટ ઝડપીને સારી ભૂમિકા ભજવી હતી અને કાયલ જેમિસને પણ ત્રણ વિકેટ લીધી હતી.
ભારત માટે વિકેટકીપર રિદ્ધિમાન સાહા ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં ફેલ સાબિત થયો, તેણે માત્ર એક રન બનાવ્યો. રવિચંદ્રન અશ્વિન પ્રયાસ કરી રહ્યો છે પરંતુ અક્ષર પટેલ ૩ રન બનાવીને આઉટ થયો. પૃથ્વી શૉએ પણ ૨૦૧૮માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ કારનામું કર્યું હતું અને હવે અય્યરે ૨૦૨૧માં આવું કર્યું છે. શ્રેયસ અય્યર આ મેચમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે આ સદી ફટકારી હતી અને મિડલ ઓર્ડરમાં પોતાને સારી રીતે સેટ કર્યો હતો. અય્યર ૧૭૧ બોલમાં ૧૦૫ રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો અને તેણે પોતાની ઇનિંગમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના અને રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાં પાંચમાં કે તેનાથી નીચેના નંબર પર સદી ફટકારી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ રેકોર્ડ બનાવ્યો છે.
