Maharashtra

મેં મારી જાત મહેનતે અહીં ફ્લેટ ખરીદ્યો છેઃ મહિમા મકવાણા

મુંબઈ
આજે એટલે કે ૨૬ નવેમ્બરના રોજ સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સલમાનનો જીજાજી આયુષ શર્મા છે. આયુષ શર્મા સાથે એક્ટ્રેસ મહિમા મકવાણા છે. મહિમાએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ૨૨ વર્ષીય મહિમા ગુજરાતી છે અને તે ઘણાં જ સામાન્ય પરિવારમાંથી આવે છે. મૂળ ગુજરાતી મહિમા મકવાણાનો જન્મ ઓગસ્ટ, ૧૯૯૯માં મુંબઈમાં થયો છે. મહિમા પેરેન્ટ્‌સ સાથે મુંબઈની દહીંસર સ્થિત ચાલીમાં રહેતી હતી. મહિમાના પરિવારમાં મોટા ભાઈ તથા માતા છે. મહિમાએ મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. માસ મીડિયામાં તેણે બેચલર ડિગ્રી લીધી છે. મહિમાનો ભાઈ એકાઉન્ટન્ટ છે. મહિમા જ્યારે ચાર મહિનાની હતી ત્યારે પિતાનું કિડની ઇન્ફેક્શનને કારણે ૧૯૯૯માં અવસાન થયું હતું. તેના પિતા મિસ્ત્રી તરીકે કામ કરતા હતા. પિતાના આકસ્મિક અવસાન બાદ મહિમાની માતા પર બંને ભાઈ-બહેનને ઉછેર કરવાની જવાબદારી આવી ગઈ હતી.
મહિમા જ્યારે ૯ વર્ષની હતી ત્યારે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ૫૦૦થી વધુ ઓડિશન આપ્યા હતા, પરંતુ તે તમામમાં રિજેક્ટ થઈ હતી. તેને હંમેશાં માતાએ પ્રોત્સાહન આપ્યું છે. ૨૦૦૮માં મહિમાએ ચાઇલ્ડ એક્ટર તરીકે પહેલી ટીવી સિરિયલ ‘મોહે રંગ દે’માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘બાલિકા વધૂ’, ‘મિલે જબ હમતુમ’, ‘સવારે સબકે સપને..પ્રીતો’, ‘આહટ’, ‘ઝ્રૈંડ્ઢ’માં કામ કર્યું હતું. વર્ષ ૨૦૧૨માં મહિમાએ ટીવી સિરિયલ ‘સપને સુહાને લડકપન કે’માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલથી મહિમા ઘેર-ઘેર જાણીતી થઈ હતી.
મહિમાએ જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે તેણે મુંબઈના મીરા રોડ પર ફ્લેટ ખરીદ્યો હતો. ૨૦૧૫ સુધી મહિમા રોજ દહીંસરથી લોકલ ટ્રેનમાં સ્ટૂડિયો સુધી આવતી હતી. હવે તે અહીંયા માતા તથા ભાઈ સાથે રહે છે. ‘સપને સુહાને લડકપન કે’ બાદ મહિમા ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ ૪’માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જાેવા મળી હતી. ‘દિલ કી બાતે દિલ હી જાને’, ‘કોડ રેડ’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘અધૂરી કહાની હમારી’, ‘રિશ્તો કા ચક્રવ્યૂહ’, ‘કુમકુમ ભાગ્ય’, ‘મરિયમ ખાનઃ રિપોર્ટિંગ લાઇવ’ તથા ‘શુભારંભ’માં જાેવા મળી હતી. ૨૦૧૭માં મહિલાએ તેલુગુ ફિલ્મ ‘વેંકટાપુરમ’થી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેલુગુ ફિલ્મ ‘મોસાગલ્લુ’માં જાેવા મળી હતી. મહિમાને તેલુગુ ભાષા આવડતી ના હોવાથી તે તેલુગુની વધુ ફિલ્મમાં કામ કરી શકી નહીં. મહિમાએ ૨૦૧૯માં ‘રંગબાઝ સિઝન ૨’થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ૨૦૨૦માં તે ‘ફ્લેશ’ સિરીઝમાં જાેવા મળી હતી. મહિમા મકવાણા ૨૦૧૯ તથા ૨૦૨૦ એમ બેવાર સિરિયલ ‘શુભારંભ’ના પ્રમોશન માટે સલમાનના શો ‘બિગ બોસ’માં ગઈ હતી. આ સમયથી સલમાન, મહિમાને ઓળખે છે. મહિમાને જાેતાં જ સલમાનને લાગ્યું હતું કે આ છોકરી ભવિષ્યમાં ઘણી જ આગળ વધશે. જ્યારે ફિલ્મ ‘અંતિમ’ આવી ત્યારે સલમાનના મનમાં સૌ પહેલાં મહિમાનો જ વિચાર આવ્યો હતો. તેણે મહિમાનો સંપર્ક કર્યો હતો અને મહિમાએ ફિલ્મ સાઇન કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *