Delhi

રેલ મંત્રીએ ગુજરાતમાં રેલ પ્રોજેક્ટ્‌સનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી
પાલનપુર થી વાપીની મધ્યમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશ્વિની આલોક કંસલની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ચાલી રહેલા કાર્યો/રેલવે પ્રોજેક્ટ્‌સની પ્રગતિની સમીક્ષા કરી. મંત્રીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે પણ ચર્ચા કરી અને ક્ષેત્રમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે પ્રોજેક્ટ્‌સને સમય પર પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ પર ભાર મુક્યો.ભારત સરકારના રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તથા રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્‌સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. અમદાવાદ મંડળના રેલ પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે અશ્વિની વૈષ્ણવે ૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ફાલનાથી વાપી સુધી મુસાફરી કરી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ચાલી રહેલા કર્યો અને અજમેર, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સેન્ટ્રલ મંડળોમાં ચાલી રહેલા રેલવેના વિકાસ કાર્યો /પ્રોજેક્ટ્‌સનું નિરીક્ષણ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *